પોળોનું જંગલ
પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે.[૧]
પોળોનું જંગલ વિજયનગર જંગલ | |
---|---|
પોળોનું જંગલ | |
Map | |
Geography | |
Location | ગુજરાત, ભારત |
Coordinates | 23°59′06″N 73°16′08″E / 23.9850575°N 73.2687564°E |
Area | 400 square kilometres (99,000 acres) |
Administration | |
Status | રાજ્ય સંરક્ષિત |
Ecology | |
Ecosystem(s) | કાઠિયાવાડ-ગીર સૂકું જંગલ |
WWF Classification | ઇન્ડો-મલયન |
ભૂગોળ
ફેરફાર કરોઆ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી ૭૦ કિમી અને અમદાવાદથી ૧૫૦ કિમીના અંતરે છે.[૨] આ જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોઅભાપુરનુ શક્તિમંદીર
ફેરફાર કરોઆ શિવશક્તિ મંદિર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે. દરવાજાની દિવાલ પર એક શિલાલેખ કોતરેલો છે. જેની ભાષા સ્પષ્ટ થતી નથી. આ મંદિર સૂર્યમંદિર હોવાનું મનાય છે. જોકે અન્ય સૂર્યમંદિરોથી વિરુદ્ધ આ મંદિર પશ્ચિમાભિમુખ છે. મંદિરમાં સૂર્ય ભગવાન, સૂર્યાણી દેવી, ઇંદ્ર- ઇંદ્રાણી, શિવ-પાર્વતી, બ્રહ્મા-બ્રહ્માણી ના શિલ્પો જોવા મળે છે. મધ્યમાં દર્પણકન્યા અને અપ્સરાનાં શિલ્પો આકર્ષણ જમાવે છે.
કલાત્મક છત્રીઓ
ફેરફાર કરોપોળોના પરીસરમાં આવેલી કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે. તેનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે. મોટાભાગની છત્રીઓ જોડી સ્વરૂપે (બેની જોડમાં) જોવા મળે છે. આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીના સમયનું હોવાનુ મનાય છે.
શરણેશ્વર મહાદેવ
ફેરફાર કરોશરણેશ્વર મહાદેવનું મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે. આ મંદિરના સ્થાપક વિષે કોઇ ચોક્કસ માહિતી નથી. મંદિરના ચોક્માં નંદી ચોકી આવેલી છે. મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્મના શિલ્પો કંડારેલાં છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગૂઢ મંડપ, શૃંગાર ચોકી વગેરે આવેલાં છે. મંદિર કુલ ત્રણ માળનું છે. મંદિરનાં બહારના ભાગમાં વેદી પણ છે જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે. મંદિરના સ્તંભો છેક ઉપરથી નીચે સુધી વૃત્તાકાર છે.
રક્ત ચામુંડા
ફેરફાર કરોશરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે. મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે. જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે.
લાખેણાંનાં દેરાં
ફેરફાર કરોદંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે. મંદિરમાં અસંખ્ય થાંભલા છે. જેનુ શિલ્પ સોલંકી કાળનું છે. મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્યમંડપ પણ જોવા મળે છે. જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે. મંદિરમાં ૮૦ થી વધુ સ્તંભો ઊભા કરેલાં છે.
સદેવંત સાવળિંગાના દેરાં
ફેરફાર કરોઆ મંદિરની સાથે સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકથા જોડાયેલી છે. આ દેરાંનાં સ્તંભોની કુંભીઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે. નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે. કેટલીક જગ્યાએ નીચેથી ઊગી નીકળેલાં વૃક્ષોએ લગભગ મંદિર ઊંચકી લીધું હોય તેમ જણાય છે.
પ્રવાસન
ફેરફાર કરોગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પોળો ફેસ્ટિવલનું આયોજન થાય છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ પોળો: પર્યટનનું પ્રાકૃતિક ધામ- કુદરતની નયનરમ્ય કવિતા, વિજ્ઞાપન પત્રિકા, કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ, સાબરકાંઠા.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-09-07 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-30.
- ↑ "Polo Monument and Vijaynagar Forest". Gujarat Tourism (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-01.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતટુરિઝમ.કોમ પર પોળો સંગ્રહિત ૨૦૧૫-૦૭-૧૧ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |