ઉશનસ્
નટવરલાલ પંડ્યા, જેઓ તેમના ઉપનામ ઉશનસ્ થી વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ હતા.
ઉશનસ્ | |
---|---|
જન્મ | નટવરલાલ કુબેરદાસ પંડ્યા 28 September 1920 સાવલી, વડોદરા, ગુજરાત, ભારત |
મૃત્યુ | 6 November 2011 વલસાડ, ગુજરાત | (ઉંમર 91)
વ્યવસાય | કવિ |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ વડોદરા નજીક આવેલા સાવલી ગામમાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું શિક્ષણ મહેસાણા, સિદ્ધપુર, સાવલી અને ડભોઇમાં થયું. તેમણે ૧૯૪૨માં સંસ્કૃતમાં બી.એ. અને ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી[૧][૨] તેમણે રોઝરી હાઇસ્કૂલ અને ગરડા કોલેજ, નવસારી તેમજ જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમણે ૧૯૭૯માં ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી.[૧][૨] ૧૯૯૧ થી ૧૯૯૩ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.
તેમનું અવસાન ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડ, ગુજરાતમાં થયું હતું.[૧][૨]
સર્જન
ફેરફાર કરો૧૯૫૫માંં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રસૂન પ્રકાશિત થયો હતો. તેમનાં અન્ય સંગ્રહોમાં નેપ્થ્યે (૧૯૫૬), આદ્રા (૧૯૫૯), મનોમુદ્રા (૧૯૬૦), તૃણનો ગ્રહ (૧૯૬૪),[૩] સ્પંદ અને છંદ (૧૯૬૮), કિંકિણી (૧૯૭૧), ભારતદર્શન (૧૯૭૪), અશ્વત્થ (૧૯૭૫), રૂપના લય (૧૯૭૬), વ્યાકુલ વૈષ્ણવ (૧૯૭૭), પૃથ્વીને પશ્ચિમ ચહેરે (૧૯૭૯) અને શિશુલોક (૧૯૮૪)નો સમાવેશ થાય છે. વાલાવી, બા આવી અને સદમાતાનો ખાંચો તેમના વાર્તા અને કવિતા સંપાદનો છે. તેમણે પંતુજી, દોશીની વહુ અને તૃણનો ગ્રહ નાટકો પણ લખ્યાં છે.[૧][૨]
પુરસ્કાર
ફેરફાર કરોતેમને ૧૯૫૯માં કુમાર ચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ગુજરાત ગૌરવ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. ૧૯૭૨માં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને પ્રાપ્ત થયો હતો. તેમના કાવ્ય સંગ્રહ અશ્વત્થ માટે તેમને ૧૯૭૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૧][૨]
તેમના સન્માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર દર બે વર્ષે કવિઓને અપાય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Gujarati Poet Natvarlal Pandya 'Ushnas' passes away". DeshGujarat. ૬ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૪.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Poet Ushnas passes away". સુરત: The Times of India. ૭ નવેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૪.
- ↑ Kuśa Satyendra (૧ જાન્યુઆરી ૨૦૦૦). Dictionary of Hindu Literature. Sarup & Sons. પૃષ્ઠ ૧૫. ISBN 978-81-7625-159-4.