મુસાનો જન્મ યહૂદી કોમમાં થયો હતો અને તેમનુ પાલન મીસર ના રાજા ફેરોના રાજમહેલમાં થયું હતું. મુસા એક માત્ર એવા પયગંબર છે, જેમને અલ્લાહે રુબરુમાં મુલાકાત આપી વાત કરી. આ વાત તુર પહાડ (કોહે તુર) પર થઇ હતી. મુસા પર મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ આસ્થા ધરાવે છે તથા તેમને પયગંબર માને છે. તૌરાત તેમના પર ધર્મ પુસ્તક તરીકે મોકલવામા આવ્યુ જેનો કુરાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં દશ આજ્ઞાઓ (Ten Commandments) છે જે પયગંબર મુસાને અલ્લાહે તુર પહાડ (કોહે તુર) પર આપી હતી.