મિર્ઝા ગાલિબ

ઉર્દૂ અને ફારસી શાયર

અસદ ઉલ્લાહ ખાન ગાલિબ ઉર્દૂ અને ફારસી શાયર હતા. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૭૯૭ના રોજ આગ્રામાં થયેલો. ગાલિબનાં લગ્ન ૧૮૧૦ની ૯મી ઓગસ્ટે ૧૩ વર્ષની વયે દિલ્હીના પ્રસિદ્ધ ઘરાના ઈલાહી બખ્શ ‘મારુફ’ની પુત્રી ઉમરાવ બેગમ સાથે થયાં પછી તેઓ દિલ્હી આવીને વસ્યા હતાં.

મિર્ઝા ગાલિબ
જન્મ૨૭ ડિસેમ્બર ૧૭૯૭ Edit this on Wikidata
મૃત્યુ૧૫ ફેબ્રુઆરી ૧૮૬૯ Edit this on Wikidata
ટપાલ ટિકિટ પર ગાલિબ (૧૯૬૯)

૧૯૬૯માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દીના અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે તેમની ૨૨૦મી જન્મ તિથી નિમિત્તે ગુગલે તેમને ગુગલ ડુડલ સ્વરૂપે યાદ કર્યા હતા.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો