બ્રહ્મા વાવ

ખેડબ્રહ્મા, ગુજરાતમાં આવેલી વાવ

બ્રહ્મા વાવ ખેડબ્રહ્મા, ગુજરાત, ભારતમાં આવેલી એક વાવ છે. તેનું બાંધકામ ૧૪મી સદીમાં થયું હતું.

બ્રહ્મા વાવ
બ્રહ્મા વાવ, બહારની બાજુથી
નકશો
સામાન્ય માહિતી
પ્રકારવાવ
સ્થાપત્ય શૈલીભારતીય સ્થાપત્ય
સ્થાનબ્રહ્માજી ચોક
નગર અથવા શહેરખેડબ્રહ્મા, ગુજરાત
દેશભારત
અક્ષાંશ-રેખાંશ24°02′19″N 73°02′53″E / 24.0386°N 73.0481°E / 24.0386; 73.0481
પૂર્ણ૧૪મી સદી
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક
DesignationsASI રાજ્ય સંરક્ષિત સ્મારક ક્રમાંક S-GJ-326

ઇતિહાસ ફેરફાર કરો

આ વાવ બ્રહ્મા મંદિરની સામે આવેલી છે. વાવમાં લઘુ મંદિરોના શિલ્પોના આધારે, તે ૧૪મી સદીની જણાય છે. વાવમાં તેની ખાતરી કરવા માટે કોઈ શિલાલેખ નથી.[૧]

સંવત ૧૮૦૦ની આસપાસ ઇડરના મહારાજા શિવસિંહજી સામે યુદ્ધમાં મૃત્યુ પામેલા ગામના ધાબી દ્વારપાળોને સમર્પિત કેટલાક પાળિયાઓ છે. તેમના પરના શિલાલેખો જીર્ણ થઈ ગયા છે.[૨]

હુમદ દિગંબર જૈનો અને ખેડાવલ બ્રાહ્મણો વાવને પવિત્ર માને છે અને તેમાં તેઓ કુળદેવતાઓની પૂજા કરતા હતા.[૩][૨]

સ્થાપત્ય ફેરફાર કરો

વાવ ભૂખરા ગ્રેનાઈટ પથ્થરોથી બાંધવામાં આવી છે. તે પૂર્વ-પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે; જેમાં પ્રવેશદ્વાર પૂર્વમાં અને કૂવો પશ્ચિમમાં છે. તે 38.10 metres (125.0 ft) લાંબી; 30 metres (98 ft) લાંબા પગથિયાઓની પરસાળ અને 8.10 metres (26.6 ft) વ્યાસનો કૂવો ધરાવે છે. કૂવા તરફ નીચે જતાં પગથિયાઓ સાંકડા થતા જાય છે. તેમાં ચાર કુટ (મંડપ) છે જ્યાં ચોથો મંડપ કૂવા સાથે જોડાયેલ છે. પ્રવેશદ્વારમાં તેની પહોળાઈ 8.50 metres (27.9 ft) (પેરાપેટ દિવાલ સહિત) અને 6.60 metres (21.7 ft) (પેરાપેટ દિવાલ વિના) છે, જે બીજા કુટમાં ઘટીને 5.4 metres (18 ft) અને ત્રીજા કુટમાં 3.90 metres (12.8 ft) થાય છે. વાવની દિવાલમાં સુશોભન તરીકે લઘુ મંદિરોની હરોળ હતી, જે સૂચવે છે કે તે ૧૪મી સદીમાં બાંધવામાં આવી હતી. તે મંદિર જેવો દેખાવ ધરાવે છે અને ગોખલાઓ ધરાવે છે. તેમાં રહેલા ૨૭ ગોખલામાં હવે કોઇ મૂર્તિઓ નથી. જાળવણીના અભાવે તે હવે જીર્ણ સ્થિતિમાં છે.[૧]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. પૃષ્ઠ 23, 53. ISBN 978-0-391-02284-3.
  2. ૨.૦ ૨.૧ Shastri, Ganpatishankar (1935). Puratan Brahma Kshetra Prachin Arvachin Itihas [Ancient Brahma Kshetra: Ancient and Modern History]. Idar: Idar State. પૃષ્ઠ 3, 9.
  3. Shukla, Rakesh (24 June 2014). "ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-ખેડબ્રહ્માની વાવ". gujarati.oneindia.com. મેળવેલ 20 November 2016.