યદુવંશ અથવા યદુવંશી શબ્દ ભારતીય ઉપમહાદ્વીપના એ જનસમુદાય માટે પ્રયુક્ત કરવામાં આવે છે, જે ચંદ્રવંશી રાજા યદુના વંશજો મનાય છે. યદુવંશી ક્ષત્રિય મૂળ આહીર હતા.[] ભારતીય માનવ વૈજ્ઞાનિક કુમાર સુરેશ સિંહના અનુસાર માધુરીપુત્ર, ઈશ્વરસેન અને શિવદત્ત નામક ઘણાય વિખ્યાત યાદવ રાજાઓ કાલાંતરે રાજપૂતોમાં જોડાઈને યદુવંશી રાજપૂત કહેવાયા.[] ચુડાસમા સૌરાષ્ટ્ર નો એક યદુવંશી રાજપુત વંશ છે જેમને વિભિન્ન ઐતિહાસિક સ્રોતોમાં મૂળ રૂપે સિંધ પ્રાંતના સમાંવંશ,[][][] અથવા સિંધ ના યાદવ મનાય છે, જે 9મીં સદીમાં ગુજરાત આવ્યા હતા.[][]. મહાભારત કાળમાં પણ સૌરાષ્ટ્ર યાદવોનું રાજય હોવાનો ઉલ્લેખ છે. જાડેજા રાજપૂત પણ ગુજરાતનો એક યદુવંશ છે.[][૧૦] મૈસુર સામ્રાજ્યના હિન્દૂ રાજવંશને પણ યાદવકુળના વંશજો કહેવામાં આવ્યા છે.[૧૧][૧૨] ટોડ અને કે. સી. યાદવ જેવા ઇતિહાસકારો મુજબ રાજપૂતો પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવો છે. તેમનો પ્રાચીન વસવાટ સતલજ અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ગયાં. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'અભિર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.

જાહલ અને સોનલ બાઇ ના સાથે દેવાયત બોદરનું ચુડાસમા રાજકુંવર નવઘણની રક્ષા હેતુ પોતાના પુત્ર ઉગાનો વધ કરતા દર્શાવતું એક ઐતિહાસિક ચિત્ર.[]

તેજ પ્રમાણે, ગુજરાતમાં મળી આવેલા શિલા લેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશના ભિલ્સા (વિદીશા) અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું. હિંદુ લેખકોના મતાનુસાર આહીરોને વાયવ્ય દિશાના રહેવાસી જણાવ્યાં છે.[૧૩][૧૪][૧૫][૧૬]

યદુવંશ પૌરાણિક કથા

યદુ ઋગ્વેદ માં વર્ણિત પાંચ ભારતીય આર્ય જનોં (પંચજન, પંચક્ષત્રિય અથવા પંચમાનુષ) માં થી એક છે.[૧૭]

હિન્દૂ મહાકાવ્ય મહાભારત, હરિવંશ અને પુરાણોમાં યદુને રાજા યયાતિ અને રાણી દેવયાનીના પુત્ર બતાવ્યા છે. રાજકુમાર યદુ એક સ્વાભિમાની અને સુસંસ્થાપિત શાસક હતા. વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ અને ગરુણ પુરાણના અનુસાર યદુના ચાર પુત્ર હતા, જ્યારે બાકીના પુરાણો અનુસાર તેમના પાંચ પુત્ર હતા.[૧૮] બુધ અને યયાતિના મધ્યના બધા રાજાઓને સોમવંશી અથવા ચંદ્રવંશી કહેવામાં આવ્યું છે. મહાભારત અને વિષ્ણુ પુરાણના અનુસાર યદુએ પિતા યયાતિને પોતાની યુવાવસ્થા પ્રદાન કરવું સ્વીકાર્યું નહીં જે કારણે યયાતિએ યદુના કોઈપણ વંશજને તેના રાજવંશ અને સામ્રાજ્યમાં ન જોડાવા બદલ શ્રાપ આપ્યો હતો. આ કારણોસર, યદુના વંશજો સોમવંશથી વિમુખ થઈ ગયા અને માત્ર રાજા પુરૂના વંશજો સોમવંશી કહેવાયા. આ પછી મહારાજ યદુએ ઘોષણા કરી કે તેમના વંશજો ભવિષ્યમાં યાદવ અથવા યદુવંશી કહેવાશે.[૧૯] યદુ ના વંશજોએ અભૂતપૂર્વ ઉન્નતિ કરી પણ પછી તેઓ બે ભાગ માં વિભાજિત થઈ ગયા.

