પત્રાપસર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પત્રાપસર ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ જુનાગઢથી ૧૭ કિ.મી.નાં અંતરે ઉત્તર-પૂર્વ દિશામાં મજેવડી ગામથી ૫ કિ.મી.નાં અંતરે આવેલું છે. અહીંથી થોડે દુર ઉબેણ નદી, સોનરખ નદી અને લોલ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. ગામમાં મુખ્યત્વે સોરઠીયા આહિર લોકોની વસ્તી છે.

પત્રાપસર
—  ગામ  —
પત્રાપસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°34′45″N 70°22′42″E / 21.579141°N 70.378214°E / 21.579141; 70.378214
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
સરપંચ શ્રી પૂછડિયા દેવાયતભાઈ નારણભાઈ
વસ્તી ૧,૭૨૧ (2011)
લિંગ પ્રમાણ ૯૦૭ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • 362011
    વાહન • GJ-11

અહીં પ્રાચીન હનુમાન મંદિર, સ્વામિનારાયણ મંદિર આવેલા છે.

ચિત્ર ગેલેરી ફેરફાર કરો

જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન