ફારસી નૃત્ય અથવા ઈરાની નૃત્ય (ફારસી:رقص ایرانی રક્સ-એ ઇરાની) ઈરાનની સ્વદેશી નૃત્ય શૈલીઓને સંદર્ભિત કરે છે. ફારસી નૃત્યમાં અદ્યતન દરબારી નૃત્યો અને ઊર્જાસભર લોક નૃત્યોનો સમાવેશ થાય છે.[૧] ઈરાન દેશની અલ્પસંખ્યક વસ્તીમાં કુર્દિશ, અઝરબૈજાની, તુર્કમેન, યહૂદીઓ, આર્મેનિયન, જ્યોર્જિયન લોકો શામિલ છે અને ફારસી નૃત્ય પર આ લોકોની સંસ્કૃતિઓની ઘણી અસર દેખાય છે. નૃત્ય માટે ફારસી ભાષાનો શબ્દ રક્સ કે રેક્સ છે અને આ શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે.

એક સમારોહમાં બે ફારસી નૃત્યાંગનાઓનું ચિત્ર

સંદર્ભો ફેરફાર કરો

  1. Gray, Laurel Victoria (2007). "A Brief Introduction to Persian Dance". Laurel Victoria Gray, Central Asian, Persian, Turkic, Arabian and Silk Road Dance Culture. મેળવેલ July 14, 2014.