માણેકનાથ
બાબા માણેકનાથ એ ૧૫ મી સદીના હિંદુ સંત હતા. તેઓ ભારતના ગુજરાતના હાલના અમદાવાદ શહેર નજીક સાબરમતી નદીના કાંઠે રહેતા હતા.
દંતકથા
ફેરફાર કરોતેમણે ૧૪૧૧ માં અહમદશાહને ભદ્રનો કિલ્લો બનાવવામાં મદદ કરી હતી. જ્યારે દિવસના સમયમાં કિલ્લાની દિવાલો ચણાતી તેની સાથે સાથે તેઓ પણ દિવસ દરમ્યાન સાથે સાથે સાદડી વણતા. રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા, ત્યારે જાદુઈ રીતે કિલ્લાની દીવાલો પણ તૂટી પડતી. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ, ત્યારે તેની જાદુઈ શક્તિનો પરચો બતાવવા તેમને અહમદશાહ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. બીજા કિસ્સામાં તેણે રાજાને તે સ્થળ શોધવામાં મદદ કરી કે જ્યાંથી કિલ્લાનું નિર્માણ શરૂ કરવામાં આવે. તેમની સલાહથી શહેરની સ્થપતિ અહેમદ ખાતુએ શહેરનો નકશો બદલ્યો. તેમણે સાબરમતી નદીના ફર્નાન્ડીઝ બ્રિજ નીચેના સ્થળે જીવતે જળ સમાધી લીધી હતી. શહેરના પ્રથમ પા ભાગને, માણેક ચોકનું નામ તેમના નામે અપાયું. તેમની યાદગિરી રુપે એક સ્મારક મંદિર પણ ઉભું કરવામાં આવ્યું છે. એલિસ બ્રિજના પૂર્વ દિશામાં સ્થિત કિલ્લાના પ્રથમ બુર્જ ને માણેક બુરજ તરીકે ઓળખવામાં આવે છે.[૧][૨][૩][૪][૫][૬][૫][૬]
આ સંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આદરણીય છે. ખેડા જિલ્લાના ઠાસરા નજીક ભરતહારી પાસે પણ તેમનું સ્મારક છે જ્યાં તેમને ઘોડા પર બેઠેલા બતાવવામાં આવેલ છે અને તેમને ગામના આશ્રયદાતા સંત માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક લોટોલ ખાતે એક મંદિર છે જે તળેટીમાં ગુફાની નજીક આવેલું છે, ત્યાં આ સંત ધ્યાન કરતા એવું માનવામાં આવે છે.[૭]
વંશજો
ફેરફાર કરોસંતની ૧૨ મી પેઢીના વંશજ મહંત ઘનશ્યામનાથ દર વર્ષે શહેર સ્થાપના અને વિજયાદશમીના દિવસે માણેક બુર્જ પર પૂજા અર્ચના કરે છે અને ધજા ફરકાવે છે.[૩][૪][૬]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 276.
- ↑ Desai, Anjali H., સંપાદક (2007). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ 93–94. ISBN 9780978951702.
- ↑ ૩.૦ ૩.૧ More, Anuj (18 October 2010). "Baba Maneknath's kin keep alive 600-yr old tradition". The Indian Express. મેળવેલ 21 February 2013.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૪.૦ ૪.૧ "Flags changed at city's foundation by Manek Nath baba's descendants". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. TNN. 7 October 2011. મૂળ માંથી 11 એપ્રિલ 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 February 2013.
- ↑ ૫.૦ ૫.૧ Ruturaj Jadav and Mehul Jani (26 February 2010). "Multi-layered expansion". Ahmedabad Mirror. AM. મૂળ માંથી 7 December 2009 પર સંગ્રહિત. મેળવેલ 21 February 2013.
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ "Descendants to pay homage to Manek Baba today". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. 26 February 2011. મેળવેલ 29 May 2018.
- ↑ Shastri, Parth (27 February 2011). "Ahmedabad says abracadabra". Times of India Publications. મેળવેલ 7 January 2015.