ભરતસિંહ ડાભી ગુજરાતના ખેરાલુ મત વિસ્તારના ૧૨મી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય હતા.[]

ભરતસિંહ ડાભી
લોકસભાના સંસદ સભ્ય
પદ પર
Assumed office
૨૩ મે ૨૦૧૯
બેઠકપાટણ
અંગત વિગતો
જન્મ (1955-03-18) 18 March 1955 (ઉંમર 69)
ડભોડા, ગુજરાત, ભારત
નાગરિકતાભારતીય
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
નિવાસસ્થાનખેરાલુ
શિક્ષણબી.એ., એલ.એલ.બી.
ક્ષેત્રખેતી

તેઓ પાટણ લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા.[][] []

રાજકીય જીવન

ફેરફાર કરો

૧૮ માર્ચ ૧૯૫૫માં જન્મેલ ખેરાલુના ધારાસભ્ય અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ટીકીટ આપી. આ બેઠક પર ઠાકોર સમાજના ક્દવાર નેતા લીલાધર વાઘેલાની ટીકીટ કાપીને ભરતસિંહને ટીકીટ પક્ષ દ્વારા અપાઈ. તેઓના રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ ૧૯૮૫ના વર્ષમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. ૨૦૦૨ના વર્ષમાં ભરતસિંહ ડાભીએ મહેસાણા જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા પછી ૨૦ મુદ્દા અમલીકરણના ચેરમેન બન્યા હતા.

ભરતસિંહ ડાભી ૨૦૦૭ની સૌ પ્રથમ વિધાનસભાની ચુંટણી લડીને જીત મેળવી હતી. ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા અને ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં સતત ત્રીજી વખત ચુંટાઈ આવ્યા હતા.

પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભરતસિંહ ડાભીએ ૪.૮૬ કરોડની સંપતિ જાહેર કરેલ છે. તેઓએ બી.એ. એલ.એલ.બી ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી પર ગુનાહિત કેસ એક પણ થયેલ નથી.

  1. "TWELFTH GUJARAT LEGISLATIVE ASSEMBLY". gujaratassembly.gov.in. મૂળ માંથી 26 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 May 2012.
  2. "Patan (Gujarat) Elections Results 2019 LIVE: Constituency Details, List of Candidates, Last Winner and more". NDTV.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-20.
  3. "લોકસભા સામાન્ય ચૂંટણીઓ, ૨૦૧૯ તથા વિધાનસભા પેટા ચૂંટણીઓ, ૨૦૧૯". pib.gov.in. મેળવેલ 2020-04-20.
  4. "Bharatsinhji Shankarji Dabhi | National Portal of India". www.india.gov.in. મેળવેલ 2020-04-20.