દક્ષા પટ્ટણી
દક્ષા વિજયશંકર પટ્ટણી (૪ નવેમ્બર ૧૯૩૮ - ૧૦ માર્ચ ૨૦૧૯) એ ભારતના એક ગુજરાતી શિક્ષણવિદ અને લેખિકા હતા. તેઓ મહાત્મા ગાંધી અથવા ગાંધીવાદ વિષયના જાણીતા વિદ્વાન છે; ગાંધીજીના તત્ત્વચિંતન પરનું તેમનું ૧૭૯૬નું ડોક્ટરલ થિસિસ (મહાનિબંધ)પાછળથી છ ભાગમાં પ્રકાશિત થયો હતો.
દક્ષા પટ્ટણી | |
---|---|
જન્મની વિગત | ૦૪-૧૧-૧૯૩૮ ભાવનગર, ભારત |
મૃત્યુ | ૧૦-૦૩-૨૦૧૯ |
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
શિક્ષણ | બી. એ., ગુજરાતી અને સંસ્કૃત, ગુજરાત યુનિવર્સિટી, ૧૯૬૨ એમ. એ., ગુજરાતી અને સંસ્કૃત, ગુજરાત યુનિવર્સિટી, ૧૯૬૫ પી. એચ. ડી., ૧૯૭૬ |
શોધ નિબંધ | ગાંધીજીનું જીવન અને તેમના સિદ્ધાંતો (૧૯૭૫) |
માર્ગદર્શક | ઈશ્વરલાલ આર. દવે |
શૈક્ષણિક કાર્ય | |
શાખા | ગુજરાતી ભાષા, ગાંધીવાદી તત્વચિંતન |
સંસ્થાઓ | વાલિયા આર્ટ્સ અને મહેતા કોમર્સ કૉલેજ |
મુખ્ય રસ | મહાત્મા ગાંધી |
નોંધપાત્ર કાર્યો | ગાંધીજીનું ચિંતન (૧૯૮૦), ગાંધીજા વ્યક્તિત્વનું ઘડતર (૧૯૮૨), ગાંધીજી: ધર્મવીરચારણા (૧૯૮૪), ગાંધી વિચાર – સત્ય અને અહિંસા (૨૦૦૦), ગાંધીજીના વિચારમાં સત્યગ્રહ (૨૦૦૧), ગાંધીજીનું ચિંતન: મુલ્યાંકન (૨૦૦૩ ) |
પ્રારંભિક જીવન અને શિક્ષણ
ફેરફાર કરોદક્ષા પટ્ટણીનો જન્મ ૪ નવેમ્બર ૧૯૩૮ ના દિવસે શાંતાબેન અને વિદ્વાન અને સાહિત્યકાર વિજયશંકર કાનજી પટ્ટણીના ઘેર, પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ભાવનગરમાં થયો હતો. તેઓ લેખક મુકુન્દરાય પરાશર્યાની નાની બહેન અને ભાવનગર રાજ્યના મુખ્ય પ્રધાન પ્રભાશંકર પટ્ટણીના ભત્રીજી હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પૂરું કર્યું. ૧૯૬૨માં તેમણે ગુજરાતી અને સંસ્કૃતમાં બી.એ., ૧૯૬૫ માં તેજ વિષયોમાં એમ.એ. અને ૧૯૭૬ માં ઇશ્વરલાલ આર. દવેના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. કરી. તેમને આ પદવીઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી.[૧][૨][૩] તેમના ડોક્ટરલ થીસીસ (મહાનિબંધ)નું નામ ગાંધીજીવન જીવન એની તેમના સિદ્ધાંતો હતું.
