દલિત આંદોલન એ જુલાઇ ૨૦૧૬માં ગુજરાત ખાતેથી શરુ થયું હતું. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ આ આંદોલનને બીજું મોટું આંદોલન ગણવામાં આવે છે.[૧] [૨] ઊના તાલુકાના મોટા સમઢિયાળા ગામે ૧૧ જુલાઇ, ૨૦૧૬ના દિવસે દલિતો પર અત્યાચારની ઘટનાના પગલે આ આંદોલન શરુ થયું હતું.

ઊના દલિત અત્યાચાર ઘટના ફેરફાર કરો

૧૧ જુલાઇ ૨૦૧૬ના દિવસે ઉનાથી ૨૦ કિ.મી. દૂર આવેલા મોટા સમઢિયાળા ગામે સીમમાં ૪ દલિત યુવાનો[૩] મૃત પશુઓનું ચામડું ઊતારતા હતા ત્યારે જીવતી ગાયને કાપતા હોવાનું સમજીને ગૌરક્ષાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છથી વધુ શખસોએ ચારેયને અર્ધનગ્ન કરીને માર મારી, ગાડી પાછળ બાંધીને ઢસડ્યા હોવાની ફરિયાદ ઊના પોલીસમાં નોંધાઇ હતી અને આઇપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ), ૩૯૫ (ગુંડાગીરી કરવી), ૩૨૪ (સશસ્ત્ર માર મારવો), ૩૨૩ (માર મારવો), ૫૦૪ (ગેરકાયદે મંડળી રચીને જૂથ હુમલો કરવો), જીપી એક્ટ કલમ 135 અને એટ્રોસીટી 3(2) 5 મુજબ એ જ દિવસે સાંજે ૧૯:૩૦ વાગ્યે ગુનો નોંધવામાં આવ્યો હતો.[૪] આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.[૫][૩] પ્રારંભે કુલ છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો હતો.[૩][૪]

આ ઘટનાનો પડઘો દેશભરમાં પડ્યો હતો. બીએસપી સુપ્રીમો માયાવતીએ સંસદમાં આ બનાવ અંગે અસરકારક વિરોધ કર્યો હતો. સૌપ્રથમ ૨૦ જુલાઇ ૨૦૧૬ના દિવસે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મોટા સમઢિયાળા ગામે દોડી ગયા હતા અને ભોગ બનેલા ચારેય યુવાનોને ₹ ૪-૪ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.[૬] ત્યારબાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી[૭], આપના નેતા અરવિંદ કેજરીવાલ[૮], મહિલા દલિત નેતા માયાવતી[૯] સહિતના નેતાઓએ મુલાકાત લીધી હતી.

પોલીસ જવાનનું મૃત્યુ ફેરફાર કરો

ઊનાના સમઢિયાળામાં દલિતો પર અત્યાચારની ઘટનાના વિરોધમાં અમરેલી ખાતે ૧૯ જુલાઇ ૨૦૧૬ના દિવસે દલિતોની રેલી નીકળી હતી જે તોફાની બનતા ટોળા દ્વારા તોડફોડ, પથ્થરમારો સહિતના દંગલો કરાયા હતા. ટોળાએ એસ.ટી. બસ સ્ટેશનમાં ઘુસીને છ બસોના કાચ ફોડી નાખ્યા હતા. દુકાનો અને જાહેર મિલકતોમાં તોડફોડ કરવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરાતા પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં અમરેલીના એસ.પી. જગદીશ પટેલ સહિત છ પોલીસ કર્મચારીઓ અને સામા પક્ષે ૨૫ લોકોને ઇજાઓ થઇ હતી જેમને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પથ્થર મારાની ધટના દરમિયાન એક પોલીસ કર્મીને ઈજા થતાં લોકલ ક્રાઇમ બ્રાંચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું સારવાર દરમ્યાન મોત થયું હતું.[૧૦]

આ ઘટના અંગે અમરેલી શહેર પોલીસ મથકે દ્વારા આઇપીસીની કલમ ૩૦૭ સહિતની કલમો તળે ૧૬ વ્યક્તિઓ અને અન્ય ૭૦૦ લોકોના ટોળા સામે ૧૯ જુલાઇ ૨૦૧૬ના રોજ ૧૬:૩૦ વાગ્યે ગુનો નોંધવામાં આવ્યો હતો.[૧૧] પોલીસ જવાનનું મોત થતા બાદમાં આઇપીસીની કલમ ૩૦૭ના બદલે હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાના પગલે અમરેલી જિલ્લામાં ત્રણ દિવસ સુધી એસ.ટી. વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. લોકોનું રક્ષણ કરતા શહીદ થયેલા પોલીસ જવાનના પરિવારને સાંત્વના આપવા માટે ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ,[૧૨] 'આપ'ના નેતા અરવિંદ કેજરીવાલ[૧૩], કેન્દ્રીય કૃષિ પ્રધાન પરશોત્તમ રુપાલા વગરે અમરેલી દોડી ગયા હતા.

