મિઝોરી અથવા /[invalid input: 'noicon']m[invalid input: 'ɨ']ˈzʊərə/)[] યુનાઇટેડ સ્ટેટ્સના મિડવેસ્ટ ક્ષેત્રમાં આવેલું એક રાજ્ય છે. તેની સરહદો આયોવા, ઈલિનોઇસ, કેન્ટકી, ટેનીસી, આર્કેન્સસ, ઓક્લાહોમા, કેનસસ અને નેબ્રાસ્કા રાજ્યોને સ્પર્શે છે. મિઝોરી, 2009ના વસતીના અંદાજ મુજબ 5,987,580ની જનસંખ્યા સાથે સૌથી વધુ વસતી ધરાવતાં રાજ્યોમાં 18માં ક્રમે છે.[] તે 114 કાઉન્ટી અને એક સ્વતંત્ર શહેર ધરાવે છે. જેફરસન સિટી એ મિઝોરીનું પાટનગર છે. તેના સૌથી મોટા ત્રણ શહેરી વિસ્તારોમાં સેન્ટ લુઈસ, કેનસસ સિટી અને સ્પ્રિંગફીલ્ડનો સમાવેશ થાય છે. લુસિઆના પરચેઝના ભાગરૂપે મિઝોરીને ફ્રાન્સ પાસેથી હસ્તગત કરવામાં આવ્યું હતું અને તેને મિઝોરી પ્રાંત ઘોષિત કરવામાં આવ્યો હતો. 10 ઓગસ્ટ 1821ના રોજ મિઝોરી પ્રાંતનો ભાગ સંઘપ્રદેશના 24મા રાજ્ય તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

State of Missouri
Flag of Missouri State seal of Missouri
Flag Seal
Nickname(s):
The Show-Me State (unofficial)
Motto(s): Salus populi suprema lex esto (Latin)
Map of the United States with Missouri highlighted
Map of the United States with Missouri highlighted
Official languageEnglish
DemonymMissourian
CapitalJefferson City
Largest cityKansas City
Largest metroGreater St Louis Area[]
AreaRanked 21st
 • Total69,704 sq mi
(180,533 km2)
 • Width240 miles (385 km)
 • Length300 miles (480 km)
 • % water1.17
 • Latitude36° N to 40° 37′ N
 • Longitude89° 6′ W to 95° 46′ W
PopulationRanked 18th
 • Total5,987,580 (2009 est.)[]
5,595,211 (2000)
 • Density86.9 (2009)/sq mi  (33.56/km2)
Ranked 28th
 • Median household income$45,114 (37th)
Elevation
 • Highest pointTaum Sauk Mountain[]
1,772 ft (540 m)
 • Mean800 ft  (240 m)
 • Lowest pointSt. Francis River[]
230 ft (70 m)
Before statehoodMissouri Territory
Admission to UnionAugust 10, 1821 (24th)
GovernorEric Greitens (R)
Lieutenant GovernorMike Parson (R)
Legislature{{{Legislature}}}
 • Upper house{{{Upperhouse}}}
 • Lower house{{{Lowerhouse}}}
U.S. SenatorsRoy Blunt (R)
Claire McCaskill (D)
U.S. House delegation5 Republicans, 4 Democrats (list)
Time zoneCentral : UTC-6/-5
ISO 3166US-MO
AbbreviationsMO
Websitewww.mo.gov
Missouri state symbols
Living insignia
AmphibianAmerican Bullfrog
BirdBluebird
FishChannel Catfish
FlowerHawthorn
GrassBig bluestem
InsectHoney bee
MammalMissouri Mule
TreeFlowering Dogwood
Inanimate insignia
DanceSquare Dance
DinosaurHypsibema missouriensis []
FossilCrinoid
GemstoneAquamarine
MineralGalena
SloganShow Me (unofficial)
Song"Missouri Waltz"
State route marker
Missouri state route marker
State quarter
Missouri quarter dollar coin
Released in 2003
Lists of United States state symbols

શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિનું મિશ્રણ ધરાવતું મિઝોરી, રાષ્ટ્રના ભાતિગળ, આર્થિક અને રાજકીય ભાગનું પ્રતિબિંબ રજૂ કરે છે. તે લાંબા સમયથી એક રાજકીય ચિતાર આપતું રાજ્ય મનાય છે.[] વર્ષ 1956 અને 2008ના અપવાદોને બાદ કરતાં યુ.એસ.નાં પ્રમુખપદની ચૂંટણીઓમાં 1904થી દરેક ચૂંટણીમાં મિઝોરીના પરિણામો પરથી યુનાઈટેડ સ્ટેટ્સના આગામી પ્રમુખની સચોટ આગાહી કરવામાં આવી છે. એક સરહદી રાજ્ય તરીકે તેનો ઇતિહાસ જોતાં મિઝોરી મધ્યપશ્ચિમ અને દક્ષિણ એમ બન્ને સાંસ્કૃતિઓનો પ્રભાવ ધરાવે છે. તે પૂર્વીય અને પશ્ચિમી યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે જોવા મળતાં તફાવતને જોડતી કડીરૂપ છે. આથી ઘણી વખત સેન્ટ લુઈસને ‘‘વેસ્ટર્ન-મોસ્ટ ઈસ્ટર્ન સિટી’’ (પશ્ચિમને છેડે આવેલું પૂર્વીય શહેર) અને કેનસસ સિટીને ‘‘ઈસ્ટર્ન-મોસ્ટ વેસ્ટર્ન સિટી’’ (પૂર્વને છેડે આવેલું પશ્ચિમી શહેર) કહેવામાં આવે છે. મિઝોરીની ભૂગોળ ખૂબ જ વૈવિધ્યપૂર્ણ છે. રાજ્યનો ઉત્તર ભાગ છેદાયેલા મેદાનો સુધી ફેલાયેલો છે, જ્યારે દક્ષિણ ભાગ ઓઝાર્ક પર્વતો (છેદાયેલો ઉચ્ચપ્રદેશ)સુધી વિસ્તરેલો છે. આ બન્ને ભાગને મિઝોરી નદી વિભાજિત કરે છે. મિસિસિપી અને મિઝોરી નદીઓનું સંગમસ્થળ સેન્ટ લૂઇસ નજીક આવેલું છે.[]

વ્યુત્પત્તિ અને ઉચ્ચારણ

ફેરફાર કરો

આ રાજ્યનું નામ મિઝોરી નદીને કારણે આપવામાં આવ્યું છે, આ નદીનું નામ સિઔઆન ભાષી જાતિ પરથી અપાયું છે. ઈલિનોઈસમાં આ નદી વિમેસૉરિટા (વિમિહ્સૂરિટા) નામે જાણિતી હતી,[] જેનો અર્થ ‘‘જે ડગાઉટ કેનોઇઝ (ઝાડની મોટી ડાળીઓમાંથી બનાવેલી એક પ્રકારની સાંકડી નાની હોડી) ધરાવે છે’’ એમ થાય છે.[] તેની વ્યુત્પત્તિ બોબ ડાયર સંગ્રહિત ૨૦૧૧-૦૪-૨૭ ના રોજ વેબેક મશિનના શ્રદ્ધાંજલી ગીત ‘‘રિવર ઓફ ધ બિગ કેનોઈઝ’’ પર આધારિત છે.

‘‘મિઝોરી’’ શબ્દનું ઉચ્ચારણ વિવિધરૂપે થાય છે અને તેને કારણે તે વિવાદનું કારણ પણ બનેલું છે.[૧૦] કોઈ સંબંધિત ભારે સ્વર (જેમ કે ‘‘મીટ’’) મુજબ ઉચ્ચારણનો આગ્રહ કરે છે, તો કેટલાંક હળવાશભર્યા સ્વર (‘‘મિટ્ટ’’ અથવા ‘‘મટ્ટ’’) પ્રમાણે ઉચ્ચાર કરે છે. સ્વરકારો તેમનાં પોતાનાં ઉચ્ચારણો જ ‘‘સાચા’’ હોવાનો મત વ્યક્ત કરે છે.[૧૧] જો કે વ્યક્તિઓમાં તે બદલાતાં રહે છે, જેમ કે, ગવર્નર જેય નિક્સનના કિસ્સામાં સેન્ટ લૂઇસ પોસ્ટ ડિસ્પેચ દ્વારા કરવામાં આવેલું દસ્તાવેજીકરણ.[૧૨]પ્રશ્નનો સૌથી ગહન અભ્યાસ સંગ્રહિત ૨૦૦૮-૦૪-૦૯ ના રોજ વેબેક મશિન ભાષાશાસ્ત્રી ડૉનાલ્ડ મેક્સ લૅન્સ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૧ ના રોજ વેબેક મશિન દ્વારા કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક રીતે બે સ્વરો વચ્ચેનો સ્વર વધુ સ્પષ્ટતા માગી લે છે. (જેમ ‘‘ટોબેકો’’ શબ્દમાં ‘શ્વ’ની ઉચ્ચારણ પ્રક્રિયા દરમિયાન ‘‘ટોબેકી’’ શબ્દ મળે છે.) સ્પષ્ટ સ્વરૂપ શબ્દ લખવા માટેની સહજ રીત બને છે, અને તેની જોડણી ઉચ્ચારણ વિકસે છે. ભાષાવિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈપણ એક ઉચ્ચારણને સાચું માનવામાં નથી આવતું. તેને બદલે સમકાલીન તેમજ ભૂગોળ, ઉંમર, શિક્ષણ અને- અથવા ગ્રામ્ય અને શહેરી સ્થળો જેવા વર્ગોને પ્રમાણે ઉચ્ચારણની સરળ અને વૈવિધ્યપૂર્ણ રચનાઓ જોવા મળે છે. ઉચ્ચારણોનું વિસ્તરણ સમય સાથે બદલાયું છે. સામાન્ય રીતે અને હાલમાં ‘શ્વ’ સ્વરને કેનસસ સિટી સાથેના નજીકના અંતર, 1945 પૂર્વે જન્મેલાં ઘરડાં વક્તાઓ, ઔપચારિક શિક્ષણનું નીચું સ્તર અને ગ્રામ્ય વિસ્તાર સાથે સાંકળવામાં આવે છે. લૅન્સ ઉચ્ચારણમાં ઓછા વિવાદાસ્પદ પરંતુ વ્યવસ્થિત વિવિધતા નોંધે છેઃ બીજો વ્યંજન ઘણી વખત (‘‘માઇઝરી’’ અથવા ‘‘મિસરી’’) તરીકે બોલાય છે, પરંતુ કેટલાંક વક્તાઓ (‘‘મિસ્સિવ’’) દ્વારા તે નથી બોલાતો. મધ્યનો સ્વર વિવિધ રીતે ઉચ્ચારીને (‘‘લર્ક’’) અથવા ગોળ (‘‘લૉર’’)ની જેમ બોલવામાં આવે છે. પ્રથમ શબ્દ પણ વિલંબિત સ્વર અથવા ‘શ્વ’ સાથે વિવિધ રીતે ઉચ્ચારાય છે.[૧૩]

 
મિઝોરીના મહત્ત્વના શહેરો અને રસ્તા દર્શાવતો નકશો.

મિઝોરીની સરહદ જેના પાડોશી રાજ્ય ટેનીસીની જેમ આઠ રાજ્યો સાથે જોડાયેલી છે. અમેરિકાનું કોઇપણ રાજ્ય આઠથી વધુ રાજ્યોને સ્પર્શતું નથી. મિઝોરી ઉત્તરમાં આયોવા, પૂર્વમાં મિસિસિપી નદી સાથે ઈલિનોઇસ, કેન્ટકી અને ટેનીસી સાથે, દક્ષિણમાં આર્કેન્સસ તથા પશ્ચિમે ઓક્લાહોમા, કેનસસ અને નેબ્રાસ્કા (જે મિઝોરી નદી સાથે ફેલાયેલું છે)થી ઘેરાયેલું છે. મિઝોરીની બે સૌથી મોટી નદીઓ મિસિસિપી અને મિઝોરી છે. જેમાં મિસિસિપિ રાજ્યની પૂર્વીય સરહદ દર્શાવે છે અને મિઝોરી રાજ્યમાં પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને રાજ્યના બે સૌથી મોટાં શહેરો કેનસસ સિટી અને સેન્ટ લૂઇસને જોડે છે.

જો કે આજે આ રાજ્યને મિડવેસ્ટ ક્ષેત્રનો ભાગ માનવામાં આવે છે,[૧૪][૧૫] પરંતુ ઐતિહાસિક રીતે મિઝોરીને ઘણી વખત દક્ષિણનું રાજ્ય ગણવામાં આવતું હતું.[૧૬] તેનું કારણ અહીં દક્ષિણથી સ્થળાંતર કરીને આવેલા લોકોની વસાહતો અને આ રાજ્યનો નાગરિક યુદ્ધ પહેલાં ગુલામ રાજ્ય તરીકેનો દરજ્જો છે. જે કાઉન્ટીઝને કારણે ‘‘લિટલ ડિક્સી’’ની રચના થઇ તે રાજ્યની મધ્યમાંથી વહેતી મિઝોરી નદી કિનારાના પ્રદેશોમાં આવેલી હતી. અહીં દક્ષિણથી સ્થળાંતર કરીને આવેલા લોકોની વસાહતો હતી. આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં ગુલામો હતાં.

