પ્રવીણ પંડ્યા

ગુજરાતી ભાષાના કવિ, અને નાટ્યલેખક

પ્રવીણ પંડ્યા (૧૬ ફેબ્રુઆરી ૧૯૫૭) એ ગુજરાતી ભાષાના કવિ, લેખક અને નાટ્યલેખક છે. તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનોમાં અજવાસનાં મત્સ્ય (૧૯૯૪), ઈન્ડિયા લોજ (૨૦૦૩), હાથીરાજા અને બીજા નાટકો (૨૦૦૪) અને બરડાના ડુંગર (૨૦૦૪) મુખ્ય છે. રંગમંચ પરની સક્રિયતા તેમજ હિન્દી કવિ સમશેર બહાદુરના નાટકીય રુપાંતરો એ તેમના ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વના પ્રદાન છે.[] બરડાના ડુંગર પુસ્તક માટે તેમને ૨૦૦૮-૦૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યું હતું.[]

પ્રવીણ પંડ્યા
પ્રવીણ પંડ્યા ગુજરાતી સાહિત્ય પરિષદમાં, (૨૦૧૬)
પ્રવીણ પંડ્યા ગુજરાતી સાહિત્ય પરિષદમાં, (૨૦૧૬)
જન્મનું નામ
પ્રવીણ જગજીવનદાસ પંડ્યા
જન્મપ્રવીણ જગજીવનદાસ પંડ્યા
(1957-02-16) February 16, 1957 (ઉંમર 67)
ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત
વ્યવસાયકવિ, લેખક, નાટ્યલેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણસ્નાતક (બી.એ.)
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
સમયગાળોઅનુઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારોનાટક, અચ્છાંદસ કવિતા
નોંધપાત્ર સર્જનો
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો૧૯૭૫ - વર્તમાન
સહી

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

પ્રવીણભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે જગજીવનદાસ અને મંગલાબેનને ત્યાં થયો હતો. તેમણે ધ્રાંગધ્રાની કે.એમ. બોયઝ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ૧૯૮૯માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી નાટ્યશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી હતી. ૧૯૯૧માં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ પૂર્ણ કર્યું. તેઓ હાલ અમદાવાદ ખાતે રહે છે.[][]

કારકિર્દી

ફેરફાર કરો

તેઓ ૨૦૧૪થી સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ખાતે ગુજરાતી સલાહકાર બોર્ડના સભ્ય છે.[]

સાહિત્યસર્જન

ફેરફાર કરો

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ અજવાસનાં મત્સ્ય ૧૯૯૪માં પ્રકાશિત થયો હતો. ત્યારબાદ બરડા ના ડુંગર (૨૦૦૯) અને આ કૌરવ પાંડવના સમયમાં (૨૦૧૪) નામના કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા હતા.

તેમની કવિતાઓમાં સામાજિક છબી અને રાજકીય વિચારો પ્રતિબિંબિત થયેલા છે. "હાથીરાજા અને બીજા નાટકો" (૨૦૦૪) અને "ઇન્ડિયા લોજ" (૨૦૦૪) તેમના નાટ્યસંગ્રહો છે. તેમણે પ્રેમાનંદના નાટક 'સુદામાચરિત્ર'ને "પછી સુદામાજી બોલિયા" તરીકે રૂપાંતરીત કર્યું હતું, જે કુમાર (સામયિક)માં (એપ્રિલ ૨૦૧૬) પ્રકાશિત થયું હતું. તેમણે હિન્દી કવિ શમશેર બહાદુર સિંહની કૃતિઓને પણ ગુજરાતી નાટકોમાં રૂપાંતરીત કરી છે.[][]

પુરસ્કાર

ફેરફાર કરો

"કવિલોક"માં પ્રકાશિત તેમની કવિતા 'વ્યથા ચક્ર કવિતા'ને ૧૯૯૨માં બલવંતરાય ઠાકોર પુરસ્કાર મળ્યો હતો. તેમને તેમના કાવ્ય સંગ્રહ અજવાસના મત્સ્ય (૧૯૯૪) માટે ઉશનસ્ પુરસ્કાર તથા બરડાના ડુંગર (૨૦૦૯) માટે વર્ષ ૨૦૦૮-૦૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મેળવ્યું હતું.

તેમના નાટક 'બેગમ હજરત'નું ભારતની બાવીસ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે અને ૨૦૧૩માં પ્રસાર ભારતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. ૨૦૦૮માં તેમને તેમના નાટ્યસંગ્રહ 'ઇન્ડિયા લોજ' માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર (૨૦૦૪) મળ્યો હતો. નવેમ્બર ૨૦૧૫માં તેમણે જાહેર કર્યું હતું કે તેઓ એવોર્ડ અને પૈસા પરત કરશે.[][]

  1. ૧.૦ ૧.૧ "Samanvay Indian Languages Festival". ILF Samanvay 2015. મૂળ માંથી 2015-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-19.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ પરીખ, ધીરુ (February 2014). "નવ્ય કવિ: નવ્ય કવિતા (કવિ પરિચય)". કવિલોક. અમદાવાદ: કુમાર ટ્રસ્ટ.
  3. Shukla, Kirit (2008). Gujarati Sahityakar Parichaykosh. Ahmedabad: Gujarat Sahitya Akademi. પૃષ્ઠ 388. ISBN 9789383317028.
  4. "Members of Advisory Boards (Gujarati) ::." ..:: Welcome to Sahitya Akademi. મૂળ માંથી 2015-11-22 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-19.
  5. "Writer returns award to Gujarat Sahitya Parishad". The Times of India. 2015-11-01. મેળવેલ 2016-04-19.