દેવગિરિના યાદવ (કન્નડ : ಸೇವುಣರು (સેવુણરુ), મરાઠી: દેવગિરિચે યાદવ) 850–1334) ભારત નો એક રાજવંશ હતો, જેણે તેના પરાકાષ્ઠા દરમિયાન તુંગાભદ્ર નદી થી નર્મદા સુધીના ક્ષેત્ર પર શાસન કર્યું હતું, જેમાં વર્તમાનના મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક અને મધ્ય પ્રદેશ ના કેટલાક ભાગો શામેલ હતા. તેમની રાજધાની દેવગિરિ હતી જે હાલમાં દૌલાતાબાદ તરીકે ઓળખાય છે.

1200 AD માં એશિયા , યાદવ સામ્રાજ્ય અને પાડોશી રાજ્યો.

ઇતિહાસ ફેરફાર કરો

 
દેવગિરિનો કિલ્લો

યાદવ વંશ ભારતીય ઇતિહાસમાં ઘણો પ્રાચીન છે અને પોતાને પ્રાચીન યદુવંશી ક્ષત્રિયો થી સંબંધિત માને છે. રાષ્ટ્રકૂટ અને ચાલુક્યોના પરાકાષ્ઠામાં, યાદવ વંશના રાજાઓ ગૌણ સામંતશાહી રાજાઓનો હોદ્દો ધરાવતા હતા. પરંતુ જ્યારે ચાલુક્યોની શક્તિ નબળી પડી ત્યારે તેઓ સ્વતંત્ર થઈ ગયા અને હાલના ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) ક્ષેત્રમાં સ્થિત દેવગિરિ(દૌલતાબાદ)માં એક કેન્દ્ર બનાવીને પોતાનો ઉદય શરૂ કર્યો.

યદુવંશી આહીરોના મજબૂત ગઢ, ખાનદેશ થી પ્રાપ્ત અવશેષોને બહુચર્ચિત 'ગવલી રાજ' થી સંબંધિત માનવામાં આવે છે તથા પુરાતાત્વિક રૂપ થી એમને દેવગિરિના યાદવો થી જોડવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારોનું મંતવ્ય છે કે 'દેવગિરિના યાદવ' પણ અભીર(આહીર) હતા.[૧][૨] યાદવ શાસન દરમિયાન ઘણા નાના આશ્રિત રાજાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાં મોટા ભાગના આભીર અથવા આહીરના નામથી ઉલ્લેખ કરવામાં આવે છે, અને આ સમુદાયની વસ્તી આજ સુધી ખાનદેશમાં વિપુલ પ્રમાણમાં હાજર છે.[૩]

સેઉના રાજવંશ ઉત્તર ભારતના યદુવંશી અથવા ચંદ્રવંશી સમાજમાંથી ઉતરી આવ્યો હોવાનો દાવો કરે છે.[૪][૫] સેઉના મૂળ રૂપે ઉત્તરપ્રદેશ ના મથુરાથી નીકળી દ્વારિકા જઈને વસ્યા હતા. તેઓ "કૃષ્ણકુલોત્પન્ન (ભગવાન શ્રીકૃષ્ણના વંશમાં જન્મેલા)", "યદુકુલ વંશ તિલક" તથા "દ્વારવાટીપુરવારધીશ્વર (દ્વારકાના માલિક)" તરીકે પણ ઓળખાય છે.[૬] ડૉ॰ કોલારકર જેવા ઘણા વર્તમાન સંશોધનકારો પણ માને છે કે યાદવો ઉત્તર ભારતથી આવ્યા હતા.[૭] નીચે આપેલા સેઉના યાદવ રાજાઓએ દેવગિરિ પર શાસન કર્યું -

  • દૃઢપ્રહા [૮]
  • સેઉના ચંદ્ર પ્રથમ [૮]
  • ઢઇડિયપ્પા પ્રથમ [૮]
  • ભિલ્લમ પ્રથમ [૮]
  • રાજગી[૮]
  • વેડુગી પ્રથમ [૮]
  • ઢાઇડિયપ્પા દ્વિતીય [૮]
  • ભિલ્લમ દ્વિતીય (સક 922)[૮]
  • વેશુગ્ગી પ્રથમ [૮]
  • ભિલ્લમ ત્રિતીય (સક 948)[૮]
  • વેડુગી દ્વિતીય [૮]
  • સેઉના ચંદ્ર દ્વિતીય (સક 991)[૮]
  • પરામદેવ [૮]
  • સિંઘણ[૮]
  • મલુગી [૮]
  • અમરગાંગેય [૮]
  • અમરમાલગી [૮]

આ પણ જુવો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. The tribes and castes of Bombay, Volume 1 By Reginald Edward Enthoven, page 25.
  2. Maharashtra State Gazetteers, Volume 19 By Directorate of Government Print., Stationery and Publications, Maharashtra State, India, page 224.
  3. Epigraphia Indica, Volume 26 By मैनेजर ऑफ पब्लिकेशन्स,Archaeological Survey of India, India. Dept. of Archaeology, 1985 , page 311.
  4. Chapter 8, "Yadavas Through the Ages" J.N.S.Yadav (1992)
  5. Robin James Moore. Tradition and Politics in South Asia. 1979. Vikas Publishing House.
  6. Madhyayugin Bharat (Marathi translation of Medieval India) written and published by Chintaman Vinayak Vaidya, p.468.
  7. Marathyancha Itihaas by Dr. S.G Kolarkar, p.4, Shri Mangesh Prakashan, Nagpur.
  8. ૮.૦૦ ૮.૦૧ ૮.૦૨ ૮.૦૩ ૮.૦૪ ૮.૦૫ ૮.૦૬ ૮.૦૭ ૮.૦૮ ૮.૦૯ ૮.૧૦ ૮.૧૧ ૮.૧૨ ૮.૧૩ ૮.૧૪ ૮.૧૫ ૮.૧૬ S. D. S. Yadava (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers. પૃષ્ઠ 118. ISBN 9788170622161.
  9. Bennett, Mathew (2001-09-21). Dictionary of Ancient & Medieval Warfare. Stackpole Books. પૃષ્ઠ 98. ISBN 0-8117-2610-X.. The quoted pages can be read at Google Book Search.
  10. "Yādava Dynasty" Encyclopædia Britannica. Encyclopædia Britannica 2007 Ultimate Reference Suite
  11. Mann, Gurinder Singh (2001-03-01). The Making of Sikh Scripture. Oxford University Press US. પૃષ્ઠ 1. ISBN 0-19-513024-3.
  12. Eternal Garden: Mysticism, History, and Politics at a South Asian Sufi Center by Carl W. Ernst p.107
  13. Mokashi, Digambar Balkrishna (1987-07-01). Palkhi: An Indian Pilgrimage. SUNY Press. પૃષ્ઠ 37. ISBN 0-88706-461-2.