નમિતા કપૂર

ભારતીય અભિનેત્રી

નમિતા કપૂર (દક્ષિણ ભારતમાં 'નમિથા' પણ ઉચ્ચારાય છે)નો જન્મ મે ૧૦,૧૯૮૧ ના રોજ સુરત,ગુજરાતમાં પંજાબી કુટુંબમાં થયેલો. તે અભિનેત્રી છે,જેમણે હિન્દી,તમિલ,તેલુગુ,કન્નડ,મલયાલમ અને અંગ્રેજી ભાષાનાં ચલચિત્રોમાં કામ કર્યું છે.

નમિતા કપૂર
Namitha5.jpg
જન્મ૧૦ મે ૧૯૮૧ Edit this on Wikidata
સુરત Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata

વિગતફેરફાર કરો

તેણી તેમનાં કુટુંબની એકમાત્ર પૂત્રી છે, તેમના પિતાજી વ્યવસાય કરે છે અને માતા ગૃહિણી છે. નમિતાએ અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેણીએ ૧૯૯૮માં "મિસ સુરત"નો ખિતાબ જીત્યો હતો, ત્યાર બાદ ઇ. સ. ૨૦૦૧માં મિસ ઇન્ડીયા હરીફાઇમાં ભાગ લીધો હતો જેમાં તેણીએ ચતુર્થ રનર અપનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં સેલિના જેટલીએ મિસ ઇન્ડીયાનો ખિતાબ પ્રાપ્ત કરેલ.

તેણીએ ઘણી ટેલિવિઝન જાહેરાતોમાં પણ કામ કર્યું, જેમાં 'હીમાની ક્રિમ','માણિકચંદ ગુટખા','નાઇલ શેમ્પૂ' વગેરે સામેલ છે. તેણીનું જાજરમાન વ્યક્તિત્વ લોકોને આકર્ષે છે, ગુગલ સર્ચ પર તેણી વધુમાં વધુ શોધાતી દક્ષિણ ભારતીય અભિનેત્રી છે, જેમને ૬ કરોડ કરતાં પણ વધુ 'હીટ' મળેલ છે.

ચલચિત્રોની યાદીફેરફાર કરો

  • ૨૦૦૫ - 'લવ કે ચક્કર મેં' (હિન્દી)

બાહ્ય કડીઓફેરફાર કરો