ધારશીભાઈ ખાનપુરા
ધારશીભાઈ લાખાભાઈ ખાનપુરા (મૃત્યુ ૩ નવેમ્બર ૨૦૨૦) એ ગુજરાતના રાજકારણી હતા.
જીવનચરિત્ર
ફેરફાર કરોધારશીભાઈ ખાનપુરા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડા ગામના વતની હતા.[૧] તેમણે ધોરણ ૪ સુધી અભ્યાસ કર્યો હતો.[૨]
ધારશીભાઈએ ચાર વખત કાંકરેજ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ પ્રથમ વખત ૧૯૯૦માં જનતા દળના સભ્ય તરીકે વિધાનસભામાં ચૂંટાયા હતા ત્યારબાદ ૧૯૯૫, ૨૦૦૨ અને ૨૦૧૨ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૨ની ચૂંટણીમાં તેઓ માત્ર ૬૦૦ મતોની સરસાઇથી જીત્યા હતા.[૧]
ધારશીભાઈને કોવિડ-૧૯ થયો હતો અને તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા. ૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ તેમનું ૮૦ વર્ષની વયે અવસાન થયું હતું.[૧][૩][૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાનું કોરોનાથી થયું અવસાન ? પ્રધાનમંત્રી મોદીએ શું કર્યું ટ્વિટ, જાણો વિગતે". ABP Asmita. 2020-11-03. મૂળ સંગ્રહિત માંથી 2020-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-04.
- ↑ "Khanpura Dharshibhai Lakhabhai (Indian National Congress (INC)): Constituency- KANKREJ (BANASKANTHA)". myneta.info. મૂળ સંગ્રહિત માંથી 2013-01-23 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-04.
- ↑ Nirav (2020-11-03). "કાંકરેજના પુર્વ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરાનુ આકસ્મીક અવશાન, પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ". Garvi Takat. મૂળ સંગ્રહિત માંથી 2020-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-04.
- ↑ "કોરોનાથી નિધન:કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને પીઢ કોંગ્રેસી નેતા ધારસી ખાનપુરાનું કોરોનાના કારણે નિધન, મોદી અને રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી". Divya Bhaskar. 2020-11-03. મેળવેલ 2020-11-04.