કારકિર્દી
ફેરફાર કરોતેમણે ૧૯૬૨ થી૧૯૬૫ થી ભાવનગરમાં ઘરશાળા વિદ્યાલયમાં ગુજરાતી શીખવ્યું.[૪] તેમણે ૧૯૬૯ થી ૧૯૭૦ દરમિયાન પોરબંદરની ગુરુકુલ મહિલા આર્ટ્સ કૉલેજમાં અધ્યાપન કર્યું હતું અને બાદમાં૧૯૭૦ થી ૨૦૦૧ માં નિવૃત્તિ સુધી તેમણે ભાવનગરની વાલિયા આર્ટસ્ અને મહેતા કોમર્સ કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી. તેમણે ભાવનગર યુનિવર્સિટીમાં ૧૯૭૭ થી ૧૯૯૪ દરમિયાન ગુજરાતી અને ગાંધી તત્વચિંતનના પાર્ટ-ટાઇમ પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપી હતી. આ સાથે ગુજરાત વિદ્યાપીઠ અને સણોસરાની લોકભારતીમાં પાર્ટ-ટાઈમ પ્રાધ્યાપક તરીકે સેવા આપી.[૧] ૧૯૮૨ થી ૨૦૧૩ સુધી, તેઓ ભાવનગરના ગાંધીસ્મૃતિ સંગઠન દ્વારા ગાંધીવાદના ફિલસૂફીનો પ્રચાર કરતી સમિતિના સભ્ય હતા.
૧૦ માર્ચ ૨૦૧૯ ના દિવસે હ્રદયરોગની બિમારીથી તેમનું મૃત્યુ થયું હતું.[૨][૪]
રચનાઓ
ફેરફાર કરોતેમના ડોક્ટરલ થિસિસ (મહાનિબંધ)ના પ્રકરણો છ ભાગમાં પ્રકાશિત થયા હતા: [૨] ગાંધીજીનુ ચિંતન (૧૯૮૦), ગાંધીજીના વ્યક્તિત્વનું ઘડતર (૧૯૮૧), ગાંધીજી: ધર્મવિચારણા (૧૯૮૪), ગાંધીવિચાર - સત્ય અણે અહિંસા (૨૦૦૦), ગાંધીજી વિચારમાં સત્યાગ્રહ (૨૦૦૧), ગાંધીજીનુ ચિંતન: મુલ્યાંકન (૨૦૦૩) [૧][૪] આ શ્રેણીના પ્રથમ બે ભાગને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભાગિની નિવેદિતા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ કૃતિઓ ગાંધી વિચારોના વિવિધ પાસાઓનો અભ્યાસ કરે છે. કીર્તિદા શાહ અનુસાર, ગાંધી અને તેમના દર્શન વિશે દક્ષાબેનનો દ્રષ્ટિકોણ અનોખો છે. તેમના પચાસથી વધુ નિબંધો, ટીકા અને પ્રવચનો અન્ય સંપાદિત કૃતિઓમાં પ્રકાશિત થયા છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ શાહ, કિર્તીદા (November 2018). દેસાઈ, પારુલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સ્વાતંત્રયોત્તર યુગ - 2). 8. 2. અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 324–325. ISBN 9788193907412.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ પાઠક, અજય (May 2019). દોશી, દિપક (સંપાદક). "સ્વ. દક્ષાબહેન વિજયશંકર પટ્ટણી". નવનીત સમર્પણ. મુંબઈ: પી. વી. શંકરનકુટ્ટી, ભારતીય વિદ્યા ભવન. 40 (1): 113–115. ISSN 2455-4162.
- ↑ રાવલ, વિનાયક; જાની, બળવંત; મોદી, મનહર, સંપાદકો (1988). ગુજરાતના અધ્યાપકોનો માહિતીકોશ. અમદાવાદ: ગુજરાતીનો અધ્યાપક સંઘ. પૃષ્ઠ 45. OCLC 20823629.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ પરાશર્ય, પિયુષ (May 2019). પરીખ, ધીરુભાઈ (સંપાદક). "દક્ષાબહેન પટ્ટણી" સ્વ. દક્ષાબહેન વિજયશંકર પટ્ટણી. કુમાર. 95 (5): 58–60.