બાલાછડી બીચ

ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલ એક દરિયાઈ બીચ

નકશો બાલાછડી બીચ (અથવા બાલાચડી બીચ) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલ એક દરિયા કિનારો (બીચ) છે. તે જામનગર શહેરથી ૨૮ કિલોમીટર જેટલા અંતરે બાલાચડી નજીક આવેલ છે. ઓછા જાણીતા આ બીચ પર હાલના સમયમાં ગોલ્ફના મેદાન સાથેનો રિસોર્ટ આવેલો છે.

ઇ.સ. ૧૯૪૨માં પોલેન્ડનું એક વહાણ ૧૨૦૦ બાળકો અને ૨૦ સ્ત્રીઓ સાથે જર્મનોના કબજામાંથી ફરાર થયું હતું. મુંબઈની તત્કાલિન બ્રિટિશ સરકારે તેમને ખોરાક, બળતણ અને પાણી પુરું પાડ્યું હતું, પણ ઉતરવાની અનુમતિ આપી ન હતી. જ્યારે તેઓ કાઠિયાવાડના દરિયાકિનારે પહોંચ્યા, ત્યારે નવાનગર રજવાડાના શાસક જામ દિગ્વિજયસિંહજી જાડેજાએ (જેઓ ઈમ્પીરીઅલ વોર કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય હતા) તેમાંના બાળકોને બેડી બંદરે ઉતાર્યા અને તેમને છ મહિના માટે તંબુમાં રાખ્યા હતા.[૧][૨][૩]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Historical Places". jamnagardp.gujarat.gov.in. મૂળ માંથી 2015-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-03.
  2. "Little Warsaw Of Kathiawar". આઉટલુક સામાયિક (Outlook). ૨૦ ડિસેમ્બર ૨૦૧૦. મેળવેલ ૭ મે ૨૦૧૬.
  3. "Good Maharaja saves Polish children - beautiful story of A Little Poland in India". newdelhi.mfa.gov.pl. ૧૦ નવેમ્બર ૨૦૧૩. મૂળ માંથી 2016-05-16 પર સંગ્રહિત. મેળવેલ ૭ મે ૨૦૧૬.