દૂર ઉત્તર તરફનાં શહેરો અને રાજ્યના મોટાં શહેરી વિસ્તારો કે જ્યાં રાજ્યની મોટાભાગની વસતી રહે છે એવા (કેનસસ સિટી, સેન્ટ લૂઇસ અને કોલંબિયા)નાં રહિશો પોતાને મોટેભાગે મિડવેસ્ટર્ન વિસ્તારનાં માને છે. ગ્રામ્ય વિસ્તારો અને દૂર દક્ષિણ તરફ આવેલાં શહેરો જેમ કે કેપ ગિરેડ્યુ, પોપ્લર બ્લફ, સ્પ્રિંગફીલ્ડ અને સિકસ્ટોનનાં રહેવાસીઓ પોતાની જાતને દક્ષિણી તરીકે ઓળખાવે છે.[સંદર્ભ આપો]

2005માં મિઝોરીનાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને મોજમજાનાં અન્ય વિસ્તારોમાં કુલ મળીને 16,695,000 મુલાકાતીઓ આવ્યાં હતાં.202,000 acres (820 km2) જેને કારણે રાજ્યને 7.41 મિલિયન ડૉલરની વાર્ષિક આવક થઈ હતી, જે તેનાં સંચાલન ખર્ચનાં 26.6 ટકા જેટલી હતી.[૧૭]

સ્થાનિક ભૂગોળ

ફેરફાર કરો
 
મિઝોરીનો ભૌતિક નકશો

મિઝોરી નદીની ઉત્તરમાં આયોવા, નેબ્રાસ્કા અને કેનસસ સુધી ફેલાયેલાં ઉત્તરીય મેદાનો છે. અહીં એક સમયે કેનેડિયન શીલ્ડથી મિઝોરી નદી સુધી વિસ્તરેલાં ગ્લેસિએશનથી સામાન્ય ઢાળ ધરાવતી ટેકરીઓ પાછળના ભાગે રહી જાય છે. મિઝોરીમાં મિસિસિપી, મિઝોરી, અને મરામેક જેવી ઘણી મોટી નદીઓ વહે છે. દક્ષિણી મિઝોરી નદી ઓઝેર્ક પર્વતમાળા, છેદાયેલા મેદાનથી પ્રિકેમ્બ્રિયન લાવાના પથ્થરો (ઇગ્નેયસ)થી બનેલી સેન્ટ ફ્રેન્કોઇસ પર્વતમાળાની ફરતેના મેદાનો સુધી પહોંચે છે. આ વિસ્તારની સ્થાનિક ભૂગોળમાં ચૂનાનાં પથ્થરનું ઉંચુ પ્રમાણ અને ગુફાઓ અને નાળાઓનું નિર્માણ થયેલું જોવા મળે છે.[૧૮]

 
દક્ષિણ મિઝોરીમાં ઓઝાર્કસનો વિસ્તાર

બૂટહીલ ક્ષેત્ર રાજ્યનો દક્ષિણ ભાગ છે. તે મિસિસિપીના કાંપના મેદાનો અથવા મિસિસિપી અખાતનો એક ભાગ છે. આ વિસ્તાર રાજ્યનો સૌથી નીચો, સપાટ અને ભીનાશવાળો ભાગ છે. આ વિસ્તારનું અર્થતંત્ર મોટેભાગે ખેતીવાડી આધારિત છે અને તેને સૌથી ગરીબ રાજ્યો પૈકીનું એક ગણવામાં આવે છે.[૧૯] જો કે આ વિસ્તાર સૌથી ફળદ્રુપ પણ છે, જ્યાં મુખ્યત્વે ચોખા અને કપાસનાં પાક લેવામાં આવે છે. બૂટહીલ 1811-1812માં આવેલા ચાર ન્યુ મેડ્રિડ ભૂકંપોનું મુખ્ય કેન્દ્ર (એપિસેન્ટર) હતું.

મિઝોરીનું હવામાન સામાન્ય રીતે ભેજવાળું રહે છે.(કોપ્પન હવામાન વર્ગીકરણ ડીએફએ) અહીંનો શિયાળો ઠંડો તથા ઉનાળો ગરમ અને ભેજવાળો રહે છે. રાજ્યના દક્ષિણ ભાગમાં ખાસ કરીને બૂટહીલમાં હવામાન ઉપવૃત્તિય ભેજવાળું (કોપ્પન સીએફએ) રહે છે. યુનાઈટેડ સ્ટેટ્સના અંદરના ભાગમાં સ્થિત હોવાને કારણે મિઝોરીનાં તાપમાનમાં અત્યંત મોટાં ફેરફારો જોવા મળે છે. તાપમાનમાં નરમી જાળવી રાખવા માટે જરૂરી એવા પર્વતો અથવા મહાસાગર મિઝોરીની નજીકમાં ન હોવાથી અહીંના હવામાન પર આર્કટિક પરથી આવતાં ઠંડા પવનો અને મેક્સિકોના અખાત પરથી આવતાં ગરમ અને ભેજવાળાં પવનોની એકાંતરે અસર થતી રહે છે.

મિઝોરીના વિવિધ શહેરોના માસિક મહત્તમ અને લઘુત્તમ તાપમાન
શહેર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર
કોલંબિયા 37/18 44/23 55/33 66/43 75/53 84/62 89/66 87/64 79/55 68/44 53/33 42/22
કેનસસ સિટી 36/18 43/23 54/33 65/44 75/54 84/63 89/68 87/66 79/57 68/46 52/33 40/22
સ્પ્રીંગફીલ્ડ 42/22 48/26 58/35 68/44 76/53 85/62 90/67 90/66 81/57 71/46 56/35 46/26
સેન્ટ લૂઇસ [૨૦] 38/21 45/26 55/36 66/47 77/57 86/66 91/71 88/69 81/61 69/49 54/38 42/27
 
સેન્ટ લૂઇસમાં પ્રવેશદ્વાર કમાન

યુરોપિયન શોધ અને રહેવાસ પહેલાંના હજારો વર્ષોથી મિઝોરીમાં સ્થાનિક લોકો વસતાં આવ્યાં છે. નદી પાસે થયેલાં પુરાતત્વીય ખોદકામોમાં જણાયું છે કે, અહીં 7000 કરતાં વધુ વર્ષોથી વસવાટ થતો આવ્યો છે. લગભગ 1000 વર્ષ પહેલાથી શરૂ કરીને અહીં જટિલ મિસિસિપિયન સંસ્કૃતિ વિકસી હતી, જેનાં લોકોએ હાલના સેન્ટ લૂઇસ અને મિસિસિપી નદી તરફ ઈલિનોઇસના કૉલિન્સવિલે નજીક આવેલા કહોકિયામાં ક્ષેત્રીય રાજકીય કેન્દ્રો રચ્યાં હતાં. તેમનાં મોટાં શહેરોમાં હજારોની સંખ્યામાં વ્યક્તિગત રહેણાંકોનો સમાવેશ થતો હતો. પરંતુ તેઓ ધાર્મિક, રાજકીય અને સામાજિક કારણોસર બનાવવામાં આવતી ઉંચી બેઠક સાથેની શંકુ આકારની રચનાવાળા વિશાળ (સચવાયેલા) માટીના ટેકરા માટે વધુ જાણિતા થયાં છે. કહોકિયા એ ગ્રેટ લેક્સથી મેક્સિકોના અખાત સુધી પહોંચેલ ક્ષેત્રીય વેપારનું મુખ્ય મથક હતું. આ સંસ્કૃતિ 1400 સુધીમાં પડી ભાંગી અને તેનાં મોટાભાગનાં વંશજોએ યુરોપિયનોના આગમન પૂર્વે આ વિસ્તાર છોડી દીધો. એક સમયે સેન્ટ લુઈ ટેકરાનું શહેર (મૌન્ડ સિટી) તરીકે ઓળખાતું હતું, કારણ કે ત્યાં સચવાઈ રહેલા સંખ્યાબંધ ટેકરાં હતાં, જો કે શહેરી વિકાસમાં હવે તે ખોવાઈ ગયાં છે. મિસિસિપીયન સંસ્કૃતિ દ્વારા આ પ્રકારના ટેકરાં મધ્ય મિસિસિપી અને ઓહાયો નદીના ખીણ પ્રદેશથી લઈને તેની દક્ષિણપૂર્વ અને નદીનાં ઉપરના ભાગ સુધી વિસ્તરાયેલાં જોવા મળે છે.

અહીં આવનારાં પહેલવહેલાં યુરોપિયન વસાહતીઓમાં મોટેભાગે ફ્રેન્ચ કેનેડિયન્સ હતાં. તેઓ 1750માં નદીનાં પૂર્વ ભાગેથી હાલના સ્ટે. જેનેવિઇવ વિસ્તારમાં સ્થળાંતર કરીને પહોંચ્યાં હતાં. મિઝોરીમાં આ પ્રથમ યુરોપિયન વસાહત હતી. તેઓ ઈલિનોઈસ દેશની મિસિસિપીનાં પૂર્વ ભાગે આવેલાં સંસ્થાનવાસી ગામડાંમાંથી અહીં આવ્યાં હતાં. કારણ કે, ત્યાં જમીન ખલાસ થઈ ચૂકી હતી અને વધતી વસતી માટે નદીનો તળપ્રદેશ અપૂરતો હતો. સેન્ટ લૂઇસ પણ ફ્રેન્ચ કેનેડિયન વસાહતીઓ દ્વારા જ સ્થાપવામાં આવ્યું હતું. સેન્ટ લૂઇસ ફરના વેપાર માટેનું ક્ષેત્રીય કેન્દ્ર બન્યું અને જેને કારણે દશકાઓ સુધી અર્થતંત્ર પર તેનું આધિપત્ય રહ્યું. સ્ટે. જેનેવિઇવ એક સમૃદ્ધ ખેતીવાડી કેન્દ્ર હતું, જ્યાં ઘઉં, મકાઈ અને તમાકુંનું જરૂર કરતાં ઘણું વધારે ઉત્પાદન થતું હતું અને સેંકડો ટન અનાજને લોઅર લુસિઆનામાં વેપાર માટે જળમાર્ગે મોકલવામાં આવતું. ઈલિનોઈસ દેશમાં થતું અનાજનું ઉત્પાદન લોઅર લુસિઆનાનું અસ્તિત્વ ટકાવવા માટે અત્યંત જરૂરી હતું.

1803માં યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા થયેલાં લુસિઆના પરચેઝના ભાગને કારણે મિઝોરીને ‘‘ગેટવે ટુ ધ વેસ્ટ (પશ્ચિમનું પ્રવેશદ્વાર)’’નું હુલામણું નામ મળ્યું. કારણ કે, 19મી સદીમાં તે પશ્ચિમ તરફ આગળ વધતાં વસાહતીઓ અને ચોક્કસ હેતુસર મૂસાફરી કરતાં લોકો માટેનું એક મોટું પ્રસ્થાન કેન્દ્ર હતું. લેવિસ અને ક્લર્ક મૂસાફરીનું પ્રારંભિક અને અંતિમ કેન્દ્ર સેન્ટ લુઈ હતું, જેમણે પશ્ચિમ તરફ પેસિફિક મહાસાગર સુધીનો વિસ્તાર શોધ્યો હતો. આ વિસ્તારને 1821માં મિઝોરી કોમ્પ્રોમાઇઝ (મિઝોરી સમાધાન)ના એક ભાગ ગુલામ રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. મિસિસિપી નદીનાં માર્ગે થતું વહાણવટું અને વેપાર એ રાજ્યના અર્થતંત્રનો મહત્વનો ભાગ હતો. નીચાણવાળા ગામડાં અને ખેતરોમાં આવતાં વારંવારના પૂર પર અંકૂશ કરવાના પ્રયત્નરૂપે 1860 સુધીમાં રાજ્યે મિસિસિપી નદી પર પાળાનું બાંધકામ પૂરુ140 miles (230 km) કરી દીધું હતું.[૨૧]

આ રાજ્ય 1812નાં ન્યુ મેડ્રિડ ભૂકંપનું મુખ્ય કેન્દ્ર હતું. આ ભૂકંપ યુનાઈટેડ સ્ટેટ્સની રચના થયા બાદનો સંભવતઃ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. જો કે ખૂબ જ ઓછી વસતીને કારણે જાનહાની ઓછી હતી.

વાસ્તવમાં રાજ્યની પશ્ચિમી સરહદ એક સીધી રેખા હતી, જેને કોઝમાઉથમાંથી પસાર થતી અક્ષાંશ રેખા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.[૨૨] આ એ જ કેન્દ્ર છે, જ્યાં કેનસસ નદી મિઝોરી નદીમાં ભળે છે. નદી આ સ્થળેથી ખસી ગઈ હતી. માટે આ રેખા ઓસેઝ બાઉન્ડરી તરીકે જાણિતી છે.[૨૩] 1835માં પ્લેટ પરચેઝ દ્વારા સ્થાનિક જનજાતિઓ પાસેથી જમીન ખરીદીને રાજ્યનાં ઉત્તર પશ્ચિમ ખૂણામાં ઉમેરવામાં આવી, આથી મિઝોરી નદી, કેનસસ નદીની ઉત્તરે આવેલી સરહદ બની. આ ઉમેરાને કારણે જમીનના વિસ્તારમાં એ સમયે જે સંઘનું સૌથી મોટું રાજ્ય હતું66,500 square miles (172,000 km2) તે વર્જિનિયાના 65,000 ચોરસ માઇલ્સ (જેમાં તે સમયે વેસ્ટ વર્જિનિયા સમાવિષ્ટ હતું) જેટલો વધારો થયો. [૨૪]

પશ્ચિમી મિઝોરીમાં ઘણા પ્રારંભિક અમેરિકન વસાહતીઓ ઉપરના દક્ષિણ વિસ્તારમાંથી આવ્યા હતા. તેઓ મજૂરી માટે તેમની સાથે ગુલામ બનાવેલા આફ્રિકન અમેરિકનને લઇને આવ્યા હતા. તેઓ ગુલામીની તેમની સંસ્કૃતિ અને પરંપરા ચાલુ રાખવાનો ઇરાદો ધરાવતા હતા. તેઓ મુખ્યત્વે મિઝોરી નદીની આસપાસ આવેલી 17 કાઉન્ટીમાંમાં સ્થાયી થયા હતા. તેઓ નદીના સપાટ મેદાનોમાં વસવાટ કરતા હોવાથી કૃષિ પ્રવૃત્તિ કરી શક્યા હતા અને તેઓ "લિટલ ડિક્સી" તરીકે જાણીતા બન્યા હતા. 1830ના દાયકાના પ્રારંભમાં, ઉત્તરી રાજ્યો અને કેનેડાના મોરમોન હિજરતીઓએ ઇનડિપેન્ડન્સ અને તેના ઉત્તરના વિસ્તારોમાં સ્થાયી થવાનું શરૂ કર્યું હતું. ગુલામી અને ધર્મ મુદ્દે દક્ષિણમાંથી આવેલા 'જૂના વસાહતી'ઓ અને ઉત્તર અને કેનેડામાંથી આવેલા મોરમોન વચ્ચે ઘર્ષણ પેદા થયું હતું. જેને પગલે 'મોરમોન યુદ્ધ' છેડાયું હતું. 1839 સુધીમાં વસાહતીઓએ મોરમોનને મિઝોરીમાંથી હાંકી કાઢ્યા હતા.

ગુલામી પ્રથા મુદ્દે ઘર્ષણે રાજ્યો અને પ્રાંતો વચ્ચેની સરહદો પર તંગદીલી વધારી હતી. 1838–1839માં આયોવા અને કથિત હની લેન્ડ્સ વચ્ચે સરહદ બાબતે વિવાદ થતાં બંને રાજ્યોને તેમની સરહદો પર લશ્કર બોલાવવું પડ્યું હતું. કેનસસે હુમલા કરવા માટે અનેક વખત પશ્ચિમી સરહદો પાર કરી હતી (જેમાં કેનસસ સિટીના ઐતિહાસિક વેસ્ટપોર્ટ વિસ્તારમાં આગ લગાડવાની ઘટનાનો પણ સમાવેશ થાય છે).[સંદર્ભ આપો] જેને પગલે મિઝોરી અને કેનસસની વચ્ચે સરહદી યુદ્ધ છેડાયું હતું.

1830થી 1860 સુધીના સમયગાળામાં મિઝોરીની વસતી દર દાયકાએ બમણી થતી હતી. મોટા ભાગના આંગુતકો અમેરિકન હતા પરંતુ ઘણા આઇરિશ અને જર્મન વસાહતીઓ 1840 અને 1850ના દાયકાના અંત ભાગમાં આવ્યા હતા ભયાનક દુષ્કાળ, જુલમ અને ક્રાંતિકારી ઉથલપાથલને કારણે તેઓ ગુલામ પ્રથા પ્રત્યે લાગણી ધરાવતા ન હતા.

મિઝોરીના મોટા ભાગના ખેડૂતો નોંધપાત્ર પ્રમાણમાં ખેતી કરે છે. જે ખેડૂતો ગુલામ ધરાવતા હતા તેમાંથી મોટા ભાગના ખેડૂતો પાસે પાંચથી ઓછા ગુલામ હતા. પ્લેન્ટર નામના ઇતિહાસકારે જણાવ્યું હતું કે 20 કે તેથી વધુ ગુલામ ધરાવતા ખેડૂતો મોટે ભાગે મિઝોરી નદી પર રાજ્યના મધ્ય ભાગમાં "લિટલ ડિક્સી" તરીકે ઓળખાતી કાઉન્ટીમાં સ્થાયી થયેલા હતા. ગુલામ પ્રથા મુદ્દે તંગદિલીએ રાજ્ય અને દેશના ભાવિ પર ગંભીર અસર પાડી હતી. 1860માં ગુલામ બનાવેલા આફ્રિકન અમેરિકની વસતુ રાજ્યની કુલ વસતી 1,182,012ના 10 ટકા કરતા પણ ઓછી હતી.[૨૫]

1861માં દક્ષિણના રાજ્યો વિભાજન પ્રક્રિયા શરૂ થયા બાદ મિઝોરી ધારાસભાએ વિભાજન મુદ્દે સ્પેશિયલ કન્વેન્શનની ચૂંટણીની માંગ કરી હતી. કન્વેન્શને સંઘમાં રહેવાનો નિર્ણાયક મત આપ્યો હતો. દક્ષિણી રાજ્યો તરફી ગવર્નર ક્લેઇબોર્ન એફ. જેકસનસેન્ટ લૂઇસની છાવણીમાં તાલીમ માટે ભેગા થયેલા રાજ્યના લશ્કરના સૈનિકોને કૂચ કરવા આદેશ આપ્યો હતો. આ હરકતથી સાવચેત બની ગયેલા યુનિયન જનરલ નેથેનિયલ લિઓનને પહેલા તો આંચકો લાગ્યો હતો પરંતુ બાદમાં છાવણીને ઘેરો ઘાલ્યો હતો અને રાજ્યના લશ્કરને શરતાગતિ સ્વીકારવા ફરજ પાડી હતી. લિઓને બાદમાં તેના સૈનિકોને, જેઓ મોટે બાગે અંગ્રેજી સિવાયની ભાષા બોલતા જર્મન વસાહતીઓ હતા, કેદીઓને શેરીઓમાં ફેરવવા આદેશ આપ્યો હતો. તેના સૈનિકોએ કેદીઓની આસપાસ ભેગા થયેલા નાગરિકોના તોફાની ટોળાને વિખેરવા ગોળીબાર પણ કર્યો હતો. "સેન્ટ લૂઇસ હત્યાકાંડ" તરીકે જાણીતી બનેલી ઘટનામાં સૈનિકોએ સેન્ટ લૂઇસમાં નિઃશસ્ત્ર કેદીઓ તેમજ પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરી હતી.

આ ઘટનાઓને પગલે રાજ્યમાં સંઘ ભાવના પ્રબળ બની હતી. ગવર્નર જેકસને કન્વેન્શન ઓન સેક્સેશનના પ્રમુખ સ્ટર્લિંગ પ્રાઇસની મિઝોરી સ્ટેટ ગાર્ડના નવા વડા તરીકે નિમણૂક કરી હતી. રાજ્યમાં જનરલ લિઓનની ઝડપી આગેકૂચને કારણે જેકસન અને પ્રાઇસને 14 જૂન 1861ના રોજ જેફરસન સિટીની રાજધાનીમાં ભાગી જવાની ફરજ પડી હતી. નિઓશો, મિઝોરીમાં જેકસને રાજ્ય ધારાસભાનું એક સત્ર બોલાવ્યું હતું. તેમણે વિભાજનને લગતો એક વટહૂકમ ઘડ્યો. જો કે યુનિયન તરફી રાજ્ય કન્વેન્શનને આવી વસ્તુ માટે સંપૂર્ણ સત્તા અપાઇ હોવાથી રાજ્ય કન્ફેડરેટ કરતાં યુનિયન તરફી વધું હતું. આ વટહૂકમનો બહુ જ ઓછી સ્વીકૃતિ મળી હતી. જો કે વટહુકમને કન્ફેડરેસીએ 30 ઓક્ટોબર 1861માં માન્યતા આપી હતી.

ચૂંટાયેલા ગવર્નરની તેની રાજધાનીમાં ગેરહાજરી અને ધારાસભ્યો વિખેરાયેલા હોવાથી યુનિયન દળોએ હેમિલ્ટન ગેમ્બલને કામચલાઉ ગવર્નર તરીકે નીમીને ચૂંટાયા વગરની યુનિયન તરફી કામચલાઉ સરકાર સ્થાપી હતી. રાષ્ટ્રપ્રમુખ લિંકનના વહીવટીતંત્રએ તાત્કાલિક ગેમ્બલની સરકારને કાયદેસર સરકાર તરીકે માન્યતા આપી હતી. આ નિર્ણયને પગલે રાજ્યની અંદર સેવા આપવા માટે યુનિયન તરફી લશ્કરી દળો અને કેન્દ્રીય દળો માટે સ્વૈચ્છિક રેજિમેન્ટ મળ્યાં હતા.

જનરલ બેન મેકક્યુલોકની આગેવાની હેઠળ આર્કેન્સસ અને ટેક્સાસ ખાતે કેન્દ્રીય દળો અને જનરલ પ્રાઇસની મિઝોરી સ્ટેટ ગાર્ડ અને કન્ફેડરેટના સંયુક્ત દળો વચ્ચે યુદ્ધ છેડાયું હતું. વિલ્સન્સ ક્રીક ખાતેની લડાઈમાં વિજય અને લેક્સિંગ્ટન, મિઝોરી પર કબજો તેમજ અન્ય સ્થળોએ નુકસાન ભોગવ્યા બાદ, કેન્દ્રીય દળોની વિશાળ તાકાત જોતા કન્ફેડરેટ દળો પાસે આર્કેન્સસ અને બાદમાં માર્શલ, ટેક્સાસ તરફ પીછેહટ કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો ન હતો.

નિયમિત કન્ફેડરેટ દળોએ મિઝોરીમાં કેટલાક મોટા હુમલા કર્યા હતા તેમ છતાં રાજ્યમાં આગામી ત્રણ વર્ષ સુધી ચાલેલી લડાઇ મુખ્યત્વે ગેરીલા પદ્ધતિથી હતી. કર્નલ વિલિયમ ક્વાન્ટ્રિલ, ફ્રાન્ક અને જીસ જેમ્સ જેવા "નાગરિક સૈનિકો" યંગર બ્રધર્સ , અને વિલિયમ ટી. એન્ડરસનએ ઝડપી અને નાના એકમોની વ્યૂહરચના અપનાવી હતી. ગૃહ યુદ્ધ દરમિયાન કન્ફેડરેસી હસ્તગત અન્ય વિસ્તારોમાં પણ મિઝોરી પાર્ટિસન રેન્જર્સની આગેવાની હેઠળ આવા બળવા થયા હતા. તાજેતરમાં ઇતિહાસકારોએ જણાવ્યું હતું કે સત્તાવાર યુદ્ધ પુરું થઇ ગયું હોવા છતાં જેમ્સ બ્રધર્સના સમયમાં ગેરીલા યુદ્ધ ચાલું રહ્યાં હતા. 1880ના દાયકામાં દક્ષિણ-મધ્ય મિઝોરીમાં બોલ્ડ નોબર્સની પ્રવૃત્તિઓને યુદ્ધના સત્તાવાર અંત બાદ પણ બિનસત્તાવાર વિદ્રોહ ચાલુ રહ્યો હોવા તરીકે જોવામાં આવે છે.

1930માં સ્પ્રિંગફીલ્ડની આસપાસના વિસ્તારમાં ડિપ્થેરિયાનો રોગચાળો ફેલાયો હતો જેમાં 100 લોકોના મોત થયા હતા. આ વિસ્તારમાં યુદ્ધના ધોરણે રસીઓ મોકલી આપવામાં આવી હતી અને રોગચાળાને અંકુશમાં લેવાયો હતો.

1950 અને 1960ના દાયકાની મધ્યમાં સેન્ટ લૂઇસને બિનઔદ્યોગિકરણની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને રેલરોડ અને ઉત્પાદન ક્ષેત્રમાં અન્ય મુખ્ય ઔદ્યોગિક શહેરની જેમ લાખો લોકો બેકાર બન્યા હતા. આ જ સમયે હાઇવેના નિર્માણે મધ્યમ વર્ગના લોકોને શહેર છોડીને ઉપનગરમાં નવા ઘરમાં જવા માટેનું સરળ બનાવ્યું હતું. અલગ અર્થતંત્ર વિકસાવતા સેન્ટ લૂઇસને અને દાયકાઓની પુનઃરચનાઓમાંથી પસાર થવું પડ્યું હતું. ઉપનગરીય વિસ્તારોએ જ્ઞાન ઉદ્યોગ અને રિટેલ મોલ જેવા સેવા ક્ષેત્રે અલગ રોજગાર બજાર ઉભું કર્યું હતું. 1956માં સેન્ટ ચાર્લ્સએ ઇન્ટરસ્ટેટ હાઇવે પ્રોજેક્ટની કલ્પના કરી હતી.[૨૬]

વસ્તી-વિષયક માહિતી

ફેરફાર કરો
 
મિઝોરી વસતી ગીચતા નકશો
Historical population
Census Pop.
1810૧૯,૭૮૩
1820૬૬,૫૮૬૨૩૬.૬%
1830૧,૪૦,૪૫૫૧૧૦.૯%
1840૩,૮૩,૭૦૨૧૭૩.૨%
1850૬,૮૨,૦૪૪૭૭.૮%
1860૧૧,૮૨,૦૧૨૭૩.૩%
1870૧૭,૨૧,૨૯૫૪૫.૬%
1880૨૧,૬૮,૩૮૦૨૬�૦%
1890૨૬,૭૯,૧૮૫૨૩.૬%
1900૩૧,૦૬,૬૬૫૧૬�૦%
1910૩૨,૯૩,૩૩૫૬�૦%
1920૩૪,૦૪,૦૫૫૩.૪%
1930૩૬,૨૯,૩૬૭૬.૬%
1940૩૭,૮૪,૬૬૪૪.૩%
1950૩૯,૫૪,૬૫૩૪.૫%
1960૪૩,૧૯,૮૧૩૯.૨%
1970૪૬,૭૬,૫૦૧૮.૩%
1980૪૯,૧૬,૬૮૬૫.૧%
1990૫૧,૧૭,૦૭૩૪.૧%
2000૫૫,૯૫,૨૧૧૯.૩%
Est. 2009૫૯,૮૭,૫૮૦[]

2009માં મિઝોરીની અંદાજિત વસતી5,987,580 હતી જે વર્ષ 2000ની વસતીની તુલનાએ 392,369 (7.0 ટકા)નો વધારો દર્શાવે છે. 2000 થી 2007 વચ્ચેના આ વસતી વધારામાં છેલ્લી વસતીગણતરીની તુલનાએ 137,564નો વધારો કુદરતી હતો (જેમાં 343,199 મૃત્યુને બાદ કરતા 480,763 જન્મ થયાં હતા). અને 88,088 લોકોનો વધારો રાજ્યમાં સ્થળાંતરને કારણે નોંધાયો હતો. અમેરિકા બહારના વસાહતીઓને કારણે 50,450 લોકોનો વધારો થયો હતો અને દેશની અંદર જ સ્થળાંતરને કારણે 37,638 લોકોનો વધારો નોંધાયો હતો. મિઝોરીની અડધી વસતી (3,294,936 લોકો અથવા 55.0%) રાજ્યના બે સૌથી મોટા મેટ્રોપોલિટન વિસ્તાર સેન્ટ લૂઇસ અને કેનસસ સિટીમાં રહે છે. 2009માં રાજ્યની વસતી ગીચતા 86.9 હતી જે અન્ય કોઇ પણ રાજ્યની ગીચતાની તુલનાએ 2009ની રાષ્ટ્રીય સરેરાશ (86.8)ને વધુ નજીક છે..

અમેરિકાની 2000ની વસતી ગણતરીમાં જાણવા મળ્યું હતું કે અમેરિકાનું વસતી કેન્દ્ર ફેલ્પ્સ કાઉન્ટી, મિઝોરીમાં આવેલું છે. મિઝોરીનું વસતી કેન્દ્ર વેસ્ટફાલિયામાં ઓસેજ કાઉન્ટીમાં આવેલું છે.[૨૭]

2004ની વસતીમાં 194,000 (રાજ્યની વસતીના 3.4 ટકા) વિદેશી મૂળના લોકોનો સમાવેશ થતો હતો.

મિઝોરીના પાંચ સૌથી મોટા વંશ સમુદાયમાં જર્મન (23.5 ટકા), આઇરિશ (12.7 ટકા), અમેરિકન (10.5 ટકા), ઇંગ્લિશ (9.5 ટકા) અને ફ્રેન્ચ (3.5 ટકા)નો સમાવેશ થાય છે. "અમેરિકન" વંશ સમુયદાયમાં નેટિવ અમેરિકન થવા આફ્રિકન અમેરિકન તરીકે નોંધાયેલા લોકો, તેમજ એવા યુરોપીયન અમેરિકન્સનો પણ સમાવેશ થાય છે કે જેમાના પૂર્વજો અમેરિકામાં નોંધપાત્ર સમય માટે રહ્યાં હોય.

જર્મન અમેરિકન વંશ સમુદાય સમગ્ર મિઝોરીમાં હાજરી ધરાવે છે. આફ્રિકન અમેરિકન સમુદાય સેન્ટ લૂઇસ, કેનસસ સિટી, અને દક્ષિણપૂર્વ બૂટહીલ અને એક જમાનામાં જ્યાં ખેતી મહત્ત્વની ગણાતી હતી તે મિઝોરી નદીની ખીણના કેટલાક વિસ્તારોમાં કુલ વસતીનો નોંધપાત્ર હિસ્સો રચે છે. ફ્રેન્ચ વંશ સમુદાયનો મિઝોરી ક્રીઓલ્સ વંશની વસતી સેન્ટ લૂઇસના દક્ષિણમાં મિસિસિપી નદીની ખીણમાં કેન્દ્રિત થયેલી છે. તાજેતરના લગભગ 40,000-50,000 બોસ્નિયાક વસાહતીઓ મુખ્યત્વે સેન્ટ લૂઇસ વિસ્તારમાં રહે છે.[સંદર્ભ આપો] 2004માં, રાજ્યની વસતીમાં 6.6 ટકા વસતી પાંચ વર્ષથી નાના બાળકો, 25.5 ટકા વસતી 8 વર્ષથી નાના બાળકો અને 13.5 ટકા વસતી 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની નોંધાઇ હતી. કુલ વસતીમાં મહિલાઓ 51.4 ટકા હતી. મિઝોરીના 81.3 ટકા રહેવાસી હાઇસ્કૂલ ગ્રેજ્યુએટ હતા (જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે), અને 21.6 ટકા લોકો બેચલર્સ અથવા તેથી ઉંચી ડીગ્રી ધરાવતા હતા. મિઝોરીના 3.4 ટકા લોકો વિદેશમાં જન્મેલા હતા અને 5.1 ટકા લોકો ઘરે અંગ્રેજી સિવાયની ભાષા બોલતા હતા.

2000માં, મિઝોરીમાં 2,194,594 પરિવાર નોંધાયા હતા. જેમાં પરિવાર દીઠ 2.48 લોકોનું તારણ આવ્યું હતું. મકાન માલિકીનો દર 70.3 ટકા હતો અને માલિકના કબજાવાળા મકાનનું સરેરાશ મૂલ્ય $89,900 હતું 1999માં સરેરાશ પારિવારિક આવક $37,934, અથવા માથા દીઠ આવક $19,936 હતી. 1999માં 11.7 ટકા (637,891) મિઝોરીવાસીઓ ગરીબી રેખાની નીચે જીવતા હતા. કામના સ્થળે જવા માટેનો સરેરાશ સમય 23.8 મિનીટ હતો.

ધર્મને આધારે ઓળખી શકાય તેવા મિઝોરીવાસીઓમાં પ્રત્યેક પાંચમાંથી ત્રણ વ્યક્તિ પ્રોટેસ્ટન્ટ હતા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રોમન કેથોલિક સમુદાય પણ ઠીક ઠીક પ્રમાણમાં છે. લગભગ પ્રત્યેક પાંચ મિઝોરીવાસીમાંથી એક વ્યક્તિ રોમન કેથોલિક છે. મોટો કેથોલિક સમુદાય ધરાવતા વિસ્તારોમાં સેન્ટ લૂઇસ, જેફરસન સિટી, વેસ્ટપ્લેક્સ, અને મિઝોરી રહાઇનલેન્ડ (ખાસ કરીને મિઝોરી નદીનો દક્ષિણ વિસ્તાર)નો સમાવેશ થાય છે.[૨૮] સેન્ટ લૂઇસ અને કેનસસ સિટીનો મેટ્રોપોલિટન વિસ્તાર મહત્ત્વના યહૂદી સમુદાય પણ ધરાવે છે જેમમે શહેરોની સંસ્કૃતિ અને ચેરિટીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. છેલ્લા કેટલાક ઘણા સમયથી આ જ વિસ્તારમાં ભારતીય અને પાકિસ્તાની વસાહતીઓએ હિન્દુ અને મુસ્લિમ સમુદાયો પણ ઉભા કર્યા છે.

અમેરિકન રિલિજીયસ આઇડેન્ટિફેકિશન સરવે મુજબ મિઝોરીમાં વિવિધ ધર્મ પાળતા લોકોની ટકાવારી:[૨૯]

વર્ષ 2000માં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટા સંપ્રદાયમાં રોમન કેથોલિક ચર્ચ 856,964 અનુયાયી સાથે; સધર્ન બાપ્ટિસ્ટ કન્વેન્શ 797,732 અનુયાયી સાથે; યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ 226,578 અનુયાયી સાથે,નો સમાવેશ થતો હતો.[૩૦]

કેટલાક ધાર્મિક સંગઠનો મિઝોરીમાં મુખ્યમથક ધરાવે છે જેમાં લ્યુથેરન ચર્ચ—મિઝોરી સાયનોડ, જે કિર્કવૂડમાં મુખ્યમથક ધરાવે છે, તેમજ યુનાઇટેડ પેન્ટીકોસ્ટલ ચર્ચ ઇન્ટરનેશનલ, જે હેઝલવૂડમાં મુખ્યમથક ધરાવે છે,નો સમાવેશ થાય છે. આ બંને મથકો સેન્ટ લૂઇસની બહાર આવેલા છે. કેનસસ સિટી ચર્ચ ઓફ ધ નાઝરીનનું મુખ્યમથક છે. કેનસસ સિટીની નજીક આવેલું ઇનડિપેન્ડન્સ કમ્યુનિટી ઓફ ક્રાઇસ્ટ (જે અગાઉ રિઓર્ગેનાઇઝ્ડ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર ડે સેઇન્ટ્સ તરીકે ઓળખાતું હતું), અને રેમનન્ટ ચર્ચ ઓફ ધ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેડર ડે સેઇન્ટ્સનું મુખ્ય મથક છે. મિઝોરીના અન્ય ભાગ પણ ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર ડે સેઇન્ટ્સ (મોર્મોન્સ)નું નોંધપાત્ર ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, તે કેટલાક સ્થળ/મુલાકાતી કેન્દ્રોની જાળવણી કરે છે અને તેના સભ્યો મિઝુરીની કુલ વસતીમાં 1 ટકા હિસ્સો અથવા 62,217 સભ્ય ધરાવે છે. સ્પ્રિંગફીલ્ડ એસેમ્બલીઝ ઓફ ગોડ અને બાપ્ટિસ્ટ બાઇબલ ફેલોશિપ ઇન્ટરનેશનલનું મુખ્યમથક છે. જનરલ એસોસિએશન ઓફ જનરલ બાપ્ટિસ્ટ્સ પોપ્લર બ્લફમાં મુખ્યમથક ધરાવે છે. પેન્ટીકોસ્ટલ ચર્ચ ઓફ ગોડ જોપ્લિનમાં મુખ્યમથક ધરાવે છે. યુનિટી ચર્ચ યુનિટી વિલેજમાં મુખ્યમથક ધરાવે છે.

અર્થતંત્ર

ફેરફાર કરો
 

બ્યૂરો ઓફ ઇકોનોમિક એનાલિસિસના અંદાજ મુજબ મિઝોરીનું કુલ રાજ્ય ઉત્પાદન 2006માં $225.9 અબજ હતું. 2006માં માથાદીઠ વ્યક્તિગત આવક $32,705 હતી,[૧૭] જે રાષ્ટ્રીય સ્તરે 26મા ક્રમે હતી. મુખ્ય ઉદ્યોગોમાં એરોસ્પેસ, ટ્રાન્સપોર્ટેશન ઇક્વિપમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ, રસાયણો, છાપકામ/પ્રકાશન, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, હળવું ઉત્પાદન, અને બીયરનો સમાવેશ થાય છે.

રાજ્યના કૃષિ ઉત્પાદનોમાં ગાયનું માસ, સોયાબીન, ડુક્કરનું માસ, દૂધની બનાવટો, પશુદાણ, મકાઈ, મરઘા ઉદ્યોગ, બાજરી, કપાસ, ચોખા અને ઈંડાનો સમાવેશ થાય છે. મિઝોરી રાષ્ટ્રીય સ્તરે ડુક્કર ઉત્પાદનમાં 6ઠ્ઠા ક્રમે અને પશુ ઉત્પાદનમાં 7માં ક્રમે છે. સોયાબીન ઉત્પાદનમાં મિઝોરી રાષ્ટ્રીય સ્તરે ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. 2001ના અંતે મિઝોરીમાં 108,000 ખેતર હતા. મિઝોરી ટેક્સાસ બાદ બીજા ક્રમે સૌથી વધુ ખેતર ધરાવતું હતું. મિઝોરી તેના ઝડપથા ઉભરા રહેલા વાઇન ઉદ્યોગને સક્રિય રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે.

મિઝોરી મોટા પ્રમાણમાં ચૂનાનાં પત્થરો ધરાવે છે. ખાણમાંથી મેળવવામાં આવતા અન્ય સંસાધનોમાં સીસું, કોલસો, અને ભૂકો કરેલા પત્થરનો સમાવેશ થાય છે. મિઝોરી સીસાનું તમામ રાજ્યોમાં સૌથી વધુ ઉત્પાદન કરે છે. સીસાની મોટા ભાગની ખાણો રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલી છે. પોર્ટલેન્ડ સિમેન્ટના મુખ્ય ઘટક એવા ચૂનાના ઉત્પાદનમાં પણ મિઝોરી પ્રથમ અથવા પ્રથમ ક્રમની નજીક છે.

