પ્રમબનન
પ્રમબનન (પરબ્રહ્મન્ નું અપભ્રંશ) જાવામાં આવેલું એક વિશાળ પ્રાચિન હિન્દુ મંદિર છે જેનું નિર્માણ ઇ.સ. ૮૫૦નાં અરસામાં સંજય વંશના રાજમાં થયું હશે તેમ માનવામાં આવે છે.
પ્રમબનન મંદિર | |
---|---|
ꦫꦫꦗꦺꦴꦁꦒꦿꦁ | |
પ્રમબનન મંદિર સંકુલ | |
ધર્મ | |
જોડાણ | હિન્દુ |
પ્રાંત | યોગ્યકર્તા |
દેવી-દેવતા | ત્રિમુર્તિ |
સ્થાન | |
સ્થાન | યોગ્યકર્તા, જાવા |
દેશ | ઈંડોનેશિયા |
અક્ષાંશ-રેખાંશ | 7°45′8″S 110°29′30″E / 7.75222°S 110.49167°ECoordinates: 7°45′8″S 110°29′30″E / 7.75222°S 110.49167°E |
સ્થાપત્ય | |
સ્થપતિ(ઓ) | રૈતંગ પિકતેન |
સ્થાપત્ય શૈલી | ઇંડોનેશિયા શૈલી |
સ્થાપક | સંજય રાજવંશ |
પૂર્ણ તારીખ | ઇ.સ. ૮૫૦ |
આ મંદિર સંકુલમાં ત્રણ મુખ્ય મંદિરો છે, શિવ, વિષ્ણુ અને બ્રહ્માનું મંદિર. શિવ મંદિરમાં ત્રણ મુર્તિઓ છે - દુર્ગા, ગણેશ અને અગસ્ત્યની. આ ઉપરાંત શિવ, બ્રહ્મા અને વિષ્ણુનાં વાહનો અનુક્રમે નંદી, હંસ અને ગરુડનાં પણ મંદિરો છે.
દુર્ગાની મૂર્તિને લોરો જોંગરંગ (પાતળી કુમારીકા) તરીકે પણ ઓળખે છે અને આ મંદિર દુર્ગાનાં આ નામ લોરો જોંગરંગ થી પણ પ્રખ્યાત છે. લાંબા અરસાથી આ મંદિર ખંડેરની જેમ પડ્યું રહ્યું હતું, જેનાં પુનરોદ્ધારનં કાર્ય ઇ.સ. ૧૯૧૮માં શરૂં થયું હતું અને મુખ્ય મંદિરો ઇ.સ. ૧૯૫૩માં દર્શન માટે ખુલા મુકવામાં આવ્યાં હતાં. ૨૦૦૬માં આવેલાં ધરતીકંપમાં મંદિરને ખાસ્સું નુકશાન થયું છે, જેની મરમ્મતનું કાર્ય હજું ચાલું છે.
પ્રમબનન યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ (UNESCO World Heritage Site)ની યાદીમાં છે અને એક લોકપ્રિય પર્યટન તથા તીર્થસ્થાન પણ છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અધિકૃત વેબ સાઇટ સંગ્રહિત ૨૦૦૬-૦૫-૧૨ ના રોજ વેબેક મશિન
- unesco.org વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં
- પ્રમબનનની યાત્રા સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૩ ના રોજ વેબેક મશિન
- યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળની વેબ સાઇટમાં આ સ્થળનું 360° ચિત્ર સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |