મહમદ અલી ઝીણા
મહમદ અલી ઝીણા (ઉર્દૂ: محمد على جناح, ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ.[૧] પાકિસ્તાનમાં તેમને કાયદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે.[૨][૩] તેમના પિતા ઝીણાભાઈ પુંજાભાઈ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા મોટી પાનેલી ગામના વતની હતા. તેમના માતાનું નામ મીઠીબાઈ હતું.
મહમદ અલી ઝીણા محمد علی جناح | |
---|---|
પાકિસ્તાન ના પહેલા ગવર્નર જનરલ | |
પદ પર ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮ | |
રાજા | જર્યોજ છઠ્ઠો |
પ્રધાન મંત્રી | લિયાકત અલી ખાન |
પુરોગામી | લુઇ માઉન્ટબેટનવાઇસરોય ઓફ ઇન્ડિયા |
અનુગામી | ખ્વાજા નઝીમુદ્દીન |
પાકિસ્તાન રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ | |
પદ પર ૧૧ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮ | |
ડેપ્યુટી | મૌલવી તમિઝુદ્દીન ખાન |
પુરોગામી | પદની શરૂઆત |
અનુગામી | મૌલવી તમિઝુદ્દીન ખાન |
પાકિસ્તાનના બાંધારણ સભા પ્રમુખ | |
ડેપ્યુટી | લિયાકત અલી ખાન |
પુરોગામી | કાર્યાલયની શરૂઆત |
અનુગામી | લિયાકત અલી ખાન |
અંગત વિગતો | |
જન્મ | મહમદ અલી ઝીણાભાઇ 25 December 1876
|
મૃત્યુ | 11 September 1948 (ઉંમર 71) કરાચી, પાકિસ્તાન |
રાજકીય પક્ષ |
|
જીવનસાથી |
|
સંતાનો | દિના વાડિયા (મરિયમ ઝીણાથી) |
સગાં-સંબંધીઓ | ફાતિમા ઝીણા (બહેન) |
ક્ષેત્ર | વકીલ |
સહી | |
ધર્મ | ઇસ્લામ |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોઝીણાના જન્મસ્થળને લઇને થોડો વિવાદ છે. કેટલાક લોકોની માન્યતા છે કે મહમદ અલી ઝીણાનો જન્મ સિંધ પ્રાંતના કરાચી જિલ્લાના વજીર મેન્સનમાં થયો હતો, પરંતુ કેટલાક પુસ્તકોમાં તેમનુ જન્મ સ્થળ ઝર્ક બતાવે છે.
ઝીણા, મીઠીબાઇ અને ઝીણાભાઇ પુજાભાઇના સાત બાળકોમાં સૌથી મોટા હતા. તેમના દાદા પુંજાભાઇ ગોકુળદાસ મેઘજી એક સંપન્ન ગુજરાતી વેપારી હતા, પરંતુ ઝીણાના જન્મ પહેલાના કાઠિયાવાડને છોડી સિંધમા જઇ વસ્યા હતા.
ઝીણાની માતૃભાષા ગુજરાતી હતી, ત્યારબાદ તેમણે કચ્છી, સિંધી અને અંગ્રેજી ભાષા શીખી. કાઠિયાવાડથી મુસ્લીમ બહુમત સિંધમા વસ્યા બાદ ઝીણા અને તેમના ભાઇ બહેનોનું મુસ્લીમ નામકરણ થયું. ઝીણાની શિક્ષા વિભિન્ન શાળામાં થઇ. શરૂઆતમાં તેઓ કરાચીના સિંધ મદરેસા-ઉલ-ઇસ્લામમાં ભણ્યા, પછી થોડા સામય માટે ગોકુળદાસ તેજ પ્રાથમિક વિદ્યાલય, મુંબઇ પણ ભણ્યા. ત્યારબાદ ખ્રિસ્તી મિશનરી શાળા કરાચી જતા રહ્યા. અંતમાં તેઓએ મુંબઇ વિશ્વવિધ્યાલયમાંથી મેટ્રીક પાસ કર્યું.
પુસ્તકો
ફેરફાર કરો- Ahmed, Akbar S. (1997). Jinnah, Pakistan, and Islamic Identity: The Search for Saladin. London: Routledge. ISBN 978-0-415-14966-2.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Ahmed, p. 239.
- ↑ "National public holidays of Pakistan in 2013". Office Holidays. મૂળ સંગ્રહિત માંથી 22 April 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 April 2013.
- ↑ "Nation celebrates Quaid-e-Azam's birthday". Pakistan Today. 25 December 2012. મૂળ સંગ્રહિત માંથી 22 April 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 April 2013.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |