ફિરંગી દેવળ (કળસાર)
ફિરંગી દેવળ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા નજીક કળસાર ગામમાં આવેલું મંદિર અને સ્મારક છે.[૧]
ફિરંગી દેવળ | |
---|---|
ફિરંગી દેવળ | |
ફિરંગી દેવળ | |
અન્ય નામો | દેવળ વસી, કળસારનું મૈત્રક મંદિર |
સામાન્ય માહિતી | |
પ્રકાર | મંદિર |
સ્થાન | કળસાર, મહુવા નજીક, ભાવનગર જિલ્લો, ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°04′18″N 71°32′05″E / 21.0717°N 71.5348°E |
Designations | રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-33) |
ઇતિહાસ
ફેરફાર કરોતેનું બાંધકામ ૭મી સદી દરમિયાન મૈત્રકકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું.[૧][૨] સ્થાનિક લોકોમાં એવું મનાય છે કે આ મંદિરનો ઉપયોગ આક્રમણ સમયે લોકોને કિલ્લામાં પરત ફરવા માટેની ચેતવણી આપવા માટે ધ્વજ ફરકાવવામાં થતો હતો. આ મંદિર સમુદ્રથી ૨ કિમી દૂર છે. આ દાવો ઐતિહાસિક રીતે ચકાસી શકાયો નથી.[૧]
તે રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-33) છે.[૩] હાલમાં તેની જાળવણી યોગ્ય રીતે થતી નથી.[૪] રવિશંકર રાવળ દ્વારા આ મંદિરને ૧૯૪૭-૪૮માં સૂર્ય મંદિર તરીકે ઉલ્લેખવામાં આવ્યું હતું.[૨]
આ મંદિર બિલેશ્વર, વિસાવડા અને સુત્રાપાડાના ઐતિહાસિક મંદિરો સાથે સમાનતા ધરાવે છે.[૫]
સ્થાપત્ય
ફેરફાર કરોમંદિરનો પૂર્વાભિમુખ ભાગ નાના મંડપ સાથે થોડો લંબચોરસ આકારનો છે. આખું માળખું સાદા પાયા પર બંધાયેલું છે. દિવાલો ઉપરના ભાગ સિવાય સરળ બાંધકામ ધરાવે છે, જ્યાં કોતરણી કરેલ પટ્ટીઓ આવેલી છે. મંદિરની ઉપરનું બાંધકામ ત્રણ ભાગમાં બાંધવામાં આવ્યું છે, જે ત્રણેય ભાગ ૪, ૩ અને ૨ ક્રમમાં કોતરણીઓ ધરાવે છે. સૌથી ઉપરનો મુકુટ પથ્થર હયાત નથી જે મુખ્ય શિખર હશે. મંડપ પર પણ શિખર છે, જે એક ઓછો ભાગ ધરાવે છે.[૨] પથ્થરોને જોડવા માટે કોઇ સિમેન્ટ જેવો પદાર્થ વપરાયો નથી.[૫]
આ મંદિરનો ઉપયોગ હવે પૂજા કરવા માટે થતો નથી અને તેમાં કોઇ દેવી-દેવતાની મૂર્તિ નથી. મંદિરના ચૈત્ય જેવા ગુંબજ પરથી એવું જણાય છે કે આ મંદિર કદાચ બૌદ્ધ અથવા બ્રાહ્મણ ધાર્મિક સ્થળ તરીકે વપરાતું હશે.[૧][૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "મહુવા નજીક કળસારમાં છે, મૈત્રક સમયનું ૭મી સદીનું ફિરંગી દેવળ". ગુજરાત સમાચાર. ૨૮ ડિસેમ્બર ૨૦૧૬. મૂળ માંથી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૩૦ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ "Monuments of Bhavnagar district". Sports, Youth and Cultural Activities Department, Government of Gujarat State. ૨૬ ડિસેમ્બર ૨૦૧૬. મૂળ માંથી 2016-12-30 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ "બેદરકારીને લીધે પુરાતન સ્થાપત્યોનું સૌંદર્ય નષ્ટ". Divyabhaskar. ૨૧ ઓક્ટોબર ૨૦૧૧. મૂળ માંથી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૩૦ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ ૫.૦ ૫.૧ Sompura, Kantilal F. (૧૯૬૮). The Structural Temples of Gujarat, Upto 1600 A.D. Gujarat University. પૃષ્ઠ ૯૩.