વિરોધ પ્રદર્શન અને રેલીઓ ફેરફાર કરો

ઉપરોક્ત બનાવ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ વિરોધ પ્રદર્શન, રેલીઓ થઈ હતી. ક્યાંક જલદ આંદોલન પણ કરવામાં આવ્યાં હતાં. એમાં કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધી હતી.[સંદર્ભ આપો]

દલિત અત્યાચારની અન્ય ઘટનાઓ ફેરફાર કરો

આવી જ ઘટના બે મહિના પહેલા રાજુલા પાસે ના માંડરડી રોડ પર ગૌશાળા ની બાજુમાં મરેલા વાછરડા નું ચામડું ઉતારતા આઠ દલિતોને આજ ગેંગ ના કેટલાક સભ્યોએ મળીને હાથ પગ ભાંગી નાખ્યા હતા.[સંદર્ભ આપો]

સંદર્ભ ફેરફાર કરો

  1. "ગુજરાતભરમાં તીવ્ર બનતું દલિત આંદોલન". સમાચાર. સંદેશ દૈનિક. ૨૧ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ૧ ઓગષ્ટ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  2. ગુજરાત સમાચાર (૨૫ જુલાઇ ૨૦૧૬). "૨૦ વર્ષ બાદ ગુજરાતમાં ભાજપ માટે બે પડકારો દલિત અને પાટીદારો". સમાચાર. વેબ દુનિયા. મેળવેલ ૧ ઓગષ્ટ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "ઉના દલિત અત્યાચાર મુદ્દે ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીનો ચોંકાવનારો અહેવાલ". સમાચાર. ખબર છે ડોટ કોમ. જુલાઇ ૨૦, ૨૦૧૬. મેળવેલ ઓગષ્ટ ૧, ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  4. ૪.૦ ૪.૧ ઊના પોલીસ સ્ટેશન, ગુના રજિસ્ટર નં.૦ફ. ૧૨૭/૧૬ તા.૧૧/૭/૨૦૧૬
  5. "દલિત અત્યાચાર મુદ્દે આનંદીબેનના 4 ટ્વીટ". સમાચાર. khabarchhe.com. ૧૮ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ઓગષ્ટ ૨, ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  6. "અત્યાચારના ૯ દિ'પછી આનંદીબેન આવ્યા અને આપ્યા ઠાલા આશ્વાસનો". સમાચાર. ગુજરાત સમાચાર દૈનિક. ૨૧ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ઓગષ્ટ ૨, ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  7. "ઊનામાં દલિતોને દિલથી મળતાં રાહુલ : પીડિત પરિવારના ઘેર ચા પીધી અને પીવડાવી". સમાચાર. ફૂલછાબ દૈનિક. ૨૨ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ઓગષ્ટ ૨, ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  8. "ઉનાની ઘટના રાજકીય ઇશારે: કેજરીવાલ". સમાચાર. ફૂલછાબ દૈનિક. ૨૩ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ઓગષ્ટ ૨, ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  9. "માયાવતી આજે ગુજરાત આવશે". સમાચાર. વેબ દુનિયા. ૨૫ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ઓગષ્ટ ૨, ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  10. હરેશ સુથાર (૧૯ જુલાઇ ૨૦૧૬). "અમરેલી: પ્રદર્શનકારીઓના પથ્થરમારાથી પોલીસ કોન્સ્ટેબલનું મોત". સમાચાર. ઇ-ટીવી. મૂળ માંથી 2016-07-21 પર સંગ્રહિત. મેળવેલ ઓગષ્ટ ૩, ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  11. અમરેલી સીટી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ૪૦/૨૦૧૬ તા.૧૯/૭/૨૦૧૬
  12. "કેજરીવાલની એન્ટ્રી થતા જ બેને રજની પટેલને પોલીસના ઘરે દોડાવ્યા". દિવ્ય ભાસ્કર. ૨૩ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ઓગષ્ટ ૩, ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  13. "અમરેલીના શહીદ પરિવારને ૧ કરોડની સહાય મળવી જોઇએ અરવિંદ કેજરીવાલ". સમાચાર. દિવ્ય ભાસ્કર. ૨૨ જુલાઇ ૨૦૨૬. મેળવેલ ઓગષ્ટ ૩, ૨૦૧૬. Check date values in: |access-date= and |date= (મદદ)

આ પણ જુઓ ફેરફાર કરો