ઉત્પત્તિ

યદુવંશ આહીર કૃષ્ણ ના પ્રાચીન યાદવ જનજાતિ ના વંશજ મનાય છે.[૨૦] તેઓ ટૉડની 36 રોયલ રેસ ની સૂચિમાં શામેલ છે.[૨૧]

વિભિન્ન હિંદુ ધર્મગ્રંથો અને જુના લેખો થી સંકેત મળે છે કે ભારત માં તેમની મોજુદગી 6000 ઈ.પૂ. થી પણ જૂની પ્રાચીન કાળથી છે.[૨૨]

વંશજ જાતિઓ

રાજા સહસ્ત્રજીતના વંશને હૈહય વંશ કહેવામાં આવતું હતું અને તેમના પૌત્રનું નામ પણ હૈહય હતું.[૨૩] રાજા ક્રોષ્ટાના વંશજોને કોઈ વિશેષ નામ આપવામાં આવ્યું ન હતું, તેઓ સામાન્ય રીતે યાદવ કહેવાયા છે.[૨૩] પી. એલ. ભાર્ગવના અનુસાર જ્યારે રાજ્યનું વિભાજન થયું ત્યારે સિંધુ નદીના પશ્ચિમનું રાજ્ય સહસ્ત્રજીતને મળ્યું અને પૂર્વ નો ભાગ ક્રોષ્ટાને સોંપવામાં આવ્યું.[૨૪]

આધુનિક ભારતનાં યાદવ રાજપૂત છે [૨૫] અથવા[૨૬][૨૭][૨૮][૨૯][૩૦] યદુવંશજો મનાય છે.

પૌરાણિક દૃષ્ટિથી, યદુવંશી રાજપૂતો યદુ ના વંશજ છે.[૩૧] શક્તિ સંગમ તંત્રમાં ઉલ્લેખ મળે છે કે રાજા યયાતિની બે પત્નીઓ હતી- દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીથી યદુ અને તુર્વશૂ નામક પુત્રો થયા. યદુનાં વંશજ રાજપૂતો થયા [૩૨][૩૩][૩૪][૩૫][૩૬][૩૭]

