મુનસર તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા, મીનળદેવી દ્વારા બાંધવામાં આવેલું તળાવ છે. તેનું નામ માન સરોવર તરીકે રાખવામાં આવ્યું હતું, પરંતુ અપભ્રંશ કારણે તે વ્યાપકપણે મુનસર તરીકે ઓળખાય છે. આ તળાવ અમદાવાદ નજીક વિરમગામ ખાતે આવેલું છે.

મુનસર તળાવ, વિરમગામ

આ તળાવ ઇ.સ. ૧૦૯૦ દરમિયાન ૨૨૦ યાર્ડના ગોળાકાર આકારમાં બનાવવામાં આવ્યું હતું. તે શંખ અને મંદિરો જેવો આકાર ધરાવે છે. પશ્ચિમ દિશામાંથી એકત્રિત થઈને પાણી એક પથ્થરથી બાંધવામાં આવેલા કાંપ-કુવામાં, કુંડમાં, દરેક બાજુના વિશિષ્ટ સ્થાનમાં, એક આકૃતિ બનાવે છે. કાંપ કૂવામાંથી, પત્થરની નહેર અને ત્રણ નળાકાર ટનલ દ્વારા પાણી તળાવમાં પસાર થાય છે.[]

અહીં મરાઠાઓ દ્વારા બનાવવામાં આવેલ મુનસારી (જેને માનસાર તરીકે પણ ઓળખાય છે) માતાનું મંદિર છે. આ તળાવ વિશાળ કોતરવામાં આવેલા પથ્થરથી ઘેરાયેલું છે અને ૩૦૦થી વધુ નાના-મોટા મંદિરો આવેલા છે. તળાવની એક બાજુના દરેક મંદિરમાં એક બેઠક છે, સંભવત કૃષ્ણની મૂર્તિ માટે છે, અને બીજી બાજુ એક ગોળ કથરોટ, જલાધાર, સંભવત શિવને સમર્પિત છે. પાણીના ધાર સુધી જતા માર્ગના બંને બાજુ, એક મોટું મંદિર છે જેમાં દ્વિમંડપ અને શિખર છે અને તળાવની આજુ બાજુ સપાટ છતવાળી સ્તંભમાળા છે.[]

પુનરોદ્ધાર

ફેરફાર કરો

૨૦૧૫ દરમિયાન ગુજરાતના મંત્રી ભૂપેન્દરસિંહ ચુડાસમાએ માલવ તળાવ (ધોળકા) અને મુનસર તળાવ (વિરમગામ) ના પુનરોદ્ધાર માટે આર્કિયોલૉજિકલ સર્વે ઓફ ઇંડિયા ટીમને સૂચન કર્યું હતું.[]

  1. Gazetteer of the Bombay Presidency: Ahmedabad (અંગ્રેજીમાં). Government Central Press. 1879.
  2. "Munsar Lake". Hotel Booking, Tour and Travel Planning, Online Tickets (અંગ્રેજીમાં). 2018-05-20. મૂળ માંથી 2019-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-30.
  3. "Central team to visit Munsar and Malav talav of Ahmedabad district". DeshGujarat (અંગ્રેજીમાં). 2015-07-07. મેળવેલ 2019-12-30.

બાહ્ય કડી

ફેરફાર કરો