મજેવડી

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મજેવડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. મજેવડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ ઉબેણ નદીને કિનારે વસેલું છે.

મજેવડી
—  ગામ  —
મજેવડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°36′22″N 70°24′23″E / 21.606066°N 70.406291°E / 21.606066; 70.406291
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
વસ્તી ૫,૯૦૧[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨૦૧૧
    વાહન • GJ-11

અહીં પ્રસિધ્ધ દેવતણખીની જગ્યા આવેલી છે, જ્યાં દર વર્ષે અષાઢી બીજનો મેળો ભરાય છે. જાગનાથ મહાદેવ મંદિર અહીં આવેલું છે. આ ઉપરાંત જુનાગઢના ઇતિહાસના અમર પાત્ર રાણકદેવી પણ આ ગામના હતા.[સંદર્ભ આપો]

અહી અતુલ કાસ્ટિંગનુ કારખાનું આવેલું છે.

  1. "Majevdi Population - Junagadh, Gujarat". મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૬.
જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન