મફત જીવરામ ઓઝા (૧ માર્ચ ૧૯૪૪ – ૨૮ ડિસેમ્બર ૧૯૯૭) ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક હતા.

મફત ઓઝા
જન્મ(1944-03-01)1 March 1944
જામળા, બ્રિટિશ ભારત (હવે મહેસાણા જિલ્લામાં, ગુજરાત, ભારત)
મૃત્યુ28 December 1997(1997-12-28) (ઉંમર 53)
વડોદરા, ગુજરાત
વ્યવસાયકવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
નોંધપાત્ર સર્જનો
  • ધુમ્મસનું આ નગર (૧૯૭૪)
  • ઘુઘવતા સાગરનાં મૌન (૧૯૭૩)
જીવનસાથીસવિતા ઓઝા
સંતાનો૨ પુત્રીઓ, ૧ પુત્ર
સહી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધસ્વાત્રન્યોત્તર ગુજરાતી કવિતા : વિષય , ભાવ અને નિરૂપણની દ્રષ્ટિએ (૧૯૭૭)
માર્ગદર્શકરમણલાલ જોષી

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ મહેસાણા જિલ્લાના જામળામાં અને શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં થયો હતો. ૧૯૬૨માં તેમણે એસ.એસ.સી., ૧૯૬૭માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ., ૧૯૭૮માં પીએચ.ડી.ની પદવીઓ મેળવી. તેઓ અમદાવાદની સરસપુર આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપક અને પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અધ્યાપક રહ્યા હતા.[૧]

૨૮ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદની દ્વિવાર્ષિક સભામાં તેમનું અવસાન થયું હતું.[૧]

સર્જન ફેરફાર કરો

ધુમ્મસનું આ નગર (૧૯૭૪), પડઘાનું ચકરાતું આકાશ (૧૯૭૫), અશુભ (૧૯૭૬), શ્વાસ ભીતરથી ફોરે (૧૯૭૮), અપડાઉન (૧૯૮૪) આધુનિકવલણોને પ્રગટ કરનારા એમના કાવ્યસંગ્રહો છે. પરંપરાથી સહેજ જુદી પડતી એમની નવલકથાઓમાં ઘુઘવતા સાગરનાં મૌન (૧૯૭૩), પીળું કરેણનું ફૂલ (૧૯૭૫), પથ્થરની કાયા આંસુના દર્પણ (૧૯૭૬), સપનાં બધાં મજાનાં (૧૯૭૭), અમે તો પાનખરનાં ફૂલ (૧૯૭૮), અમે તરસ્યા સાજન (૧૯૭૯), સૂરજ ડૂબે મૃગજળમાં (૧૯૮૧), સાતમો પુરુષ (૧૯૮૨), સોનેરી સપનાંની રાખ (૧૯૮૪), આંસુનો ઊગ્યો ગુલમહોર (૧૯૮૪), મૃગજળ તો દૂરનાં દૂર (૧૯૮૫), શહેર વચ્ચે લોહીની નદી (૧૯૮૫) મુખ્ય છે. કાચના મહેલની રાણી (૧૯૭૪), તડકામાં ઓગળતો સૂર્ય (૧૯૮૩) એમનાં વાર્તાસંગ્રહો છે; તો લીલા પીળા જ્વાલામુખી (૧૯૭૮) એમનો એકાંકીસંગ્રહ છે. પળપળનાં પ્રતિબિંબ (૧૯૮૫) એમનો નિબંધસંગ્રહ છે. ઉન્નતભ્રૂ (૧૯૭૫), ઉદઘોષ (૧૯૭૭), ઉન્મિતિ (૧૯૭૮), રાવજી પટેલ (૧૯૮૧), સંવિત્તિ (૧૯૮૫) એમના વિવેચનસંગ્રહો છે.

સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા (૧૯૮૦) એમનો શોધનિબંધ છે. આપણાં સાહિત્યસ્વરૂપો પર, આપણી સર્જકપ્રતિભાઓ પર, તેમ જ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન પર એમણે સંપાદનો કરેલાં છે. પ્રયોગશીલ ગુજરાતી ટૂંકીવાર્તા (૧૯૮૬) અને એકોક્તિસંચય (૧૯૮૬) એમના સંપાદનો છે, તો ધૂમકેતુની ભાવસૃષ્ટિ (૧૯૭૩), શબ્દયોગ (૧૯૮૪)ના એ સહ-સંપાદક છે.

ધુમ્મસનું આ નગર (૧૯૭૪) મફત ઓઝાનો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં ગ્રામીણ પરિવેશથી વિખૂટા પડી જવાયા પછીની, કાવ્યનાયકની નાગરિક-સમાજ-સંસ્કૃતિ પરત્વેની અકળામણને વાચા આપતાં ગીત-ગઝલ અને મુક્ત-છંદ કાવ્યરચનાઓ સંગ્રહીત છે પથ્થરનું પંખેરુ અને પથ્થરની લીલેય કાયા જેવા પ્રયોગોમાં ડોકાતાં પથ્થર અને પંખી અહીં અદ્યતન કવિતાના વિવિધ પ્રભાવોને ઝીલે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 118–119. ISBN 978-93-5108-247-7.

બાહ્ય કડીઓ ફેરફાર કરો