મુનશી નવલ કિશોર
મુનશી નવાલ કિશોર (૩ જાન્યુઆરી ૧૮૩૬ – ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૫) ભારતના એક પુસ્તક પ્રકાશક હતા. તેમને ભારતના કેક્સટન[upper-alpha ૧] કહેવામાં આવે છે. ૧૮૫૮માં ૨૨ વર્ષની વયે તેમણે લખનૌ ખાતે નવલ કિશોર પ્રેસની સ્થાપના કરી હતી. આ સંસ્થા આજે છાપકામ અને પ્રકાશન ક્ષેત્રે એશિયાની સૌથી જૂની સંસ્થા છે.[૧] મિર્ઝા ગાલિબ તેમના પ્રશંસકોમાંના એક હતા.
મુનશી નવલ કિશોર | |
---|---|
જન્મની વિગત | 3 January 1836 |
મૃત્યુ | 19 February 1895 | (ઉંમર 59)
રાષ્ટ્રીયતા | બ્રિટીશ ભારતીય |
વ્યવસાય | પુસ્તક પ્રકાશક, સામયિક સંપાદક |
પ્રખ્યાત કાર્ય | નવલ કિશોર પ્રેસ |
જીવન પરિચય
ફેરફાર કરોમુનશી નવલ કિશોર અલીગઢના જમીનદાર મુનશી જમુનાપ્રસાદ ભાર્ગવના બીજા પુત્ર હતા અને તેમનો જન્મ ૩ જાન્યુઆરી ૧૮૩૬ના રોજ થયો હતો. છ વર્ષની ઉંમરે, તેમને અરબી અને ફારસી શીખવા માટે એક સ્થાનિક શાળા (મકતાબ)[upper-alpha ૨]માં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૦ વર્ષની ઉંમરે તેમને આગ્રા કોલેજમાં એડમિશન મળ્યું હતું, પરંતુ તેમણે કોઈ અજ્ઞાત કારણોસર ત્યાં પોતાનું શિક્ષણ પૂરું કર્યું ન હતું. આ સમય દરમિયાન, તેમણે પત્રકારત્વના લેખનમાં તેમની રુચિ વિકસાવી, અને ટૂંકા ગાળાનું સાપ્તાહિક પેપર સફીર-એ-આગ્રા બહાર પાડ્યું. તેમણે મુનશી હરસુખ રોયની માલિકીના કોહ-એ-નૂર પ્રેસના મેગેઝિન કોહિનૂરના સહાયક સંપાદક અને સંપાદક તરીકે થોડા સમય માટે સેવા આપી હતી.[૨]
૨૩ નવેમ્બર ૧૮૫૮ના રોજ તેમણે મુનશી નવલ કિશોર પ્રેસ તરીકે ઓળખાતા પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી. ૧૮૫૯થી, તેમણે સાપ્તાહિક અખબાર અવધ અખબાર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.[૨]
તેમનું અવસાન ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૫ના રોજ દિલ્હીમાં થયું હતું.[૩] તેમના પાર્થિવ દેહને પરંપરાગત અંતિમ સંસ્કારને બદલે દફનાવવામાં આવ્યો હતો.[૪]. ભારત સરકારે તેમના માનમાં ૧૯૭૦માં તેમના પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી.[૫]
મુનશી નવાલ કિશોરે ૧૮૫૮–૧૮૮૫ દરમિયાન અરબી, બંગાળી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, પશ્તો, ફારસી, સંસ્કૃત અને ઉર્દૂમાં ૫૦૦૦થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા.[૬] રામ કુમાર પ્રેસ અને તેજ કુમાર પ્રેસ, જે તેમના પુત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, તે નવલ કિશોર પ્રેસના અનુગામી છે.
મુનશી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા.[૭]
નોંધ
ફેરફાર કરો- ↑ વિલિયમ કેક્સટન (૧૪૨૨ – ૧૪૯૧) એક અંગ્રેજ વેપારી, મુત્સદ્દી અને લેખક હતા. ૧૪૭૬માં ઇંગ્લેન્ડમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હોવાનું મનાય છે, અને પ્રિન્ટર તરીકે તેઓ મુદ્રિત પુસ્તકોના પ્રથમ અંગ્રેજી રિટેલર હતા.
- ↑ ઇસ્લામિક અભ્યાસની એક પ્રકારની પ્રાથમિક શાળા જેમાં મુખ્યત્વે બાળકોને વાંચન, લેખન, વ્યાકરણ અને ઇસ્લામિક વિષયો (ઉદા. કુરાનનું વાંચન) શીખવવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Empire of Books, An: The Naval Kishore Press and the Diffusion of the Printed Word in Colonial India, Ulrike Stark, Orient Blackswan, 1 June 2009
- ↑ ૨.૦ ૨.૧ Haider, Syed Jalaluddin (January 1981). "Munshi Nawal Kishore (1836—1895) : Mirror of Urdu Printing in British India". Libri. 31 (1): 227–237. doi:10.1515/libr.1981.31.1.227.
- ↑ C. E. Buckland (1999). Dictionary of Indian Biography. 2. COSMO Publications. પૃષ્ઠ 314–315. ISBN 978-81-7020-897-6.
- ↑ Burial of Munshi Newal Kishore [૧]
- ↑ "Munshi Newal Kishore". iStampGallery.Com. 26 January 2015. મેળવેલ 8 July 2019.
- ↑ "Rediscovering Munshi Newal Kishore, Committee on South Asian Libraries and Documentation SALNAQ: South Asia Library Notes & Queries, Issue_29, 29_1993_14" (PDF). મૂળ (PDF) માંથી 30 January 2015 પર સંગ્રહિત. મેળવેલ 29 January 2015.
- ↑ "LITHOGRAPHY ii. IN INDIA – Encyclopaedia Iranica". Encyclopædia Iranica. 15 August 2009. મેળવેલ 22 April 2020.
પૂરક વાંચન
ફેરફાર કરો- Stark, Ulrike (2004). "Hindi Publishing in the Heart of an Indo-Persian Cultural Metropolis : Lucknow's Newal Kishore Press (1858–1895)". માં Blackburn, Stuart H.; Dalmia, Vasudha (સંપાદકો). India's Literary History: Essays on the Nineteenth Century. Orient Blackswan. ISBN 978-8-17824-056-5.
- Nurani, Amir Hasan (1995). Savāniḥ Munshī Navalkishor سوانح منشى نول كشور [On the life of Munshi Navalkishor] (ઉર્દૂમાં). Patna: Khuda Baksh Oriental Public Library. OCLC 658143281.