ભોપાલ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ભોપાલ જિલ્લાનું મુખ્ય મથક ભોપાલ શહેરમાં આવેલું છે.

ભોપાલ જિલ્લો
મધ્ય પ્રદેશના જિલ્લાઓ
Location of Bhopal district in Madhya Pradesh
Location of Bhopal district in Madhya Pradesh
દેશભારત
રાજ્યમધ્ય પ્રદેશ
વિભાગભોપાલ
મથકભોપાલ
સરકાર
 • લોકસભા ક્ષેત્રભોપાલ
વિસ્તાર
 • કુલ૨,૭૭૨ km2 (૧૦૭૦ sq mi)
વસ્તી
 (2011)
 • કુલ૨૩,૭૧,૦૬૧[]
વસ્તી
 • સાક્ષરતા82.3%[]
 • જાતિ પ્રમાણ911[]
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વેબસાઇટhttps://bhopal.nic.in

હાલના જિલ્લા ક્ષેત્રનો પ્રારંભિક ઇતિહાસ અસ્પષ્ટ છે. એક દંતકથા અનુસાર, આ વિસ્તાર ગાઢ જંગલો અને ટેકરીઓનો અવરોધ ધરાવતા "મહાકૌતર" ક્ષેત્રનો ભાગ હતો જે ઉત્તર અને દક્ષિણ ભારતને જુદો પાડાતો હતો. ઈ.સ. ૧૦ મી સદી પછી, ભોજ સહિત અન્ય રાજપૂત શાસકોના નામો ઐતિહાસિક નોંધમાં દેખાય છે. ઇલ્તુતમિશ હેઠળ દિલ્હી સલ્તનત દ્વારા કરવામાં આવેલા આક્રમણ પછી અહીં મુસલમાનોની સંખ્યામાં વધારો થયો હતો. ઈ. સ. ૧૪૦૧ માં, દિલાવરખાન ઘોરી ( હોશંગ શાહના પિતા) એ ધાર માં રહી શાસન ચલાવતા આ ક્ષેત્રનો કબજો મેળવ્યો. []

૧૪ મી સદીમાં, ગોંડ યોદ્ધા યદોરામે ગઢ- મંડલા ખાતે રાજધાની બનાવી રાજ્ય સ્થાલપ્યું. ઈ. સ.૧૫૯૧ માં મોગલોના માળવા પરના આક્રમણ સમયે આ ક્ષેત્રને ચકલા તરીકે નાના પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવી હતી. હાલનો ભોપાલ જિલ્લો ગિન્નોર ચકલાનો એક ભાગ હતો, જેમાં ૭૫૦ ગામોનો સમાવેશ થાતો હતો. ગોંડ લડવૈયા નિઝામ શાહે તેના ગામો ગિન્નોરગઢથી આ ગામો પર શાસન ચલાવ્યું હતું. તેના મૃત્યુ પછી, તેમની વિધવા પત્ની કમલાપતિ વતી તેમના અફઘાન સેવક દોસ્ત મોહમ્મદ ખાને રાજ્યની બાબતોનું સંચાલન કર્યું. તેણીના મૃત્યુ પછી, ખાને આ પ્રદેશ પર કબજો કર્યો, અને ભોપાલ રજવાડાની સ્થાપના માટે પડોશી પ્રદેશો હસ્તગત કર્યા. તેમણે ઇસ્લામનગર શહેરની સ્થાપના કરી, અને ભોપાલ શહેરની સ્થાપના પણ કરી.[] તેમના પુત્ર યાર મોહમ્મદ ખાને મરાઠાઓને ખંડણી આપતો હતો. તેના મૃત્યુ પછી વારસા માટે સુલતાન મોહમ્મદ ખાન અને ફૈઝ મોહમ્મદ ખાન વચ્ચે વિખવાદ થયો, તે દરમિયાન ભોપાલના નવાબોએ મરાઠાઓને કેટલાક પ્રદેશો સોંપી દેવા પડ્યા હતા. ફૈઝ ધાર્મિક પ્રતિષ્ઠા ધરાવતો હતો, અને તેની સાવકી માતા મમોલા બાઇએ તેમના વતી રાજ્ય પર અસરકારક રીતે શાસન કર્યું હતું. તેના અનુગામીએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે સારા સંબંધો જાળવી રાખ્યા, જેઓ આખરે ભારત પર શાસન કરવાના હતા.

ઈ.સ.૧૮૧૯ અને ૧૯૨૬ ની વચ્ચે, ભોપાલ પર શાહજહાં બેગમ અને સુલતાન જહાં - ભોપાલની બેગમ સહિત ચાર મહિલા શાસકોએ શાસન કર્યું. ભારતની સ્વતંત્રતા પછી, તેના પુત્ર હમીદુલ્લા ખાને ભોપાલને સ્વતંત્ર એકમ તરીકે જાળવી રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેને પરિણામે લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ૩૦ એપ્રિલ, ૧૯૪૯ના દિવસે, નવાબે ઝૂક્યો અને અને ભારત સાથે જોડાણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા.[] ૧ જૂન ૧૯૪૯ ના દિવસે ભારત સરકાર દ્વારા આ રજવાડાનો કબજો લેવામાં આવ્યો, પરિણામે ભોપાલ રાજ્યની (૧૯૪૯ - ૫૬) રચના થઈ.