મહત્ત્વની દ્રષ્ટિએ પ્રવાસન, સેવા અને હોલસેલ/રિટેલ વેપારનો ક્રમ ઉત્પાદન ક્ષેત્રની બાદમાં આવે છે.

વ્યક્તિગત આવક પર 10 વિવિધ આવક વિભાજનમાં 1.5 ટકા થી 6.0 ટકા સુધીનો વેરો વસૂલવામાં આવે છે. મિઝોરીનો મોટા ભાગની વસ્તુઓ પર વેચાણ વેરાનો દર 4.225 ટકા છે. વધારાના સ્થાનિક કર લાગુ પડી શકે છે. 2,500થી વધુ સ્થાનિક મિઝોરી સરકારો રિયલ પ્રોપર્ટી (રિયલ એસ્ટેટ) અને વ્યક્તિગત અસ્કામત પર વસુલવામાં આવતા પ્રોપર્ટી ટેક્સપર આધાર રાખે છે. મોટર ધરાવતા વાહનો સિવાય તમામ અસ્કામતોને વ્યક્તિગત અસ્કામત ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. કરવેરામાંથી રાહત અપાયેલી રિયલ એસ્ટેટમાં સરકારી મિલકતો અને એવી મિલકતો જેનો સ્પષ્ટ ધર્માદાના હેતુસર ધાર્મિક પૂજાના સ્થળ, શાળા, કોલેજો તરીકે કામ કરે છે. મિઝોરીમાં વારસા વેરો અને ફેડરલ એસ્ટેટ ટેક્સની વસુલાતને લગતો મર્યાદિત મિઝોરી એસ્ટેટ ટેક્સ નથી.

મિઝોરી સંઘપ્રદેશમાં એક માત્ર એવું રાજ્ય છે જે બે ફેડરલ રિઝર્વ બેન્ક ધરાવે છે: એક રિઝર્વ બેન્ક કેનસસ સિટીમાં આવેલી છે (જે પશ્ચિમી મિઝોરી, કેનસસ, નેબ્રાસ્કા, ઓક્લાહોમા, કોલોરાડો, ઉત્તરીય ન્યૂ મેક્સિકો, અને વ્યોમિંગને સેવા આપે છે) અને બીજી રિઝર્વ બેન્ક સેન્ટ લૂઇસમાં આવેલી છે જે ( પૂર્વીય મિઝોરી, દક્ષિણી ઇલિનોઇસ, દક્ષિણી ઇન્ડિયાના, પશ્ચિમી કેન્ટકી, પશ્ચિમી ટેનીસી, ઉત્તરીય મિસિસિપી અને આર્કેન્સસને સેવા આપે છે).[૩૧] જાન્યુઆરી 2010ના અંતે રાજ્યનો બેરોજગારીનો દર 9.5% હતો.[૩૨]

હવાઇ માર્ગ

ફેરફાર કરો

મિઝોરી બે મુખ્ય એરપોર્ટ કેન્દ્ર: લેમ્બર્ટ -સેન્ટ લૂઇસ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કેનસસ સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવે છે.

 
કિર્કવૂડ, મિઝોરીના એમટ્રેક સ્ટેશનનું દ્રશ્ય

દેશના સૌથી વ્યસ્ત ત્રણ રેલ કેન્દ્રોમાંથી બે કેન્દ્રો મિઝોરીમાં આવેલા છે. કેનસસ સિટી બીએનએસએફ રેલવે, નોર્ફોક સધર્ન રેલવે, કેનસસ સિટી સધર્ન રેલવે, અને યુનિયન પેસિફિક રેલરોડ માટે મુખ્ય રેલરોડ કેન્દ્ર છે. કેનસસ સિટી અમેરિકાની બીજા ક્રમનું સૌથી મોટું નૂર રેલ કેન્દ્ર છે. કેનસસ સિટી, સેન્ટ લૂઇસ જેવા સ્થળો રેલવે નૂરના મહત્ત્વના સ્થળો છે. એમટ્રેક પેસેન્જર ટ્રેન કેનસસ સિટી, લા પ્લાટા, જેફરસન સિટી, સેન્ટ લૂઇસ, લીઝ સમિટ, ઇનડિપેન્ડન્સ, વોરેન્સબર્ગ, હર્મેન, વોશિંગ્ટન, કિર્કવૂડ, સેડાલિયા, અને પોલર બ્લફનો સેવા આપે છે.

મિઝોરીની એક માત્ર શહેરી લાઇટ રેલ/સબવે સિસ્ટમ સેન્ટ લૂઇસ મેટ્રોલિન્ક છે જે સેન્ટ લૂઇસ શહેરને ઇલિનોઇસ અને સેન્ટ લૂઇસ કાઉન્ટીના ઉપનગરો સાથે જોડે છે. તે અમેરિકાની સૌથી લાંબી ટ્રેક માઇલેજ સિસ્ટમ પૈકીની એક છે. કેનસસ સિટી વિસ્તારમાં લાઇટ રેલ સિસ્ટમ શરૂ કરવા માટે 2007માં પ્રાથમિક આયોજન થયું હતું પરંતુ નવેમ્બર 2008માં મતદાતાઓએ તે દરખાસ્તને પરાસ્ત કરી હતી. સેન્ટ લૂઇસમાં આવેલું ગેટવે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશન સેન્ટર રાજ્યનું સૌથી મોટું સક્રિય બહુહેતુક પરિવહન કેન્દ્ર છે. તે ડ્યૂટાઇન સેન્ટ લૂઇસમાં ઐતિહાસિક સેન્ટ લૂઇસ યુનિયન સ્ટેશન સંકુલની બાજુમાં આવેલું છે. તે શહેરની રેલ સિસ્ટમ સેન્ટ લૂઇસ મેટ્રોલિન્ક અને ક્ષેત્રીય બસ સેવા મેટ્રોબસ, ગ્રેહાઉન્ડ, એમટ્રેક અને શહેરી ટેક્સી સેવા માટે મુખ્ય કેન્દ્ર/સ્ટેશન તરીકે કામ કરે છે. સ્પ્રિંગફીલ્ડ બીએએસએફ રેલવેનું સંચાલન કેન્દ્ર છે.

 
હેન્નિબલ, મિઝોરી ખાતે મિસિસિપી નદીનું નયનરમ્ય દ્રશ્ય

મિસિસિપી નદી[[]] અને મિઝોરી નદી મિઝોરીમાં તેની સમગ્ર લંબાઇ દરમિયાન વેપારી હેતુસર ઉપયોગમાં લઇ શકાય તેવી છે. મિઝોરીને ડ્રેજીંગ અને જેટ્ટી દ્વારા ચેનલાઇઝ કરાયું હતું અને મિસિસિપીમાં ખડકો દૂર કરવા તેમજ ઊંડી બનાવવા માટે અનેક લોક અને બંધ બનાવવામાં આવ્યા હતા. સેન્ટ લૂઇસ મિસિસિપી નદી પર બાર્જ ટ્રાફિક માટેનું મુખ્ય સ્થળ છે.

 
2009 સુધીની મિઝોરી સ્ટેટ લાઇસન્સ પ્લેટ

નીચે દર્શાવેલી માહિતી મુજબના કેટલાક હાઇવે રાજ્યમાંથી પસાર થાય છે.

2004ના અંતમાં સુધારા 3 માટેનો માર્ગ મોકળો થતાં મિઝોરી ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન (મોડોટ)એ ડિસેમ્બર 2007 સુધીમાં તેના હાઇવેની સ્થિતિમાં સુધારો કરવાના ઉદેશ2,200 miles (3,500 km) સાથે સ્મૂથર, સેફર, સૂનર રોડ નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. 2006–2008 દરમિયાન અકસ્માત મૃત્યુની વાર્ષિક સંખ્યા ઘટી હતી. 2005માં 1,257 અકસ્માત 2006માં 1,096, 2007માં 974 અકસ્માત અને 2008માં 941 અકસ્માત નોંધાયા હતા.[૩૩]

ઇન્ટરસ્ટેટ ફ્રીવેસ

ફેરફાર કરો

યુનાઇટેડ સ્ટેટ્સ રૂટ

ફેરફાર કરો
ઉત્તર-દક્ષિણ રૂટ પૂર્વ-પશ્ચિમ રૂટ

કાયદો અને સરકાર

ફેરફાર કરો

મિઝોરીનું વર્તમાન બંધારણ તેનું ચોથું બંધારણ છે અને 1945માં તેને સ્વીકારવામાં આવ્યું હતું. તે સરકારની ત્રણ શાખા પુરી પાડે છેઃ ધારાકીય, ન્યાય અને વહીવટી શાખા. ધારાકીય શાખા બે સંસ્થાઓ ધરાવે છે.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ અને સેનેટ. આ બે સંસ્થાઓ મિઝોરી જનરલ એસેમ્બલીની રચના કરે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ 163 સભ્ય ધરાવે છે જેમને છેલ્લા દાયકાની વસતી ગણતરીને આધારે વહેંચવામાં આવે છે. સેનેટ લગભગ સમાન વસતી ધરાવતા જિલ્લાઓમાંથી 34 સભ્ય ધરાવે છે. મિઝોરીના ન્યાય વિભાગમાં સુપ્રીમ કોર્ટ ઓફ મિઝોરી, મિઝોરી કોર્ટ ઓફ અપીલ્સ અને 45 સર્કિટ કોર્ટનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટ ઓફ મિઝોરી સાત જજ ધરાવે છે, મિઝોરી કોર્ટ ઓફ અપીલ્સ ત્રણ જિલ્લામાં વહેંચાયેલી (વચગાળાની એપલેટ કોર્ટ છે જે કેનસસ સિટી, સેન્ટ લૂઇસ, અને સ્પ્રિંગફીલ્ડમાં આવેલી છે), અને સર્કિટ કોર્ટ સ્થાનિક ટ્રાયલ કોર્ટ તરીકે કામ કરે છે. વહીવટી શાખાનું નેતૃત્ત્વ ગવર્નર ઓફ મિઝોરી કરે છે અને અને તેમાં પાંચ ચૂંટાયેલા પ્રતિનિધઓનો સમાવેશ થાય છે. 2008ની ચૂંટણી બાદ મિઝોરીની એક સ્ટેટવાઇડ ચૂંટાયેલી બેઠક ડેમોક્રેટ્સ પાસે છે.

રાજકીય નેતૃત્ત્વની સ્થિતિ

ફેરફાર કરો
ભૂતકાળની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામ
વર્ષ રિપબ્લિકન ડેમોક્રેટિક થર્ડ પાર્ટી
2008 49.39% 1,445,814 49.25% 1,441,911 1.36% 39,889
2004 53.30% 1,455,713 46.10% 1,259,171 0.60% 16,480
2000 50.42% 1,189,924 47.08% 1,111,138 2.50% 58,830
(1996). 41.24% 890,016 47.54% 1,025,935 11.22% 242,114
1992 33.92% 811,159 44.07% 1,053,873 22.00% 526,238
1988 51.83% 1,084,953 47.85% 1,001,619 0.32% 6,656
1984 60.02% 1,274,188 39.98% 848,583 0.00% None
1980 51.16% 1,074,181 44.35% 931,182 4.49% 94,461
1976 47.47% 927,443 51.10% 998,387 1.42% 27,770
1972 62.29% 1,154,058 37.71% 698,531 0.00% None
1968 44.87% 811,932 43.74% 791,444 11.39% 206,126
1964 35.95% 653,535 50.92% 1,164,344 0.00% None
1960 49.74% 962,221 50.26% 972,201 0.00% None
1956 49.89% 914,289 50.11% 918,273 0.00% None
1952 50.71% 959,429 49.14% 929,830 0.15% 2,803
1948 41.49% 655,039 58.11% 917,315 0.39% 6,274
1944 48.43% 761,524 51.37% 807,804 0.20% 3,146
1940 47.50% 871,009 52.27% 958,476 0.23% 4,244
1936 38.16% 697,891 60.76% 1,111,043 1.08% 19,701
1932 35.08% 564,713 63.69% 1,025,406 1.22% 19,775
1928 55.58% 834,080 44.15% 662,562 0.27% 4,079
1924 49.58% 648,486 43.79% 572,753 6.63% 86,719
1920 54.56% 727,162 43.13% 574,799 2.32% 30,839
1916 46.94% 369,339 50.59% 398,032 2.46% 19,398
1912 29.75% 207,821 47.35% 330,746 22.89% 159,999
1908 48.50% 347,203 48.41% 346,574 3.08% 22,150
1904 49.93% 321,449 46.02% 296,312 4.05% 26,100
1900 45.94% 314,092 51.48% 351,922 2.58% 17,642

મિઝોરીની અમેરિકાના રાજકારણમાં નેતૃત્ત્વ કરતા રાજ્ય તરીકે ગણના થાય છે. આ રાજ્યએ અન્ય કોઇ પણ રાજ્ય કરતા વધુ વિજેતા રાષ્ટ્રપ્રમુખ ઉમેદવારો આપ્યા છે. બે અપવાદને બાદ કરતા 1904 બાદની પ્રત્યેક ચૂંટણીમાં મિઝોરીએ રાષ્ટ્રીય મતદાન વલણ મુજબ જ મતદાન કર્યું છે. 1956ની ચૂંટણીમાં તેણે ઇલિનોઇસના ગવર્નર અડલાઇ સ્ટીવન્સનની તરફેણ કરી હતી જો કે કેનસસના ડ્વાઇટ ઇઝનહોવર રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. 2008ની ચૂંટણીમાં જ્યારે તેણે એરિઝોનાના સેનેટર જોહ્ન મેકકેઇન માટે મતદાન કર્યું હતું ત્યારે રાષ્ટ્રીય વિજેતા ઇલિનોઇસના સેનેટર બરાક ઓબામા પાતળી બહુમતીથી જીત્યા હતા.

