બેલિઝ
બેલિઝ મધ્ય અમેરિકાના યુકાટન દ્વિપકલ્પમાં આવેલો એક સ્વતંત્ર દેશ છે. બેલિઝની રાજધાની બેલમોપાન છે.
બેલિઝ | |
---|---|
સૂત્ર: Sub umbra floreo (Script error: The function "name_from_code" does not exist.) "Under the shade I flourish" | |
બેલિઝ નું સ્થાન (dark green) in the Americas | |
રાજધાની | બેલ્મોપન 17°15′N 88°46′W / 17.250°N 88.767°W |
સૌથી મોટું શહેર | બેલિઝ સિટી 17°29′N 88°11′W / 17.483°N 88.183°W |
Official language and national language | English |
Regional and minority languages | |
વંશીય જૂથો (2010)સંદર્ભ ત્રુટિ: <ref> ટેગને બંધ કરતું </ref> ખૂટે છે | |
વસ્તી | |
• 2010 વસ્તી ગણતરી | 324,528[૨] |
• ગીચતા | 17.79/km2 (46.1/sq mi) (169th) |
GDP (PPP) | 2019 અંદાજીત |
• કુલ | $3.484 billion[૩] (177th) |
• Per capita | $9,576[૩] (133rd) |
GDP (nominal) | 2019 અંદાજીત |
• કુલ | $1.987 billion[૩] |
• Per capita | $4,890[૩] |
જીની (2013) | 53.1[૪] high · 10th |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.716[૫] high · 110th |
ચલણ | બેલિઝ ડોલર (BZD) |
સમય વિસ્તાર | UTC-6 (CST (GMT-6)[૬]) |
તારીખ બંધારણ | dd/mm/yyyy |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | +501 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .bz |
ઇતિહાસ
ફેરફાર કરોઈ.પુર્વે ૧૫૦૦ થી ઈ.સ ૩૦૦ સુધી બેલિઝમાં મય સંસ્ક્રુતીનો વિકાસ થયો હતો જે ઈ.સ ૧૦૦૦ની સાલ સુધી પ્રવર્તમાન હતી. કોલમ્બસના આગમન પછી સ્પેનિશ લોકોએ અહીં પોતાની માલિકીનો દાવો કર્યો હતો પરંતુ કબજો જમાવ્યો ન હતો. ઈ.સ ૧૬૬૮માં બ્રિટિશરોએ અહીં પોતાની વસાહત સ્થાપીને તેને પોતાનુ સંસ્થાન બનાવ્યુ હતુ જે ઇ.સ ૧૮૬૨ માં નામ બદલીને બ્રિટિશ હોન્ડુરાસ રાખ્યુ હતું. ૧૯૭૩થી તેનુ નામ બદલીને બેલિઝ તરીકે ઓળખાય છે. ૨૧મી સપ્ટેમ્બર ૧૯૮૧ ના રોજ બેલિઝે બ્રિટનના આધીપત્યમાંથી મુક્ત થઈને પૂર્ણ સ્વરાજ મેળ્વ્યુ હતું.
ભૂગોળ
ફેરફાર કરોબેલિઝની ઉત્તરે મેક્સિકો, પષ્ચિમે અને દક્ષીણે ગ્વાટેમાલા, પૂર્વમા કેરેબિયન સાગર અને અગ્નિ ખુણે હોન્ડુરાસનો અખાત આવેલો છે. તેનો કુલ વિસ્તાર ૨૨,૯૭૦ ચોરસ કિ.મી જેટલો છે. બેલિઝનો ઉત્તર્ ભાગ દરિયાઈ મેદાનો અને દક્ષિણ ભાગ મય પર્વતોનો બનેલો છે. બેલિઝની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે પરંતુ દરિયા કિનારાની નજીક હોવાને કારણે તાપમાન ૨૦ ડિગ્રી થી ૨૭ ડિગ્રીની વચ્ચે રહે છે. દેશના ઉત્તર ભાગમાં વાર્ષીક ૧૩૦૦ મિ.મિ અને દક્ષીણ ભાગમા ૪૫૦૦ મિ. મિ જેટલો વરસે છે. વરસોવરસ આવતા હરીકેન પ્રકારના વાવાઝોડા અહીં આર્થીક રીતે ખુબજ નુકશાન કરે છે.
ઉદ્યોગ
ફેરફાર કરોબેલિઝનાં અર્થતંત્રનો મુખ્ય આધાર અન્ય કેરેબિયન દેશોની જેમ પ્રવાસન ઉદ્યોગનો છે. આ ઉપરાંત કેળા, મકાઈ, ફણસ, સંતરા,પપૈયા,ચોખા અને શેરડીનો પણ પાક લેવાય્ છે. વિશાળ દરિયા કાંઠાને લીધે મત્સ્ય ઉદ્યોગ અને તેના આનુસંગીક ઉદ્યોગોનો પણ વિકાસ થયેલ છે.
વસ્તિવીષયક
ફેરફાર કરોદેશની અર્ધા ઉપરાંત વસ્તી સ્પેનિશ મૂળ અને સ્થાનીક મય લોકોના મિશ્રણથી બનેલી મેસ્ટીઝોની છે. આ ઉપરાંત આફ્રિકન અને યુરોપીય મૂળની મિશ્રણએવી ક્રિયોલ લોકોની પણ ઘણી વસ્તી છે.અંગ્રેજી દેશની સત્તાવાર ભાષા છે પણ ક્રિયોલ ભાષાનો ઉપયોગ લોકોમા વધારે પ્રચલીત છે. બેલિઝની મોટા ભાગની પ્રજા રોમન કેથોલીક અને પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓની બનેલી છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Belize Population and Housing Census 2010: Country Report" (PDF). Statistical Institute of Belize. 2013. મૂળ (PDF) માંથી 2018-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-19.
- ↑ "Belize Population and Housing Census 2010: Country Report" (PDF). Statistical Institute of Belize. 2013. મૂળ (PDF) માંથી 27 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 11 December 2014.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Belize". International Monetary Fund.
- ↑ "Income Gini coefficient". United Nations Development Programme. મૂળ માંથી 2 July 2015 પર સંગ્રહિત. મેળવેલ 7 July 2019.
- ↑ Human Development Report 2020 The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 December 2020. પૃષ્ઠ 343–346. ISBN 978-92-1-126442-5. મેળવેલ 16 December 2020.
- ↑ Belize (11 March 1947). "Definition of Time Act" (PDF). મૂળ (PDF) માંથી 9 ઑક્ટોબર 2022 પર સંગ્રહિત. મેળવેલ 11 September 2020. Check date values in:
|archive-date=
(મદદ) Unusually, the legislation states that standard time is six hours later than Greenwich mean time.