બાણગંગા નદી (રાજસ્થાન)
બાણગંગા નદી એ ભારત દેશની એક મહત્વની નદી છે. બાણગંગા નદી ઉત્તર ભારતની મહત્વની નદીઓ પૈકીની એક એવી યમુના નદીની ઉપનદી (સહાયક નદી) છે.
ઉદ્ગમ
ફેરફાર કરોઆ નદીનું ઉદ્ગમસ્થાન રાજસ્થાન રાજ્યમાં આવેલા જયપુર શહેર નજીક મૈઙ ગાઁવ બૈરાઠ ખાતે આવેલું છે.
નદીની લંબાઈ
ફેરફાર કરોઆ નદી આશરે ૩૮૦ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે.
સ્ત્રાવ વિસ્તાર
ફેરફાર કરોઆ નદીનો સ્ત્રાવ વિસ્તારમાં રાજસ્થાન રાજ્યના ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જયપુર, દૌસા અને ભરતપુર જિલ્લાઓમાંથી પસાર થઇ આ નદી યમુના નદીમાં ભળી જાય છે.
સંગમ
ફેરફાર કરોઆ નદી આગ્રા જિલ્લામાં આવેલા ફતેહાબાદ ખાતે યમુના નદીમાં મળી જાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |