મળેલા જીવ

ગુજરાતી નવલકથા

મળેલા જીવ પન્નાલાલ પટેલ દ્વારા લિખિત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમાં તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનું ફિલ્મ અને નાટ્ય રૂપાંતરણ થયું છે.

મળેલા જીવ
લેખકપન્નાલાલ પટેલ
અનુવાદકરાજેશ આઈ. પટેલ
દેશભારત
ભાષાગુજરાતી
વિષયકરુણાંતિકા
પ્રકારનવલકથા
પ્રકાશન સ્થળઅમદાવાદ, ગુજરાત
પ્રકાશકસંજીવની પ્રકાશન
પ્રકાશન તારીખ
૧૯૪૧ (૨૦મી આવૃત્તિ ૨૦૧૪માં)
અંગ્રેજીમાં પ્રકાશન તારીખ
૨૦૧૪
માધ્યમ પ્રકારમુદ્રિત (કાચું અને પાકું પૂઠું)
પાનાં૨૭૨ (ગુજરાતી આવૃત્તિ, ૨૦૧૪)
ISBN978-93-80126-00-5
OCLC21052377
દશાંશ વર્ગીકરણ
891.473
LC વર્ગPK1859.P28 M3

કથાસાર ફેરફાર કરો

 
નવલકથામાં જેનો ઉલ્લેખ છે તે કલેશ્વરીનો મેળો, કે જ્યાં કાનજી અને જીવી પ્રથમ વખત મળે છે

ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ જીવીનું દુઃખ જોઈ ન શકતાં ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ વિધિવશાત્ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે.[૧][૨]

આવકાર અને વિવેચન ફેરફાર કરો

મળેલા જીવની પ્રથમ આવૃત્તિ ૧૯૪૧માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ તેની અન્ય આવૃત્તિઓ ૧૯૪૪, ૧૯૪૭, ૧૯૫૦, ૧૯૫૬, ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૬૯, ૧૯૭૩, ૧૯૭૭, ૧૯૮૪, ૧૯૮૬, ૧૯૯૧, ૧૯૯૩, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૬માં પ્રકાશિત થઈ હતી.[૩]

સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.'[૪]

અનુવાદ અને રૂપાંતરણ ફેરફાર કરો

મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે. ઉપરાંત, તેના પરથી ઉલઝન નામનું હિન્દી ચલચિત્ર પણ બન્યું છે. આ નવલકથા પરથી ગુજરાતી ચલચિત્ર પણ બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે.[૧] આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.[૫]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ મહેતા, ધીરેન્દ્ર (૨૦૦૨). ગુજરાતી વિશ્વકોષ (મ - મા). ખંડ ૧૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૫૯.
  2. નિનામા, પંકજકુમાર એચ. (૨૦૧૫). "પ્રકરણ ૬". પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરની પ્રમુખ નવલકથાઓમાં સામાજિક સમસ્યાઓનો તુલનાત્મક અભ્યાસ (Thesis). પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ ૨૮૯-૨૯૦.[હંમેશ માટે મૃત કડી]
  3. પટેલ, પન્નાલાલ (૨૦૧૬). મળેલા જીવ. અમદાવાદ: સંજીવની પ્રકાશન. ISBN 978-93-80126-00-5.
  4. ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૦). ગુજરાતી સાહિત્યકોશ ભાગ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૪૭૧.
  5. પટેલ, રાજેશ આઈ (૧૨ મે ૨૦૧૧). "Chapter 2". Translation of Pannalal Patel's "Malela Jeev" from Gujarati into English with critical introduction (PDF) (Thesis). Rajkot: Department of English & Comparative Literary Studies, Saurashtra University.

બાહ્ય કડીઓ ફેરફાર કરો