લેફ્ટ. કર્નલ ડી શ્રીરામ કુમાર, એસી[૧] (જન્મ ૧૯૮૧) એ ભારતીય ભૂમિસેનાના એક અધિકારી છે. તેઓ ૨૦ માર્ચ ૨૦૦૪ના રોજ નિયુક્ત કરાયા હતા. તેમને ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો. હાલમાં, તેઓ ભારતીય સૈન્ય અકાદમી ખાતે ફરજ બજાવી રહ્યા છે.

લેફ્ટ. કર્નલ
ડી શ્રીરામ કુમાર
એસી
જન્મ૧૯૮૧
કોઇમ્બતુર, તામિલનાડુ
દેશ/જોડાણ ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૨૦૦૪-હાલ સુધી
હોદ્દોલેફ્ટનન્ટ કર્નલ
દળ૯૦ મધ્યમ રેજિમેન્ટ (તોપખાનું રેજિમેન્ટ)
૩૯ આસામ રાઇફલ્સ
પુરસ્કારોઅશોક ચક્ર (પુરસ્કાર)

બાળપણ ફેરફાર કરો

કુમારનો જન્મ ૧૯૮૧માં કોઇમ્બતુર, તામિલ નાડુ ખાતે થયો હતો અને તેમણે અભ્યાશ સૈનિક સ્કુલ, અમરાવતી નગર, ઉડુમલપેટ ખાતે કર્યો હતો. કોલેજ અભ્યાશ તેમણે મદુરાઇ ખાતે આવેલી અમેરિકન કોલેજમાં કર્યો હતો.[૨]

સૈન્ય કારકિર્દી ફેરફાર કરો

કુમાર ઓક્ટોબર ૨૦૦૨માં અફસર તાલીમ અકાદમિ, ચેન્નઈ ખાતે જોડાયા હતા અને તેમને ૯૦ મધ્યમ રેજિમેન્ટ (તોપખાનું)માં નિયુક્તિ અપાઈ હતી. તેમણે અરુણાચલ પ્રદેશમાં ઓપરેશન ઓર્કિડ અને મણિપુરમાં ઓપરેશન હિફાઝતમાં ૩૯મી આસામ રાઇફલ્સના ભાગરૂપે ફરજ બજાવી હતી.

તેમને ૧૨ આતંકવાદીઓને ઠાર મારવા અને ૨૩ આતંકવાદીઓની ધરપકડ કરવાનું શ્રેય આપવામાં આવે છે. આ કાર્યવાહીઓ માટે તેમને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.

બહુમાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Ashok Chakra".
  2. "Memorable reunion for senior officers at Sainik School".