ઈ.સ. ૧૯૫૬ નારાજ્યન્ પુનર્ગઠન કાયદા પછી, ભોપાલ રાજ્યને નવા રચાયેલા મધ્ય પ્રદેશ રાજ્યના સિહોર જિલ્લામાં વિલિન કરવામાં આવ્યું. ભોપાલ શહેર મધ્યપ્રદેશની રાજધાની તરીકે ઘોષિત થયું. ૨૬ જાન્યુઆરી ૧૯૭૨ ના દિવસે, મધ્યપ્રદેશ સરકારે ભોપાલને એક અલગ જિલ્લો બનાવવાની જાહેરાત કરી. ૨૬ નવેમ્બર ૧૯૭૨ ના દિવસે ભોપાલ જિલ્લો સત્તાવાર રીતે સિહોર જિલ્લાથી અલગ પડાયો હતો.[]

૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે, ભોપાલ જિલ્લાની વસ્તી ૨૩,૭૧,૦૬૧ છે, જે લગભગ લાટવિયા [] અથવા યુ.એસ. ન્યુ મેક્સિકો રાજ્ય જેટલી છે. [] આ તેને ભારતમાં (કુલ ૬૪૦માંથી ) ૧૮૯મા ક્રમે મુકે છે.

જિલ્લામાં વસ્તીની ઘનતા ૮૫૫ વ્યક્તિઓ પ્રતિ ચો. કિમી છે

૨૦૦૧-૨૦૧૧ દરમ્યાન તેનો વસ્તી વૃદ્ધિ દર ૨૮.૪૬% જેટલો હતો. ભોપાલમાં દર ૧૦૦૦ પુરુષો વચ્ચે ૯૧૮ સ્ત્રીઓ છે, અને સાક્ષરતા દર ૮૦.૩૭% છે.

ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરીના સમયે, જિલ્લાની ૮૫.૫૪% વસ્તી હિન્દી, ૬.૭૬% ઉર્દૂ, ૨.૬૧% મરાઠી, ૨.૨૩% સિંધી, ૦.૬૦% મલયાલમ, ૦.૫૪% પંજાબી અને ૦.૫૨% બંગાળી તેમની પ્રથમ ભાષા તરીકે બોલતી હતી. []

ઐતિહાસિક વસ્તી
વર્ષવસ્તી±%
1901૧,૪૩,૯૫૮—    
1911૧,૫૬,૩૫૪+8.6%
1921૧,૪૦,૩૦૦−10.3%
1931૧,૬૩,૭૪૭+16.7%
1941૧,૮૮,૬૦૮+15.2%
1951૨,૩૫,૬૬૫+24.9%
1961૩,૭૧,૭૧૫+57.7%
1971૫,૭૨,૧૬૯+53.9%
1981૮,૯૪,૭૩૯+56.4%
1991૧૩,૫૧,૪૭૯+51.0%
2001૧૮,૪૩,૫૧૦+36.4%
2011૨૩,૭૧,૦૬૧+28.6%
ભોપાલ
Climate chart (explanation)
JFMAMJJASOND
 
 
13
 
25
10
 
 
7.8
 
29
12
 
 
7.2
 
34
17
 
 
4.5
 
38
22
 
 
8
 
41
26
 
 
114
 
37
25
 
 
356
 
31
23
 
 
388
 
29
22
 
 
196
 
31
21
 
 
26
 
32
18
 
 
14
 
29
14
 
 
12
 
26
11
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: IMD

જિલ્લાનો વિસ્તાર ૨,૭૭૨ ચો. કિ.મી. છે.

ભોપાલ જિલ્લો ઉત્તરમાં ગુણા, ઈશાન દિશામાં વિદિશા, પૂર્વ અને દક્ષિણપૂર્વમાં રાયસેન, દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમમાં સિહોર અને વાયવ્યમાં રાજગઢ સાથે જોડાયેલો છે.

ભોપાલ શહેર જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે, અને મોટાભાગની વસ્તી ભોપાલ નગરપાલિકામાં રહે છે. બેરાસિયા નગાર જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે.

પેટા વિભાગો

ફેરફાર કરો

ભોપાલ જિલ્લામાં બે તહેસિલ છે: બેરસીયા અને હુઝુર. ત્યાં બે સમુદાય વિકાસ ખંડ છે: બેરસીયા અને ફાંડા. બંને તહસિલોને પટવારી હલ્કા તરીકે ઓળખાતા એકમોમાં વધુ વિભાજિત કરવામાં આવી છે. []

શહેરો અને નગરો

ફેરફાર કરો

બેરસીયા તહસીલ:

  1. બેરસીયા (પાલિકા)

હુઝુર તહસીલ

  1. ભોપાલ (મહાનગરપાલિકા)
  2. કોલર (નગરપાલિકા)

૨૦૧૯ માં કોલરને એક અલગ તહેસિલ જાહેર કરાઈ હતી. []

  1. ૧.૦ ૧.૧ "Bhopal District Census 2011 Handbook" (PDF). Office of The Registrar General & Census Commissioner, Government of India. મેળવેલ 10 June 2016.
  2. "Total Population, child population in the age group 0-6, literates and literacy rates by sex: 2011". Office of The Registrar General & Census Commissioner, Government of India. મેળવેલ 18 July 2011.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ 2011 District Census Handbook: Bhopal
  4. S.R. Bakshi and O.P. Ralhan (2007). Madhya Pradesh Through the Ages. Sarup & Sons. પૃષ્ઠ 360. ISBN 978-81-7625-806-7.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-10-01. Latvia 22,04,708 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 19 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 2011-09-30. New Mexico - 2,059,179
  7. 2011 Census of India, Population By Mother Tongue
  8. Kolar becomes third tehsil of state capital

બાહ્ય કડીઓ

ફેરફાર કરો