સરકારની લઘુત્તમ દરમિયાનગીરીવાળા શરાબ અને તમાકુ કાયદા

ફેરફાર કરો

મિઝોરી નિયમન તંત્ર પ્રત્યે તેની પ્રજાના "દ્રઢનિશ્ચયી, સંકુચિત, ચાલાક" અભિગમ માટે જાણીતું છે. માટે જ તે રાજ્યના બિનસત્તાવાર નિકનેમ "શો-મી સ્ટેટ"ના મૂળ પૈકીનું એક છે.[૩૪] મિઝોરી અમેરિકાનું શરાબ અને તમાકુ ઉત્પાદન કરતું અગ્રણી રાજ્ય છે. માટે મિઝોરીમાં શરાબ અને તમાકુનું નિયમન અમેરિકાના સૌથી ઓછા દરમિયાનગીરીવાળા ક્ષેત્રો છે.

મોટી સંખ્યામાં જર્મન વસાહતી અને શરાબ ગાળવાના ઉદ્યોગના વિકાસ સાથે મિઝુરી અમેરિકામાં સૌથી હળવા શરાબ કાયદા ધરાવે છે. તેણે ક્યારેય રાજ્યવ્યાપી દારૂબંધી માટે કાયદો ઘડ્યો નથી. મિઝોરીએ 1910,1912 અને 1918માં લેવાયેલા ત્રણ અલગ લોકમતમાં મતદાતાઓએ દારૂબંધીને ફગાવી હતી. 1934 સુધી મિઝોરીમાં શરાબ ક્ષેત્રનું નિયમન શરૂ થયું ન હતું. આજે શરાબને લગતા કાયદા પર રાજ્ય સરકારનો અંકુશ છે અને સ્થાનિક ન્યાયતંત્રને આ રાજ્ય કાયદાઓથી આગળ વધવા પર પ્રતિબંધ છે. મિઝોરીમાં રાજ્યવ્યાપી કોઇ ઓપન કન્ટેનર કાયદો નથી. ત્યાં જાહેરમાં શરાબ પીવા પર કોઇ પ્રતિબંધ નથી. ત્યાં શરાબને લગતા બ્લ્યુ લો, સ્થાનિક વિકલ્પ, શરાબ વેચવા માટેના ચોક્કસ સ્થળ (એટલે કે દવાની દુકાન કે ગેસ સ્ટેશન પર પણ કોઇ પણ પ્રકારનો શરાબ વેચાઇ શકે છે)અને શરાબની ટકાવારીને આધારે તફાવત કરતા કાયદાનો અભાવ છે. મિઝોરીમાં સગીર દ્વારા દારૂ પીવા (દારૂના કબજાથી વિપરિત) પર પ્રતિબંધ મુકતો કાયદો નથી. અને રાજ્યનો કાયદો જાહેરમાં નશો કરવા બદલ વ્યક્તિની ધરપકડ કે ફોજદારી દંડ સામે રક્ષણ આપે છે.[૩૫] મિઝોરી દારૂબંધીને લગતી કોઇ પણ સત્તા પર પ્રતિબંધ મૂકે છે. મિઝોરીોન કાયદો માતાપિતા અને વાલીઓને તેમના બાળકોને શરાબ પીરસવાની છૂટ આપે છે.[૩૬] કેનસસ સીટીનું પાવર એન્ડ લાઇટ ડિસ્ટ્રીક્ટ અમેરિકાના એવા કેટલાક સ્થળ પૈકીનું એક છે કે જ્યાં રાજ્યનો કાયદો 21 વર્ષથી વધુની ઉંમર ધરાવતી વ્યક્તિને શેરીમાં ખુલ્લા કન્ટેનરમાં દારૂ ધરાવવાની અને દારૂ પીવાની છૂટ આપે છે (જો કે પીણું પ્લાસ્ટિક કપમાં હોવું જોઇએ).[૩૭]

આ પણ જૂઓ: મિઝોરીના ધૂમ્રપાન અંગેના કાયદા

તમાકુની વાત કરીએ તો, મિઝોરીમાં જૂન 2009ના અંત સુધી સિગારેટ પર અમેરિકાનો (સાઉથ કેરોલિના બાદનો) બીજા ક્રમનો સૌથી ઓછો એક્સાઇઝ ટેક્સ હતો. સિગારેટના પ્રત્યેક પેક પર 17 સેન્ટનો એક્સાઇઝ ટેક્સ છે.[૩૮] આ દર ચાલુ રાખવા મતદાતાઓએ 2002 અને 2006માં તેની તરફેણમાં મતદાન કર્યું હતું.[૩૯] 2007માં, ફોર્બ્સ એ મિઝોરીના સૌથી મોટા મેટ્રોપોલિટન વિસ્તાર સેન્ટ લૂઇસને અમેરિકાનું "ધૂમ્રપાન કરનારાઓ માટેનું શ્રેષ્ઠ શહેર" ગણાવ્યું હતું. [૪૦] સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, 2008માં મિઝોરી અમેરિકાના રાજ્યોમાં પુખ્ત ધૂમ્રપાન કરનારાઓની ટકાવારીની દ્રષ્ટિએ 24.5 ટકા સાથે ચોથા ક્રમે હતું.[૪૧] મિઝોરીની તમાકુની બનાવટો ખરીદવાની અને વિતરણ માટેની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે તેમ છતાં ખાનગી મિલકતો પર પરિવારના સભ્યો દ્વારા 18 વર્ષથી નીચેના યુવાનોને તમાકુની બનાવટોનું વિતરણ કરી શકાય છે.[૪૨] મિઝોરી જનરલ એસેમ્બલી પહેલા ધૂમ્રપાન પર રાજ્યવ્યાપી પ્રતિબંધ મુકવાની વાતને ક્યારેય ગંભીરતાથી લેવાઇ નથી. ઓક્ટોબર 2008માં મિઝોરી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સિનીયર સર્વિસિસ દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે માત્ર 27.5% મિઝોરીવાસીઓએ બાર અને રેસ્ટોરાંમાં ધૂમ્રપાન પર રાજ્યવ્યાપી પ્રતિબંધને સમર્થન આપ્યું હતું.[૪૩] મિઝોરી રાજ્યનો કાયદો બાર, 50થી ઓછી બેઠક ધરાવતા રેસ્ટોરાં, બોલિંગ એલીઝ, બિલીયર્ડ પાર્લરોને કોઇ પણ મર્યાદા વગર તેમની પોતાની ધૂમ્રપાન નીતિ નક્કી કરવાની છૂટ આપે છે.[૪૪]

વધુમાં, મિઝોરીમાં કોઇ વ્યક્તિ કામ પર ના હોય ત્યારે શરાબ અને/અથવા તમાકુની બનાવટનો કાયદેસર રીતે ઉપયોગ કરે છે તે કારણસર કોઇ પણ નોકરીદાતા કોઇ પણ વ્યક્તિને નોકરીએ રાખવાથી ઇનકાર કરી શકતો નથી કે તેને હાંકી કાઢી શકતો નથી અથવા તેને નુકસાન કરી શકતો નથી. કારણકે આવા આચરણને નોકરીદાતા માટે "અયોગ્ય રોજગાર આચરણ" ગણવામાં આવે છે.[૪૫]

કાઉન્ટીઝ

ફેરફાર કરો

મિઝોરી 114 કાઉન્ટી અને એક સ્વતંત્ર શહેર (સેન્ટ લૂઇસ) ધરાવે છે. કદની દ્રષ્ટિએ સૌથી મોટી કાઉન્ટી ટેક્સાસ કાઉન્ટી (1,179 ચોરસ માઇલ) છે અને શેનોન કાઉન્ટી (1,004 ચોરસ માઇલ) સાથે બીજા ક્રમે છે. વર્થ કાઉન્ટી (266 ચોરસ માઇલ) સૌથી નાની છે. સેન્ટ લૂઇસનું સ્વતંત્ર શહેર માત્ર 62 square miles (160 km2) વિસ્તાર ધરાવે છે. સેન્ટ લૂઇસ મિઝોરીનો સૌથી વધુ વસતી ધરાવતો (5,724.7 પ્રતિ ચોરસ માઇલ) વિસ્તાર છે. વસતીની દ્રષ્ટિએ સૌથી મોટી કાઉન્ટી (2008ના અંદાજ મુજબ) સેન્ટ લૂઇસ કાઉન્ટી (991,830 રહેવાસી) છે, જેકસન કાઉન્ટી (668,417 રહેવાસી) બીજા ક્રમે છે, સેન્ટ લૂઇસ (354,361) ત્રીજા ક્મે અને સેન્ટ ચાર્લ્સ (349,407) ચોથા ક્રમે છે. વર્થી કાઉન્ટી માત્ર 2,039 રહેવાસી સાથે સૌથી ઓછી વસતી ધરાવતી કાઉન્ટી છે.

મહત્ત્વના શહેરો અને નગરો

ફેરફાર કરો
નોંધપાત્ર વસતી ધરાવતા અગ્રણી શહેરો
ક્રમ શહેર વસતી[૪૬] કાઉન્ટી
 
કેનસસ સિટી

 
સેન્ટ લૂઇસ
1 કેનસસ સિટી 451,572 જેકસન, ક્લે, પ્લેટ, કાસ
2 સેન્ટ લૂઇસ 354,361
3 સ્પ્રીંગફીલ્ડ 156,206 ગ્રીન
4 ઇનડિપેન્ડન્સ 121,212 જેકસન
5 કોલમ્બિયા 100,733 બૂન
6 લીઝ સમિટ 117,352 જેકસન
7 ઓફોલોન 74,976 સેન્ટ ચાર્લ્સ
8 સેન્ટ જોસફ 73,912 બ્યુકેનન
યુએસ સેન્સસ બ્યુરોના 2008ના અંદાજ મુજબ

જેફરસન શહેર મિઝોરીનું રાજ્ય પાટનગર છે.

મિઝોરીના સૌથી મોટા પાંચ શહેરોમાં કેનસસ સિટી, સેન્ટ લૂઇસ, સ્પ્રિંગફીલ્ડ, ઇનડિપેન્ડન્સ, અને કોલમ્બિયાનો સામવેશ થાય છે.[૪૭]

સેન્ટ લૂઇસ મિઝોરીના સૌથી મોટા મેટ્રોપોલિટન વિસ્તારમાં મુખ્ય શહેર છે. તે સત્તર કાઉન્ટી અને એક સ્વતંત્ર શહેર સેન્ટ લૂઇસ ધરાવે છે. તેમાં આઠ કાઉન્ટી ઇલિનોઇસમાં પડે છે. 2008 સુધી, ગ્રેટર સેન્ટ લૂઇસ 28.1ની વસતી સાથે દેશનો 18મો સૌથી મોટો મેટ્રોપોલિટન વિસ્તાર હતો. જો કે કમ્બાઇન્ડ સ્ટેટિસ્ટિકલ એરિયાનો ઉપયોગ કરીને ક્રમ આપવામાં આવે તો તે 28.8 લાખની વસતી સાથે 16માં ક્રમે છે.. મિઝોરીના સેન્ટ લૂઇસ મેટ્રો વિસ્તારમાં આવેલા કેટલાક મુખ્ય શહેરોમાં ચેન્ટ ચાર્લ્સ, સેન્ટ પીટર્સ, ફ્લોરિસન્ટ, ચેસ્ટરફીલ્ડ, ક્રેવ કૌર, મેરિલેન્ડ હાઇટ્સ, ઓફેલોન, ક્લેટન, બોલવિન, અને યુનિવર્સિટી સિટીનો સમાવેશ થાય છે.

કેનસસ સિટી મિઝોરીનું સૌથી મોટું શહેર છે અને કેનસસ રાજ્યની છ કાઉન્ટી સહિતના કેનસસ સિટી મેટ્રોપોલિટન સ્ટેટિસ્ટિકલ એરિયાની પંદર કાઉન્ટી પૈકીનું એક મુખ્ય શહેર છે. 2008 સુધી તે 20.02 લાખની વસતી સાથે દેશનો 29માં ક્રમનો સૌથી મોટો મેટ્રોપોલિટન એરિયા હતો. કેનસસ સિટીના મેટ્રો વિસ્તારમાં આવેલા અન્ય કેટલાક મુખ્ય શહેરોમાં ઇન્ડિપેન્ડન્સ, લી સમિટ, બ્લ્યુ સ્પ્રિંગ, રેટાઉન, લિબર્ટી, અને ગ્લેડસ્ટોનનો સમાવેશ થાય છે. બ્રાસન દક્ષિણપશ્ચિમ મિઝૂરના ઓઝાર્ક્સનું મહત્ત્વનું પર્યટન આકર્ષણ છે.