આ પણ જુઓ

સંદર્ભ

  1. Christian Mabel Duff Rickmers (1972). The Chronology of Indian History, from the Earliest Times to the Beginning of the Sixteenth Century Issue 2 of Studies in Indian history. Cosmo Publications, Original from the University of California. પૃષ્ઠ 284.
  2. The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh Volume 102 of Memoir (Anthropological Survey of India). Anthropological Survey of India, Government of India, Ministry of Tourism and Culture, Department of Culture, 2000. પૃષ્ઠ 13. મેળવેલ 8 Oct 2008. line feed character in |title= at position 78 (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. Singh, K. S. (1 January 1998). People of India: Rajasthan. Popular Prakashan. પૃષ્ઠ 44–. ISBN 978-81-7154-766-1. મેળવેલ 26 July 2011. CS1 maint: discouraged parameter (link)
  4. "The Glory that was Gūrjaradeśa, Volume 2". Bharatiya Vidya Bhavan, 1943. પૃષ્ઠ 136. મેળવેલ 8 Nov 2006. CS1 maint: discouraged parameter (link)
  5. http://books.google.co.in/books?id=bPNEAAAAIAAJ Book Junagadh-page-10
  6. Power, profit, and poetry: traditional society in Kathiawar, western India - Harald Tambs-Lyche - Google Books
  7. Singh, Virbhadra (1994). The Rajputs of Saurashtra. Popular Prakashan. પૃષ્ઠ 35. ISBN 978-8-17154-546-9.
  8. Desai, Shambhuprasad Harprasad (1965). Prabhāsa ane Somanātha. Narendra Bhāīśaṅkara Trivedī.
  9. Kārāṇī, Dulerāya (1968). Kaccha kalāghara.
  10. Joshī, Kalyāṇarāya Nathubhāī (1970). Okhāmaṇḍalanā Vāghera. Prācyavidyā Mandira, Mahārāja Sayājarāva Viśvavidyālaya.
  11. Interaction of cultures: Indian and western painting, 1780-1910 : the Ehrenfeld collection
  12. G.R. Josyer (1950). History of Mysore and the Yadava dynasty. G.R. Josyer. પૃષ્ઠ 98, 311. CS1 maint: discouraged parameter (link)
  13. "articles32.htm | sep25 | currsci | Indian Academy of Sciences". www.ias.ac.in (અંગ્રેજીમાં). મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)
  14. "Bartleby.com: Great Books Online -- Quotes, Poems, Novels, Classics and hundreds more". www.bartleby.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2008-06-30 પર સંગ્રહિત. મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)
  15. "Genealogies". www.theology.edu. મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)
  16. "The Sunday Tribune - Spectrum - 'Art and Soul". www.tribuneindia.com. મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)
  17. Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. Delhi: Pearson Education. પૃષ્ઠ 187. ISBN 978-8-13171-120-0. CS1 maint: discouraged parameter (link)
  18. Patil, Devendrakumar Rajaram (1946). Cultural History from the Vāyu Purāna Issue 2 of Deccan College dissertation series, Poona Deccan College Post-graduate and Research Institute (India). Motilal Banarsidass Publisher. પૃષ્ઠ 10. મેળવેલ 23 September 2014.
  19. भाटी, हरी सिंह (2000). भटनेर का इतिहास. कवि प्रकाशन. મેળવેલ 19 जून 2016. Check date values in: |access-date= (મદદ)
  20. Sanjay Yadav (2011). The Environmental Crisis of Delhi: A Political Analysis. Worldwide Books. પૃષ્ઠ 52–. ISBN 978-81-88054-03-9. મેળવેલ 17 August 2018.
  21. Association of Population Geographers of India (1988). "Population Geography: A Journal of the Association of Population Geographers of India, Volume 10, Issues 1-2". The Association Original : the University of California. પૃષ્ઠ xi. મેળવેલ 21 June 2017.
  22. Yadava, S. D. S. (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers. પૃષ્ઠ 18. ISBN 9788170622161. મેળવેલ 2012-12-03.
  23. ૨૩.૦ ૨૩.૧ Pargiter, F.E. (1972). Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, p.87.
  24. Misra, V.S. (2007). Ancient Indian Dynasties, Mumbai: Bharatiya Vidya Bhavan, ISBN 81-7276-413-8, pp.162-3
  25. Pinch, William R. (1996). Peasants and Monks in British India. University of California Press. પૃષ્ઠ 91. ISBN 978-0-52091-630-2. મેળવેલ 23 September 2014.
  26. K. S. Singh (1998). Rajasthan, Volume 1. Popular Prakashan. પૃષ્ઠ 44. ISBN 9788171547661.
  27. Sandria B. Freitag (1992). Culture and Power in Banaras: Community, Performance, and Environment, 1800-1980. University of California Press. પૃષ્ઠ 136. ISBN 9780520080942.
  28. S. D. S. Yadava (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers,. પૃષ્ઠ 10. ISBN 9788170622161.CS1 maint: extra punctuation (link)
  29. Subodh Kapoor (2002). The Indian Encyclopaedia, Volume 1. Genesis Publishing Pvt Ltd,. પૃષ્ઠ 108. ISBN 9788177552577.CS1 maint: extra punctuation (link)
  30. Temples of Kr̥ṣṇa in South India: History, Art, and Traditions in Tamilnāḍu by T. Padmaja p.34
  31. Dvārakāprasāda Mītala. "Hindī sāhitya meṃ Rādhā". Javāhara Pustakālaya, 1970. પૃષ્ઠ 35. મેળવેલ 30 Aug 2006.
  32. भाषा भूगोल व सांस्कृतिक चेतना, Vijaya Candra Publisher Vidyā Prakāśana, 1996 Original from the University of California
  33. Dvārakāprasāda Mītala (1981). "Braja kā rāsa raṅgamc̃a". the University of Michigan: Neśanala. મેળવેલ 19 अप्रैल 2016. Check date values in: |access-date= (મદદ)
  34. Dahlaquist, Allan (1996). Megasthenes and Indian Religion. Motilal Banarsidass Publ. પૃષ્ઠ 85. ISBN 9788120813236. મેળવેલ 11 अक्तूबर 2016. Check date values in: |access-date= (મદદ)
  35. "The Glory that was Gūrjaradeśa, Volume 2". Bharatiya Vidya Bhavan, 1943. પૃષ્ઠ 136. મેળવેલ 8 Nov 2006.
  36. Association of Population Geographers of India (1988). "Population Geography: A Journal of the Association of Population Geographers of India, Volume 10, Issues 1-2". The Association Original : the University of California. પૃષ્ઠ 5. મેળવેલ 21 June 2017.
  37. Yadava, S. D. S. (2006). Followers of Krishna: Yadavas of India. Lancer Publishers. પૃષ્ઠ 18. ISBN 9788170622161. મેળવેલ 2012-12-03.