ડિસેમ્બર ૯
તારીખ
૯ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૪૬ – ભારતનું બંધારણ ઘડવા અર્થે ભારતીય બંધારણ સભા (જે પ્રથમ ભારતીય સંસદ પણ હતી)ની પ્રથમ બેઠક મળી.
- ૧૯૬૧ – ટાંગાનિકા બ્રિટનથી સ્વતંત્ર થયું.
- ૧૯૬૬ – બાર્બાડોસ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જોડાયું.
- ૧૯૭૧ – સંયુક્ત આરબ અમીરાત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જોડાયું.
- ૧૯૭૧ – ભારત-પાક યુદ્ધ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની રક્ષાપ્રણાલી ભેદી અને ભારતીય ભૂમિસેનાની ટુકડીઓને (મેઘના નદીના પુલ પાસે) ઉતારી (એરડ્રોપ કરી).
- ૧૯૭૯ – શિતળાના વિષાણુઓનો જગતભરમાંથી નાશ કરી દેવાયાનું જાહેર કરાયું. શિતળાએ ત્યાર સુધીનો માનવજાતનો પ્રથમ રોગ હતો જેના પર સંપૂર્ણ કાબુ કરાયો હોય.
- ૨૦૧૭ – લગ્ન સુધારા વિધેયકને શાહી મંજૂરી મળતાં ઓસ્ટ્રેલિયા સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર ૨૬મો દેશ બન્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૮૩૧ – થિઓડોર હોપ, બ્રિટિશ શાસન સમયે ભારતના એક સરકારી અધિકારી, ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૮૫૮) પુસ્તકના લેખક (અ. ૧૯૧૫)
- ૧૯૦૫ – ઈન્દુલાલ ગાંધી, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૮૬)
- ૧૯૪૬ – સોનિયા ગાંધી, ઈટાલીયન મૂળના ભારતીય રાજકારણી
- ૧૯૪૬ – શત્રુઘ્ન સિંહા, ભારતીય અભિનેતા.
- ૧૯૭૪ – રાહત ફતેહઅલી ખાન, પાકિસ્તાની ગાયક.
- ૧૯૮૧ – દીયા મિર્ઝા, ભારતીય અભિનેત્રી.
અવસાન
ફેરફાર કરો- ૧૭૬૧ – તારાબાઈ, મરાઠા સામ્રાજ્યના સંરક્ષક શાસક (જ. ૧૬૭૫)
- ૧૯૨૩ – ઉત્તમલાલ ત્રિવેદી, ગુજરાતી લેખક અને અનુવાદક (જ. ૧૮૭૨)
- ૧૯૮૦ – કનુ દેસાઈ, રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એક ગુજરાતી ચિત્રકાર (જ. ૧૯૦૭)
- ૨૦૧૭ – ધરમશીભાઈ શાહ, ગુજરાત રાજ્યના શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રના એક નિષ્ણાત (જ. ૧૯૨૧)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિષેધ દિવસ
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૫-૧૫ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 9 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.