જયંત મેઘાણી
જયંત ઝવેરચંદ મેઘાણી (૧૦ ઓગસ્ટ ૧૯૩૮ - ૪ ડિસેમ્બર ૨૦૨૦) એ ભારત, ગુજરાતના સંપાદક, અનુવાદક અને પુસ્તક વિક્રેતા હતા. તેઓ ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર હતા. ઝવેરચંદ મેઘાણીની અનેક કૃતિઓ તેમણે સંપાદિત કરી હતી.
જયંત મેઘાણી | |
---|---|
જન્મ | બોટાદ, બ્રિટીશ ભારત | 10 August 1938
મૃત્યુ | 4 December 2020 ભાવનગર, ગુજરાત, ભારત | (ઉંમર 82)
વ્યવસાય | સંપાદક અને અનુવાદક |
ભાષા | ગુજરાતી, અંગ્રેજી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી. કૉમ., લાયબ્રેરી સાયન્સ (ડિપ્લોમા) |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી |
સંબંધીઓ | ઝવેરચંદ મેઘાણી (પિતા) |
જીવનચરિત્ર
ફેરફાર કરોજયંત મેઘાણીનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૯૩૮ ના રોજ ગુજરાતના બોટાદમાં ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર તરીકે થયો હતો.[૧][૨] બોટાદમાં શિક્ષણ મેળવ્યા બાદ, તેમણે ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદથી સ્નાતકની પદવી પૂર્ણ કરી, અને ૧૯૬૨માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લોમાની પદવી મેળવી.[૩]
તેમણે ભાવનગરના ગાંધી સ્મૃતિ પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે છ વર્ષ અને ત્યારબાદ લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગરમાં આઠ વર્ષ સંચાલક તરીકે કામ કર્યું. ૧૯૭૨માં, તેમણે ભાવનગરમાં પ્રસાર નામની એક પુસ્તક વિક્રયની દુકાનની સ્થાપના કરી.[૩] [૪]
સર્જન
ફેરફાર કરોમેઘાણીએ ‘સોના-નાવડી’ સહિતના અનેક પુસ્તકોનું સંપાદન કર્યું હતું : ‘સમગ્ર કવિતા’, ‘સૌરાષ્ટ્રની રાસધાર’ : સંકલિત આવૃત્તિ, ‘સોરઠી બહારાવટિયા’ : સંકલિત આવૃત્તિ, ‘રઢિયાળી રાત’ : બૃહદ આવૃતિ , ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય : વ્યાખ્યાનો અને લેખો’ , ‘મેઘાણીના નાટકો’ (૧૯૯૭), ‘મેઘાણીની સમગ્ર નવલિકા’ (૧૯૯૮), અને ‘પરિભ્રમણ’ : નવસંસ્કરણ (૨૦૦૯, અશોક મેઘાણી સાથે). આ સંપાદિત ભાગો બાદમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ઝવેરચંદ મેઘાણીની પૂર્ણ કૃતિઓમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે ૧૯ ખંડની શ્રેણી પૈકીના ૧૨ ભાગોનું સંપાદન પૂર્ણ કર્યું હતું.[૩][૪]
તેમણે ‘સપ્તપર્ણી’, ‘અનુકૃતિ’, ‘રવિન્દ્ર-પુત્રવધૂ’ તેમજ ‘ધ સ્ટોરી ઑફ ગાંધી’ નામના પુસ્તકો પણ લખ્યા છે.[૧]
તેમણે ઓક્સફર્ડ તથા ઇલ્યુસ્ટ્રેટેડ સ્ટોરીઝ ફોર એડલ્ટ શ્રેણી માટે ‘અલાદ્દીન અને અલીબાબા’ (૧૯૮૪), ‘કોલમ્બસ’ (૧૯૮૪), ‘અપહરણ’ (૧૯૮૬), અને ‘હર્ક્યુલસ’ (૧૯૮૬) નામના ચાર પુસ્તકોનો અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત નેશનલ બુક ટ્રસ્ટની નહેરુ ચિલ્ડ્રન લાઇબ્રેરી શ્રેણી માટે ‘હ્યુ-એન-ત્સાંગનો ભારત-પ્રવાસ’ (૧૯૯૫) નો અનુવાદ કર્યો. તેમણે રવિન્દ્રનાથ ટાગોરની અનેક કવિતાઓનો ‘તણખલાં’ શિર્ષક હેઠળ અનુવાદ કર્યો હતો જે તેની ડિઝાઈન માટે નોંધપાત્ર છે.[૩] તેમણે મિત્તલ પટેલના પુસ્તક ‘સરનામા વિનાના માનવીઓ’ નું ગુજરાતીમાંથી ‘પીપલ વિધાઉટ એડ્રેસ’ નામે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ત્રિવેદી, કેવલ (4 December 2020). "રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને લેખક જયંત મેઘાણીનું નિધન". Gujarati Mid-day. મૂળ માંથી 14 December 2020 પર સંગ્રહિત. મેળવેલ 4 December 2020.
- ↑ Reference Guide of India: Who's Who. New Delhi: Premier Publishers. 1973. OCLC 693212429.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ભાવે, સંજય શ્રીપાદ (November 2018). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સ્વાતંત્ર્યોતર યુગ-૨. 8. 2. અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 371–372. ISBN 978-81-939074-1-2.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Gujarat: Noted bookman Jayant Meghani passes away". The Times of India. 5 December 2020. મૂળ માંથી 4 December 2020 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2020.