પીઠડ અથવા પીઠડ માતા હિંદુ ધર્મના એક દેવી છે. તેમનો જન્મ હાલના જામનગરના હાલાર પંથકમાં ચારણ જ્ઞાતિના સોયાબાટીને ઘરે થયો હતો. તેમની ગણના જોગણી તરીકે થાય છે. માન્યતાઓ પ્રમાણે તે પાર્વતીનો અવતાર હતા.

પીઠડ
શક્તિ અને વિજયના દેવી
અન્ય નામોપીઠડાઈ, પીઠબાઈ, સોયાસુતા
મંત્રૐ શ્રી પીઠડાઈ નમઃ
શસ્ત્રભાલો
પ્રાણીપાડો
પ્રતીકભાલો
દિવસનવરાત્રી, પીઠડ જયંતિ
વર્ણશ્વેત
ગ્રંથોચારણી સાહિત્ય
લિંગસ્ત્રી
ઉત્સવોનવરાત્રી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવવસંતપંચમી (મહા સુદ પાંચમ)
માતા-પિતાસોયાબાટી

ચારણી સાહિત્ય અને લોક કથાઓમાં તેમના અનેક ચમત્કારોની કથાઓ જોવા મળે છે. ગુજરાતનાં ઘણા સ્થાનોમાં તેઓ પૂજાય છે. પીઠડિયા અટક લખાવતા ઘણા પરિવારો સહિત અન્ય કુળોના તેઓ કુળદેવી છે.