મિઝોરી સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશન

ફેરફાર કરો

મિઝોરી સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશન સમગ્ર મિઝોરીના જાહેર શિક્ષણ માટેની સામાન્ય સત્તા ધરાવે છે. તે ગવર્નર દ્વારા નિમાયેલા અને મિઝોરી સેનેટ દ્વારા પુષ્ટિ અપાયેલા આઠ સભ્યોનું બનેલું હોય છે.

 
યુનિવર્સિટી ઓફ મિઝોરી કેમ્પસ પર જેસી હોલ અને ફ્રાન્સિસ ક્વોડ

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ

ફેરફાર કરો

167.031 આરએસએમઓ અધિનિયમ હેઠળ સાતથી સત્તર વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. આ નિયમ મુજબ કોઇ પણ માતાપિતા, વાલી અથવા પાલક કે જે સાત વર્ષ અને જિલ્લા માટેની ફરજિયાત હાજરી ઉંમર વચ્ચેની ઉંમર ધરાવતા બાળકનો કબજો ધરાવતા હોય તેમણે તે ખાતરી કરવી પડશે કે બાળક નિયમિત હાજરીવાળી જાહેર, ખાનગી, પેરોકિયલ સ્કૂલ, હોમ સ્કૂલ અથવા સંયુક્ત શાળામાં ભણવા જાય અને સમગ્ર શાળા વર્ષ દરમિયાન હાજરી આપે.

"જિલ્લા માટેની ફરજિયાત હાજરી ઉંમર" એટલે સત્તર (17) વર્ષની ઉંમર અથવા અન્ય તમામ કેસોમાં હાઇસ્કૂલ ગ્રેજ્યુએશનમાં સોળ (16) ક્રેડિટ સફળતાપૂર્વક પાસ કરેલી હોય. પાંચ (5)થી સાત (7) વર્ષના બાળકને શાળાએ મોકલવો જરૂરી નથી. તેમ છતાં તેમના માતાપિતા અથવા વાલી, પાલક તેમને શાળામાં દાખલ કરે તો તેમણે તે સુનિશ્ચિત કરવું પડશે કે બાળક શાળામાં નિયમિત હાજરી આપે. મિઝરી શાળાઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના ત્રણ સ્તરમાં વહેચાયેલી છે જેમાં એલિમેન્ટરી સ્કૂલ, મિડલ સ્કૂલ અથવા જુનીયર હાઇસ્કૂલ અને હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. જાહેર શાળા વ્યવસ્થામાં કન્ડરગાર્ટનથી લઇને 12મા ધોરણ સુધીનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રદેશો ઘણી વખત માળખામાં જટિલ હોય છે. કેટલાક કિસ્સામાં એક જિલ્લાની એલિમેન્ટરી, મિડલ અને જુનીયર હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે બીજા જિલ્લાની હાઇસ્કૂલોમાં મોકલવામાં આવે છે. હાઇસ્કૂલ એથલેટિક્સ અને સ્પર્ધાઓનું સંચાલન મિઝોરી સ્ટેટ હાઇસ્કૂલ એક્ટિવિટીઝ એસોસિએશન અથવા એમએસએચએસએએ કે છે.

હોમસ્કૂલિંગ મિઝોરીમાં કાયદેસર છે અને અને ફરજિયાત શિક્ષણની જરૂરિયાત સંતોષવા માટેનો તે એક વિકલ્પ છે. તેનું રાજ્યના ડિપાર્ટમેન્ટ ઓફ એલિમેન્ટરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા નિયમન થતું નથી.[૪૮]

પૂરક શિક્ષણ કાર્યક્રમ મિઝોરી સ્કોલર્સ એકેડેમી , મિઝોરીમાં હાઇસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને વધારાનું શિક્ષણ પુરું પાડે છે. એમએસએની સત્તાવાર વેબસાઇટ એકેડેમીના ઉદેશોને વર્ણવે છે કે, "એકેડેમી મિઝોરીની તમામ સ્તરે શિક્ષણમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની મહેચ્છાને પ્રતિબિંબિત કરે છે. આ કાર્યક્રમ તે ખાતરીને આધારિત છે કે મિઝોરીના હોશિયાર યુવકોને તેમની ક્ષમતા ખિલવવા શિક્ષણ અને વિકાસ માટે વિશેષ તક પુરી પાડવામાં આવે."

કોલેજો અને યુનિવર્સિટીઓ

ફેરફાર કરો

યુનિવર્સિટી ઓફ મિઝોરી સિસ્ટમ મિઝોરીની રાજ્યવ્યાપી જાહેર યુનિવર્સિટી સિસ્ટમ છે. રાજ્યની ફ્લેગશિપ અને સૌથી મોટી યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ મિઝોરી કોલંબિયામાં આવેલી છે. અન્ય સિસ્ટમમાં યુનિવર્સિટી ઓફ મિઝોરી–કેનસસ સિટી, યુનિવર્સિટી ઓફ મિઝોરી–સેન્ટ લૂઇસ, અનેમિઝોરી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ટ્રુમેન સ્ટેટ યુનિવર્સિટી, મિઝોરીની "અગ્રણી મુક્ત કળા અને વિજ્ઞાન યુનિવર્સિટી," છે[૪૯][૫૦] તે પ્રવેશ માટે ઊંચા માપદંડ ધરાવતી રાજ્યની એકમાત્ર જાહેર સંસ્થા છે.[૫૧][૫૨] એ. ટી. સ્ટિલ યુનિવર્સિટી વિશ્વની સૌ પ્રથમ ઓસ્ટીઓપેથિક મેડિકલ સ્કૂલ હતી. કેનસસ સિટી યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ બાયોસાયન્સિસ, મૂળ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ, કેનસસ સિટીની સૌ પ્રથમ મેડિકલ સ્કૂલ હતી.

 
વોશિંગ્ટન યુનિવર્સિટીનો બ્રૂકિંગ્સ હોલ

જાણીતી ઉચ્ચ દરજ્જો ધરાવતી [૫૩] ખાનગી સંસ્થાઓમાં સેન્ટ લૂઇસમાં આવેલી વોશિંગ્ટન યુનિવર્સિટી અને સેન્ટ લૂઇસ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.જેફરસન શહેરમાં આવેલી લિન્કન યુનિવર્સિટી ઐતિહાસિક શ્યામ કોલેજ અને યુનિવર્સિટીઓમાં સ્થાન પામે છે. ગુલામીમાંથી મુક્ત થયેલા લોકોને શિક્ષણ પુરું પાડવા માટે 62 અને 65 યુનાઇટેડ સ્ટેટ્સ કલર્ડ ટ્રૂપ્ઝ દ્વારા 1866માં તેની "લિંકન ઇસ્ટિટ્યુટ" તરીકે સ્થાપના થઇ હતી. તેની રચના શિક્ષણ અને મજૂરીના સંયોજિત મોડલને આધારે કરવામાં આવી હતી. 1921માં રાજ્યએ લિંકન યુનિવર્સિટીના અન્ડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની વૃદ્ધિની નોંધ લઇને તેને યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો હતો. સંસ્થાને તેનું નામ બદલીને "લિંકન યુનિવર્સિટી ઓફ મિઝોરી" કર્યું હતું. 1954માં યુનિવર્સિટીએ તમામ વંશના લોકોની અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું હતું.

જાહેર શાળાઓ માટે જરૂરી શિક્ષકો તૈયાર કરવા 1905માં રાજ્યના પ્રત્યેક ક્ષેત્રમાં કોલેજોમાં નોર્મલ સ્કૂલની શ્રેણી સ્થાપી હતી. તે વ્યાપકપણે વખણાયેલા જાહેર શિક્ષણ માટેના જર્મન મોડલને આધારિત હતી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શિક્ષકોને તાલમી આપવા માટે નોર્મલ સ્કૂલ્સની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાથમિક નેટવર્કમાં કેપ જીરાર્ડીયુમાં સાઉથઇસ્ટ મિઝોરી સ્ટેટ યુનિવર્સિટી, સ્પ્રિંફીલ્ડમાં મિઝોરી સ્ટેટ યુનિવર્સિટી (અગાઉની સાઉથવેસ્ટ મિઝોરી સ્ટેટ યુનિવર્સિટી) , કિર્સ્કવિલેમાં ટ્રુમેન સ્ટેટ યુનિવર્સિટી (અગાઉની નોર્થઇસ્ટ મિઝોરી સ્ટેટ યુનિવર્સિટી) , મેરીવિલેમાં નોર્થવેસ્ટ મિઝોરી સ્ટેટ યુનિવર્સિટી, અને વોરેન્સબર્ગમાં યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ મિઝોરી (અગાઉની સેન્ટ્રલ મિઝોરી સ્ટેટ યુનિવર્સિટી)નો સમાવેશ થતો હતો. થોડાક વર્ષના સમયગાળામાં નોર્મલ સ્કૂલના અભ્યાસક્રમને ચાર વર્ષના પૂર્ણ સમયના શૈક્ષણિક વિષયોમાં વિસ્તૃત કરવામાં આવ્યો.

રાજ્યમાં અને જુનીયર કોલેજો, ટ્રેડ સ્કૂલ, ચર્ચ યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓ છે.રાજ્ય $2000ની રિન્યૂએબલ મેરિટ આધારિત સ્કોલરશિપ, બ્રાઇટ ફ્લાઇટ પણ આપે છે. આ સ્કોલરશિપ રાજ્યની યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા સૌથી વધુ ટકાવારી લાવનારા ટોચના ત્રણ મિઝોરી હાઇ સ્કૂલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.19મી સદીમાં કેનસસ અને મિઝોરી વચ્ચેની સરહદી લડાઇ યુનિવર્સિટી ઓફ મિઝોરી અને યુનિવર્સિટી ઓફ કેનસસ વચ્ચેની રમતગમત દુશ્મનાવટને કારણે ચાલુ રહી હતી. આ દુશ્મનાવટ મુખ્યત્વે બે યુનિવર્સિટીઓ વચ્ચે રમાતી ફૂટબોલ અને બાસ્કેટબોલની રમત મારફતે પ્રદર્શિત થતી હતી. તે મિસિસિપી નદીના પશ્ચિમમાં અને દેશની બીજા ક્રમની સૌથી જૂની સંસ્થા વચ્ચેની સૌથી જૂની કોલેજ દુશ્મનાવટ છે. દર વર્ષે જ્યારે યુનિવર્સિટીઓ રમતના મેદાનમાં એકબીજા સામે અથડાય છે ત્યારે રમતને 'સરહદી યુદ્ધ" નામ અપાયું છે. રમત બાદ એક્સ્ચેન્જ થાય છે જેમાં વિજેતા ટીમ ઐતિહાસિક માર્ચિંગ બેન્ડ ડ્રમ મેળવે છે આ પ્રથા છેલ્લા ચાર દાયકાથી ચાલે છે.

ભૂતપૂર્વ પ્રોફેશનલ સ્પોર્ટ્સ ટીમો

ફેરફાર કરો

કેન્સસ શહેર અને સેન્ટ લુઇનસી ટીમો

પરચૂરણ મુદ્દાઓ

ફેરફાર કરો

રાજ્યના વર્ણનાત્મક નામ

ફેરફાર કરો

શો-મી રાજ્યના બિનસત્તાવાર વર્ણનાત્મક નામનો ઉપયોગ કેટલાક સંભવિત મૂળ ધરાવે છે. શબ્દસમહૂ "આઇ એમ ફ્રોમ મિઝોરી"નો અર્થ છે મને ચોક્કસ બાબત પર શંકા છે અને હું તેની સાથે સરળતાથી સહમત થયો નથી. તે રાજ્યના બિનસત્તાવાર ઉદ્દેશ "શો મી" સાથે સંકળાયેલું છે જેના મૂળ કોંગ્રેસમેન વિલાર્ડ વેન્ડાઇવરના 1899ના ભાષણ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. તેમણે જાહેરાત કરી હતી કે, "હું એવા દેશમાંથી આવું છું જે મકાઈ, કપાસ, કોકલેબર અને ડેમોક્રેટ્સ પેદા કરે છે અને શિક્તશાળી ભાષાએ મને ક્યારેય ખાતરી આપી નથી કે મને સંતોષ આપ્યો નથી. હું મિઝોરીનો વતની છું, અને શો મી માટે તમને મળ્યો છું." જો કે સંશોધકોના જણાવ્યા મુજબ, આ શબ્દસમૂહ 1890ના દાયકામાં પ્રચલિત હતો.[૫૪] અન્ય એક મહાન વ્યક્તિના મત મુજબ, આ શબ્દસમૂહ મિઝોરીના ખાણીયા મજૂરો સાથે સંદર્ભ ધરાવે છે. લીડવિલે, કોલોરાડોમાં હડતાળ પર ઉતરેલા ખાણીયાઓના સ્થાને મિઝોરીથી લાવેલા ખાણીયાઓને કામ લગાડવામાં આવ્યા હતા. મિઝોરીના ખાણીયા અહીંની માઇનિંગ પદ્ધતિઓથી સારી રીતે વાકેફ ન હતા અને તેમને અવારનવાર સૂચનાઓની જરૂર પડતી હતી.[૫૫]

તેણે પ્યુક રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ 1827માં ગેલેના લીડ માઇન્સ ખાતે મળેલી એક સભાને કારણે તેને આવી રીતે ઓળખવામાં આવતું હશે. જ્યોર્જ ઇયર્લી શેન્કલ [૫૬] "...અનેક મિઝોરીવાસીઓ ભેગા થયા હતા, તેમણે પહેલેથી જાહેરાત કરી હતી કે મિઝોરી એ પ્યુક લીધું છે."[૫૭]રાજ્યની અંદર "પ્યુક" શબ્દ ગૃહ યુદ્ધ પહેલા સુધરેલા નાગરિકો માટે વપરાતો હતો જે અત્યાર સુધી જેમણે ગુલામીનો સમર્થન આપ્યું હતું, ગુલામી "ગરીબ શ્વેત નિરર્થક"ને સમકક્ષ હતી.[૫૮] વોલ્ટ વ્હિટમેનએ મિઝોરીવાસીઓના નિકનેમ તરીકે “પ્યુક્સ”નો ઉલ્લેખ કર્યો હતો.[૫૯]

મિઝોરી "ગુફાઓના રાજ્ય" તરીકે પણ જાણીતું છે. મિઝોરીમાં 6000 ગુફાઓનું અસ્તિત્ત્વ નોંધાયું છે (જે ટેનીસી બાદના બીજા ક્રમે આવે છે). પેરી કાઉન્ટી રાજ્યની સૌથી વધુ સંખ્યામાં ગુફાઓ ધરાવે છે . તે રાજ્યની સૌથી લાંગી ગુફા પણ ધરાવે છે.[૬૦]

અન્ય નિકનેમમાં "ધ લેડ સ્ટેટ", "ધ બુલીયન સ્ટેટ", "ધ ઓઝાર્ક સ્ટેટ", "મધર ઓફ વેસ્ટ", "ધ આયર્ન માઉન્ટેન સ્ટેટ", અને "પેન્સિલ્વાનિયા ઓફ ધ વેસ્ટ"નો સમાવેશ થાય છે.[૬૧] રાજ્યનું કોઇ સત્તાવાર નિકનેમ નછી પર્તુ સત્તાવાર રાજકીય ઉદેશ "સાલસ પોપ્યુલી સુપ્રીમા લેક્સ એસ્ટો," છે જેનો અર્થ "લોકોના કલ્યાણને સર્વોચ્ચ કાયદો બનવા દો." થાય છે.[૬૨]

સંદર્ભો

ફેરફાર કરો
  1. U.S. Census 2000 Metropolitan Area Rankings; ranked by population
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2000 to July 1, 2009". United States Census Bureau. મેળવેલ 2010-01-04.
  3. ૩.૦ ૩.૧ "Elevations and Distances in the United States". U.S Geological Survey. April 29, 2005. મૂળ માંથી ઑક્ટોબર 6, 2008 પર સંગ્રહિત. મેળવેલ November 6, 2006. Unknown parameter |dateformat= ignored (મદદ); Check date values in: |archive-date= (મદદ)
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  5. મિઝોરી. (2009). ઇન મેરિયમ-વેબસ્ટર ઓનલાઇન ડિક્શનરી. સુધારો મે 13, 2009.
  6. "ટોપિક ગેલેરીઝ- chicagotribune.com". મૂળ માંથી 2007-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-26.
  7. મિઝોરીનો પરિચય - ધ શો મી સ્ટેટ કેપિટલ જેફરસન સિટી
  8. મેકકાફેર્ટી, માઇકલ. 2004. સુધારો: મિઝોરીનું વાયુત્પત્તિ શાસ્ત્ર (મર્યાદિત પ્રાપ્યતા) . અમેરિકન સ્પીચ, 79.1:32
  9. અમેરિકન હેરિટેજ ડિક્શનરી : મિઝોરી
  10. "મિઝોરી પ્રવાસન ઉદ્યોગ: "'મિઝોરી'નું ઉચ્ચારણ કેવી રીતે થાય છે?"". મૂળ માંથી 2009-04-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  11. નીલ શેલ્ટન. સંગ્રહિત ૨૦૧૦-૧૧-૨૬ ના રોજ વેબેક મશિન"મિઝોરીનો ઉચ્ચાર કરવાનો માત્ર એક જ રસ્તો છે." સંગ્રહિત ૨૦૧૦-૧૧-૨૬ ના રોજ વેબેક મશિન
  12. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  13. "'મિઝોરી' શબ્દનું ઉચ્ચારણ. અલાન વોકર રીડ. અમેરિકન સ્પીચ, 8:4 (ડિસેમ્બર 1933), 22-36 [૧]
  14. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2017-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  15. મધ્યપશ્ચિમ ક્ષેત્રના અર્થતંત્ર પર ઉડતી નજર
  16. "યુએનસી-સીએચ સરવે જણાવે છે કે 'વાસ્તવિક' દક્ષિણ ક્યાં છે". મૂળ માંથી 2010-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  17. ૧૭.૦ ૧૭.૧ Almanac of the 50 States (Missouri). Information Publications (Woodside, CA). 2008. પૃષ્ઠ 203.
  18. "Missouri's Karst Wonderland - Missouri State Parks and Historic Sites, DNR". Mostateparks.com. 2008-06-06. મૂળ માંથી 2010-02-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-20.
  19. "મિઝોરીમાં આવકમાં અસમાનતા". મૂળ માંથી 2010-01-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  20. "Average Weather for St. Louis, MO - Temperature and Precipitation". Weather.com. મેળવેલ October 15, 2009. Unknown parameter |dateformat= ignored (મદદ)
  21. ન્યૂ યોર્કટાઇમ્સ , "લુઇઝિયાના: ધ લેવી સિસ્ટમ ઓફ ધ સ્ટેટ", 10/8/1874; એક્સેસ્ડ 11/15/2007[હંમેશ માટે મૃત કડી]
  22. હોફહૌઝ. (1984). ચે એલ્સ કેન્સિઝ: કોઝમાઉથની ત્રણ સદી , કેનસસ સિટી: લોવેલ પ્રેસ. ISBN 0-907061-05-0
  23. મિઝોરી વી. આયોવા , 48 યુ. એસ. 660 (1849) - જસ્ટિયા અને ઓયેઝના યુએસ સુપ્રીમ કોર્ટમાં કેસો
  24. મીનિગ, ડી. ડબલ્યુ (1993). અમેરિકાનું ઘડતર: 500 વર્ષના ઇતિહાસ પર ભૌગોલિક દ્રષ્ટિકોણ , ભાગ 2: કોન્ટિનેન્ટલ અમેરિકા, 1800–1867 . ન્યૂ હેવનઃ યેલ યુનિવર્સિટી પ્રેસ. ISBN 0-300-05658-3; પાનું 437
  25. હિસ્ટરીકલ સેન્સસ બ્રાઇઝર, 1860 ફેડરલ સેન્સસ, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા લાઇબ્રેરી સંગ્રહિત ૨૦૦૯-૧૨-૦૬ ના રોજ વેબેક મશિન. સુધારો, 21 માર્ચ 2008.
  26. પ્રથમ આંતરરાજ્ય પ્રોજેક્ટ
  27. "Population and Population Centers by State - 2000". United States Census Bureau. મેળવેલ 2008-12-05.
  28. "વાલ્પારાઇઝો યુનિવર્સિટી". મૂળ માંથી 2014-05-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  29. 2001 અમેરિકન ધાર્મિક ઓળખ સર્વેક્ષણ સંગ્રહિત ૨૦૦૫-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન, સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્ક
  30. "The Association of Religion Data Archives | Maps & Reports". Thearda.com. મૂળ માંથી 2017-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-20.
  31. "FRB: Federal Reserve Districts and Banks". Federalreserve.gov. 2005-12-13. મેળવેલ 2010-02-20.
  32. Bls.gov; સ્થાનિક ક્ષેત્રના બેજરોગારીના આંકડા
  33. [૨][મૃત કડી]
  34. મિઝોરી સેક્રેટરી ઓફ સ્ટેટ- સ્ટેટ આર્કાઇવ્ઝ - "શો મી" સૂત્રનું મૂળ
  35. "મો. રિવ. સ્ટેટિ. § 67.305". મૂળ માંથી 2010-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  36. "મો. રિવ. સ્ટેટિ. § 311.310". મૂળ માંથી 2010-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  37. "મો. રિવ. સ્ટેટિ. § 311.086". મૂળ માંથી 2010-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  38. તમાકુ મુક્ત બાળકો માટે ઝુંબેશ, સ્ટેટ એક્સાઇઝ ટેક્સ રેટ્સ એન્ડ રેન્કિંગ્સ , મે 29, 2009
  39. "એ બર્નિંગ ઇશ્યુ," સેન્ટ લૂઇસ પોસ્ટ-ડિસ્પેચ , નવેમ્બર 12, 2006
  40. ""ધૂમ્રપાન કરનારાઓ માટે શ્રેષ્ઠ શહેર," ફોર્બ્ઝ મેગેઝીન , નવેમ્બર 1, 2007". મૂળ સંગ્રહિત માંથી 2010-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-31.
  41. "સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન, "બિહેવિયોરલ રિસ્ક ફેક્ટર સર્વેલન્સ સિસ્ટમ- એડલ્ટ્સ હૂ આર કરન્ટ સ્મોકર્સ", સપ્ટેમ્બર 19, 2008". મૂળ માંથી 2010-03-10 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  42. "મો. રિવ. સ્ટેટિ. § 407.931.3". મૂળ માંથી 2010-08-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  43. "મિઝોરી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સિનીયર સર્વિસિઝ, કન્ટ્રી લેવલ સરવે 2007: સેકન્ડહેન્ડ સ્મોક ફોર મિઝોરી એડલ્ટ્સ , ઓક્ટોબર 1, 2008". મૂળ માંથી 2008-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-26.
  44. મો. રિવ. સ્ટેટિ.§ 191.769 સંગ્રહિત ૨૦૧૧-૧૨-૧૦ ના રોજ વેબેક મશિન
  45. "મો. રિવ. સ્ટેટિ. § 290.145". મૂળ માંથી 2010-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-13.
  46. "Table 5. Estimates of Population Change for Metropolitan Statistical Areas and Rankings: July 1, 2007 to July 1, 2008" (PDF). 2008 Population Estimates. U.S. Census Bureau. 2009-03-19. મેળવેલ 2009-10-11.
  47. "Annual Estimates of the Population for Incorporated Places in Missouri". United States Census Bureau. મેળવેલ 2008-07-12.
  48. Missouri Department Of Elementary And Secondary Education (2009-09-02). "Home Schooling". Dese.mo.gov. મૂળ માંથી 2011-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-20.
  49. "Truman State University - Best Colleges - Education - US News and World Report". Colleges.usnews.rankingsandreviews.com. 2009-08-19. મૂળ માંથી 2011-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-20.
  50. http://governors.truman.edu/images/Chapter%20174%20મિઝોરી%20Revised%20Statutes.pdf
  51. "Welcome to the Missouri Department of Higher Education Website (MDHE)". Dhe.mo.gov. મૂળ માંથી 2006-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-20.
  52. "Truman State University". Princetonreview.com. મેળવેલ 2010-02-20.
  53. અમેરિકાની શ્રેષ્ઠ કોલેજો 2008: નેશનલ યુનિવર્સિટીઝ: ટોચની શાળાઓ. સંગ્રહિત ૨૦૦૮-૦૭-૩૦ ના રોજ વેબેક મશિન” USNews.com: . જાન્યુઆરી 18,2008.
  54. "આઇ એમ ફ્રોમ મિઝોરી -- શો મી." http://www.barrypopik.com/index.php/new_york_city/entry/summary3
  55. "શો મી" સૂત્રનું મૂળ સેક્રેટરી ઓફ સ્ટેટ, મિઝોરી. http://www.sos.mo.gov/archives/history/slogan.asp
  56. રાજ્યના નામ, ધ્વજ, રાજચિહ્નો, ગીતો, પક્ષીઓ, ફૂલો અને અન્ય ચિહ્નો, 1938,
  57. "The State of Missouri - An Introduction to the Show Me State from". Netstate.Com. મેળવેલ 2010-02-20.
  58. વિલિયમ જી. કટલર, કેનસસનો ઇતિહાસ, પ્રકરણ 6. (1883).)
  59. વિલિયમ વ્હાઇટ દ્વારા પ્રથમ પ્રસિદ્ધ થયેલી નોંધ, ડબલ્યુ. એલ. મેકએટી અને એ. એલ. એચ. અમેરિકન સ્પીચ, ભાગ 36, નંબર 4 (ડિસેમ્બર, 1961), પાનાં 296–301.
  60. Scott House (2005-05-14). "Fact Sheet on 6000 Caves". The Missouri Speleological Survey, Inc. મૂળ માંથી 2008-05-09 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-16.
  61. "મિઝોરીનો પરિચય", Netstate http://www.netstate.com/states/intro/mo_intro.htm>
  62. મિઝોરીનું મહાન રાજચિહ્ન, સેક્રેટરી ઓફ સ્ટેટ, મિઝોરી. http://www.sos.mo.gov/symbols/symbols.asp?symbol=seal

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો
Missouri વિષય પર વધુ જાણવા માટે જુઓ:
  શબ્દકોશ
  પુસ્તકો
  અવતરણો
  વિકિસ્રોત
  દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
  સમાચાર
  અભ્યાસ સામગ્રી