માર્ચ ૨
તારીખ
૨ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૧મો (લિપ વર્ષ દરમ્યાન ૬૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૪૯૮ – વાસ્કો દ ગામાનો કાફલો મોઝામ્બિક ટાપુ પર પહોંચ્યો.
- ૧૭૯૭ – ધ બેંક ઓફ ઇંગ્લેન્ડે એક પાઉન્ડ અને બે પાઉન્ડની પ્રથમ ચલણી નોટ બહાર પાડી.
- ૧૮૮૨ – રાણી વિક્ટોરિયા વિન્ડસરમાં રોડરિક મેકલિન દ્વારા હત્યાના પ્રયાસથી માંડ માંડ બચ્યા.
- ૧૯૭૦ – રહોડેશિયા બ્રિટીશ તાજ સાથેનું જોડાણ તોડી પોતાને પ્રજાસત્તાક જાહેર કર્યું.
- ૧૯૭૮ – ચેક વ્લાદિમીર રેમેક અવકાશમાં જનારા પ્રથમ બિન-રશિયન અથવા બિન-અમેરિકન બન્યા.
- ૧૯૭૮ – દિવંગત અભિનેતા ચાર્લી ચેપ્લિનની શબપેટી સ્વિટ્ઝરલેન્ડમાં તેમની કબરમાંથી ચોરી કરવામાં આવી.
- ૧૯૯૦ – નેલ્સન મંડેલાને આફ્રિકન નેશનલ કોંગ્રેસના ઉપ પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા.
- ૧૯૯૧ – રુમાઇલા ખનીજ ક્ષેત્રની લડાઈથી ૧૯૯૧ના અખાતી યુદ્ધનો અંત આવ્યો.
- ૧૯૯૨ – ભૂતપૂર્વ સોવિયેટ પ્રજાસત્તાક રાષ્ટ્રો આર્મેનિયા, અઝરબૈજાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, મોલ્ડોવા, સાન મરિનો, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન (સાન મરિનો સિવાય) સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
- ૧૯૯૫ – ફર્મિલેબના સંશોધકોએ ટોપ ક્વાર્કની શોધની જાહેરાત કરી.
- ૧૯૯૮ – ગેલિલિયો અવકાશયાનમાંથી ગુરુનો ચંદ્ર યુરોપા બરફના જાડા પોપડા હેઠળ પ્રવાહી સમુદ્ર ધરાવતો હોવાની માહિતી મોકલવામાં આવી.
- ૨૦૦૨ – અફઘાનિસ્તાન પર યુ.એસ.નું આક્રમણ: ઓપરેશન એનાકોન્ડા શરૂ થયું. (૧૯ માર્ચના રોજ ૫૦૦ તાલિબાન અને અલ-કાયદાના લડવૈયાઓને માર્યા ગયા બાદ સમાપ્ત થયું હતું, જેમાં ૧૧ પશ્ચિમી સૈનિકો માર્યા ગયા હતા).
- ૨૦૦૪ – ઇરાક યુદ્ધ: અલ-કાયદાએ ઇરાકમાં અશોરા હત્યાકાંડને અંજામ આપ્યો હતો, જેમાં ૧૭૦ લોકો માર્યા ગયા હતા અને ૫૦૦થી વધુ ઘાયલ થયા હતા.
- ૨૦૧૭ – મોસ્કો, રશિયામાં એક કોન્ફરન્સમાં આવર્ત કોષ્ટકમાં મોસ્કોવિયમ, ટેનેસીન અને ઓગેનેસન તત્વો સત્તાવાર રીતે ઉમેરવામાં આવ્યા.
જન્મ
ફેરફાર કરો- ૧૯૦૨ – સૂર્યનારાયણ વ્યાસ, ભારતની આઝાદીના ચોક્કસ સમયનું મુહુર્ત કાઢનાર જ્યોતિષી. (અ. ૧૯૭૬)
- ૧૯૩૩ – આનંદજી વીરજી શાહ, ભારતીય સંગીત નિર્દેશક
અવસાન
ફેરફાર કરો- ૧૯૪૯ – સરોજિની નાયડુ, અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ (જ. ૧૮૭૯)
- ૧૯૬૬ – દિગ્વિજયસિંહજી જાડેજા, નવાનગર રાજ્યના શાસક (જ. ૧૮૯૫)
- ૧૯૭૮ – સુખલાલ સંઘવી, ગુજરાતી ભાષાના ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક (જ. ૧૮૮૦)
- ૨૦૧૫ – લવકુમાર ખાચર, ભારતના જાણીતા પક્ષીશાસ્ત્રી અને વન્ય જીવન સંરક્ષણકર્તા (જ. ૧૯૩૧)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૩-૦૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર March 2 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |