ભાવનગર-ધોળા રેલ્વે લાઇન એ ભાવનગર રાજ્યની ભાવનગર સ્ટેટ રેલ્વે દ્વારા ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના ભાગરૂપે બનાવવામાં આવેલી રેલ્વે લાઇન છે.
ભાવનગર-ધોળા જંકશન વિભાગ
|
|
૦
|
ભાવનગર ટર્મીનસ
|
|
૧
|
ગઢેચીનું નાળું
|
|
૩
|
ભાવનગર પરા (ભાવનગર શહેર)
|
|
૭
|
ચિત્રાનું નાળું
|
|
૮
|
નારી રોડ
|
|
|
ઘોલેરા રોડ - ઓવરબ્રિજ
|
|
૧૦
|
વરતેજ
|
|
|
માલેશ્રી નદી
|
|
|
વલ્લભીપુર રોડ - લેવલ ક્રોસીંગ
|
|
૧૬
|
ખોડીયાર મંદિર
|
|
|
ખારી નદી
|
|
|
ખાખરીયા રોડ - લેવલ ક્રોસીંગ
|
|
|
નેસડા રોડ - લેવલ ક્રોસીંગ
|
|
|
ઘાંધળી રોડ - લેવલ ક્રોસીંગ
|
|
૨૧
|
સિહોર જંકશન
|
|
|
ગૌતમી નદી
|
|
|
પાલીતાણા બાજુ
|
|
|
મોટા સૂરકા રેલ્વે સ્ટેશન
|
|
|
કરકોલીયાનું નાળુ
|
|
|
સોનપરી નદી
|
|
૨૮
|
સોનગઢ
|
|
૩૪
|
બજુડ
|
|
|
આંબલા - બજુડ રોડ - લેવલ ક્રોસીંગ
|
|
૩૯
|
સણોસરા
|
|
|
સણોસરી નદી
|
|
|
રંઘોળી નદી
|
|
|
ધોળા - વલ્લભીપુર રોડ - લેવલ ક્રોસીંગ
|
|
૪૯
|
ધોળા
|
|
|
|
|
આ ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના સર્વેક્ષણ અને બાંધકામના આદેશો અનુક્રમે ૧૧ માર્ચ ૧૮૭૮ અને ૧૯ માર્ચ ૧૮૭૯ ના દિવસોએ બહાર પડાયા હતા.[૧] આ રેલ્વે-લાઇનના બાંધકામ માટે ભાવનગર અને ગોંડલ રાજ્યો દ્વારા બ્રિટીશ સરકારને ઠેકો આપવામાં આવ્યો હતો અને કામની દેખરેખનું કામ એક સમિતિ કરતી હતી.[૧] ઉત્તર દિશાના ભાવનગરથી વઢવાણ વાયા ધોળા વિભાગ અને પશ્ચિમ દિશાના ધોળાથી ઢસા વિભાગના બાંધકામનો ખર્ચ ભાવનગર રાજ્ય દ્વારા અને ઢસાથી ધોરાજી સુધીના બાંધકામનો ખર્ચ ગોંડલ રાજ્ય દ્વારા ભોગવવામાં આવ્યો હતો.[૧] જ્યારે બાંધકામ થયું ત્યારે આ મીટર-ગેજ સેવા હતી. જેને ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગમાં સમાવેશ કરવામાં હતી. હાલમાં આ લાઇનનું ગેજ-પરિવર્તન થઇ ચુક્યું હોવાથી હાલમાં આ લાઇન બ્રોડ-ગેજ લાઇન તરીકે સેવા આપે છે. ભાવનગર-ધોળા રેલ્વે લાઇન ભાવનગર ટર્મીનસથી શરૂ થઇ ૪૯ કિલોમીટરનું અંતર કાપીને ધોળા જંકશન પર પુરી થાય છે. જેમાં વચ્ચે સિહોર પાસેથી પાલીતાણા જતો ફાંટો અલગ પડે છે.
- ભાવનગર શહેરના ગઢેચી વિસ્તારમાં રેલ્વેને લગતા શિક્ષણ માટે એક અનુદાન સહાય મેળવતી શાળા પણ સ્થાપવામાં આવી.[૨]. આ શાળાને ૧૮૮૫-૮૬ના વરસ માટે ૧૧૫ ઇમ્પેરીયલ રૂપીયાની આર્થિક મદદ ફાળવવામાં આવી હતી[૨] ઉપરાંત વરસ દરમ્યાન શાળા-કર્મચારીઓના આવાસો બનાવવા માટે ૫૫૪૬ ઇમ્પેરીયલ રૂપિયાના ખર્ચને સમિતિએ માન્ય રાખ્યો હતો.[૨].
- કાર્યરત થયાના દિવસથી ૩૧ ડીસેમ્બર ૧૮૮૫ના દિવસ સુધી શરુઆતના સસપેન્સ બેલેન્સ સહિત કુલ ભંડોળ ૯૬,૨૫,૦૩૧ ઇમ્પેરીયલ રૂપિયા થયેલું.[૩] જેમાંથી ૬૭,૪૧,૦૨૪ રૂપિયા ભાવનગર રાજ્યનો ભાગ હતો અને ૨૮,૮૪,૦૦૭ રૂપિયા ગોંડલ રાજ્યનો ભાગ હતો.[૩].
- લાઇનની કુલ લંબાઇ ૧૯૨.૩૧ માઇલ થતી હતી. એથી દરેક માઇલ દીઠ ભંડોળ ૪૮,૫૫૧ ઇમ્પેરીયલ રૂપિયા થયેલું.[૩]
- કુલ વાર્ષિક ખર્ચ ૩,૩૨,૯૯૧ ઇમ્પેરીયલ રૂપિયા થયેલો. જેમાં પુલને ખુલ્લો મુકવાનો, પ્લેટ-પાથરવાવાળા માટેના ઘર બનાવવાનો, કાયમી કાર્યાલયના બાંધકામનો, કર્મચારીઓના ઘરના બાંધકામનો, ગઢેચી અને ઘોળા એ બંને જગ્યાએ પાણીની ટાંકી અને પરબના બાંધકામનો, ૪ નવા બીજા દરજ્જાના કેરેજ અને ૪૦ બોગી બનાવવાનો ખર્ચ સામેલ છે.[૩]