માનવ શરીર
માનવ શરીર ના બંધારણ/માળખાની જટિલ રચનાને ૬ વિવિધ ૬ સ્તરોમાં વિભાજીત કરાય છે. નીચેના સ્તરથી ઉપરના સ્તર તરફ જઇએ તેમ તેની જટીલતા વધે છે.
સ્તર ૧: રસાયણ સ્તરફેરફાર કરો
રસાયણ સ્તરમાં પરમાણુઓ અને અણુઓનો સમાવેશ થાય છે. પરમાણુઓ તત્વના સૌથી નાના એકમ છે. કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, વગેરે અણુઓ સજીવોનો મહત્વનો ભાગ છે.
પરમાણુઓનાં રાસાયણિક સંયોજન દ્વારા અણુઓ બને છે. આ અણુઓ સજીવો સાથે સંકળાયેલ હોવાથી તેઓ જૈવિક અણુઓ તરીકે ઓળખાય છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ડીઓક્સી-રાઈબો-ન્યુકિલઇક-એસિડ (ડીએનએ) અને રાઈબો-ન્યુકિલઇક-એસિડ (આરએનએ) જૈવિક અણુઓનાં ઉદાહરણો છે. ઘણી વાર આ જૈવિક અણુઓ સામાન્ય અણુઓની સરખામણીએ ખુબ મોટાં હોવાથી તેમને જૈવિક મહાઅણુઓ પણ કહે છે.
સ્તર ૨: કોષ સ્તરફેરફાર કરો
કોષ- એ સૌથી નાનો સજીવ એકમ છે. કોષ સજીવ શરીરનો મૂળભૂત રચનાત્મક અને કાર્યાત્મક એકમ પણ છે. પરમાણુઓ એકબીજા સાથે સંકળાય ત્યારે કોષો બને છે. માનવ શરીરમાં ઘણા પ્રકારના કોષ આવેલા છે. કોષોનાં ઉદાહરણોમાં ઉપકલા કોષો, સ્નાયુ કોષો, ચેતા કોષો, વગેરે ગણાવી શકાય.
સ્તર ૩: પેશી સ્તરફેરફાર કરો
પેશી એટલે સાથે મળીને એક ચોક્કસ કામ કરનારા કોષોનું જૂથ અને તેની આસપાસ રહેલા પદાર્થો. માનવ શરીરમાં પેશીઓ માત્ર ચાર મૂળભૂત પ્રકારની હોય છે- ઉપકલા પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, અને ચેતા પેશી.
સૂક્ષમદર્શક યંત્ર વડે લીધેલાં પેશીઓનાં ચિત્રો જુઓ:
સ્તર ૪: અવયવ સ્તરફેરફાર કરો
અવયવ સ્તરે બે અથવા તેનાથી વધુ જુદા-જુદા પ્રકારની પેશીઓ જોડાઈને અવયવ બને છે. અવયવોને ચોક્કસ આકાર હોય છે અને શરીરમાં તે ચોક્કસ કાર્ય બજાવે છે. ઉદાહરણ તરીકે, પેટ, ચામડી, હાડકાં, હૃદય, યકૃત, ફેફસાં અને મગજ .
સ્તર ૫: અવયવ તંત્ર સ્તરફેરફાર કરો
એક-બીજા સાથે સંબંધિત અવયવો સાથે મળીને એક કાર્ય કરે, ત્યારે અવયવ તંત્ર બને છે. માનવ શરીર માં અગિયાર અવયવ તંત્રો જોઈ શકાય છે. તેમની માહિતી નીચે કોષ્ટકમાં જુઓ. આ અવયવ તંત્રો સંપૂર્ણ પણે એક-બીજાથી સ્વતંત્ર નથી હોતા. તે અંદરોઅંદર સંકળાયેલા હોય છે.
ઘણી વાર કોઈક અવયવ એક કરતાં વધુ અવયવ તંત્રનો ભાગ બને છે. જેમ કે, સ્વાદુપિંડ પાચન તંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંનેનો ભાગ છે.
માનવ શરીરનાં અગિયાર અવયવ તંત્રો:ફેરફાર કરો
અવયવ તંત્ર | ઘટકો | કાર્યો | |
|
|
|
|
સ્નાયુ તંત્ર |
|
|
|
|
|
|
|
ચેતા તંત્ર/જ્ઞાન તંત્ર |
|
|
|
અંતઃસ્ત્રાવી તંત્ર |
|
|
|
|
|
||
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સ્તર ૬: સજીવ સ્તરફેરફાર કરો
અગિયાર અવયવ તંત્રો સાથે મળીને કામ કરે ત્યારે સજીવ સ્તરનું - માનવ શરીર બને છે.
માનવ શરીરના અંગોફેરફાર કરો
જીવવિજ્ઞાન ની દ્રષ્ટિ એ માનવ શરીર એ કુદરતની એક જટિલ રચના છે. માનવ શરીરમાં ઘણા અંગો નો સમાવેશ થાય છે, તેના મુખ્ય બે ભાગ પડે છે 1) બાહ્ય અને 2) આંતરિક અવયવો. મનુષ્ય તેના અંગો દ્વારા અલગ અલગ ક્રિયા કરે છે, જેમકે સાંભળવાની, ચાલવાની, બોલવાની, જોવાની વગેરે. આપણું શરીર સંખ્યાબંધ જૈવિક અંગો નું બનેલું છે, જે આપણા શરીર માં વિશિષ્ટ કાર્યો કરે છે. શરીરના મુખ્ય બાહ્ય અંગો ની સૂચિ તમને નીચે જોવા મળશે.
નંબર | માનવ શરીરના અંગો |
---|---|
1 | માથું |
2 | કપાળ |
3 | વાળ |
4 | ચહેરો |
5 | આંખ |
6 | પાંપણ |
7 | નાક |
8 | ગાલ |
9 | કાન |
10 | મોં |
11 | દાંત |
12 | હોઠ |
13 | જીભ |
14 | મૂછ |
15 | દાઢી |
16 | જડબું |
17 | ગળું |
18 | પેટ |
19 | નાભિ |
20 | હાથ |
21 | ખભો |
22 | સ્તન |
23 | છાતી |
24 | કમર |
25 | પીઠ |
26 | કોણી |
27 | કાંડું |
28 | હથેળી |
29 | આંગળી |
30 | અંગૂઠો |
31 | નખ |
32 | બગલ |
33 | પગ |
34 | સાથળ |
35 | જંઘામૂળ |
36 | શિશ્ન |
37 | યોની |
38 | ઢીંચણ |
39 | પગની પિંડી |
40 | પગની ઘૂંટી |
41 | પગનું તળિયું |
42 | પગની એડી |
43 | પગની આંગળીઓ |
શરીરના બાહ્ય અંગો સિવાય આંતરિક અંગો પણ મહત્વની ભૂમિકા ભજવે છે, જે અંગો ને આપણે જોઈ શકતા નથી કારણકે તે શરીર ની અંદર હોય છે. આ અંગો પોતાની રીતે કાર્ય કરે છે જેનું નિયંત્રણ આપણે કરવાની જરૂર હોતી નથી.
સંદર્ભોફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
- માનવ શરીરની રચનાનો નકશો- 3Dમાં
- માનવ શરીરના અંગો - Human Body Parts Name In Gujarati