મેરી કોમ
મૈંગતે ચંગ્નેઇઝેંગ મેરી કોમ (એમ. સી. મેરી કોમ) (જન્મ: ૧ માર્ચ ૧૯૮૩ ) જે મેરી કોમના નામે વિખ્યાત છે, તેઓ એક ઓલિમ્પિક કાંસ્યપદક વિજેતા ભારતીય મહિલા મુક્કેબાજ છે. તેણી ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરની કોમ જનજાતિમાં જન્મી હતી.[૩] મેરી કોમ પાંચ વિશ્વ મુક્કેબાજી સ્પર્ધા (વર્લ્ડ બોક્સિંગ કમ્પીટિશન) ની વિજેતા રહી ચુકી છે અને તેણી ૬ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંની દરેકમાં ૧ પદક (મેડલ) જીતનારી વિશ્વની એકમાત્ર મહિલા મુક્કેબાજ છે.[૪] તેણી ૨૦૧૨ સમર (લંડન ) ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી અને ફ્લાયવેઇટ કેટેગરીમાં (૫૧ કિલોગ્રામ વર્ગમાં) કાંસ્યપદક જિતનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.[૫] તેણીથી પ્રભાવિત થઈને ઇન્ટરનેશનલ એમેચ્યોર બોક્સિંગ એશોસિએશને (AIBA) તેણીને મેગ્નિફિસન્ટ મેરી (પ્રતાપી મેરી)નું સંબોધન આપ્યું છે.[૨] તેણીની સફળતાએ અનેક ગરીબ પરિવારની યુવતીઓને પહેલા માત્ર પુરુષોની ગણાતી એવી મુક્કેબાજીની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રભાવિત કરી છે.[૬]
મેરી કોમ | |
---|---|
મેરી કોમ | |
જન્મની વિગત | ૧ માર્ચ ૧૯૮૩ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી. એ (દ્વિતીય વર્ષ), મણિપુર યુનિવર્સિટી |
વ્યવસાય | મુક્કેબાજ (૪૬, ૪૮, ૫૧ કિલોગ્રામ), ડી.એસ. પી (મણિપુર પોલીસ ખાતુ) |
સંતાનો | બે જોડિયા પુત્ર |
વેબસાઇટ | http://mcmarykom.com/ |
પ્રારંભિક જીવન અને પરિવાર
ફેરફાર કરોમેરી કોમનો જન્મ ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરના ચુરચાનપુર જિલ્લામાં આવેલા કાંગાથેઇ ગામના એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો.[૭] મેરીકોમને બાળપણથી જ રમતગમતમાં રુચિ હતી. તેણીના મનમાં મુક્કેબાજી પ્રત્યેનું આકર્ષણ ૧૯૯૯માં પેદા થયું હતુ જ્યારે તેણે ખુમાન લમ્પક સ્પોર્ટ્સ સેન્ટરમાં કેટલીક છોકરીઓને બોક્સિંગ રિંગમાં છોકરાઓ સાથે પ્રેક્ટિશ કરતી જોઇ. તેણીની મુક્કેબાજીમાં રુચિ સાથી મણિપુરી પુરુષ મુક્કેબાજ ડિંગો સિંહની સફળતાથી પણ પ્રેરિત હતી. તેણીએ ૨૦૦૦ની સાલમાં મણિપુર રાજ્ય મુક્કેબાજી પ્રશિક્ષક એમ. નરજિત સિંહના માર્ગદર્શન હેઠળ, ખુમાન લમ્પક સ્પોર્ટ્સ સેન્ટર ખાતે મુક્કેબાજીની તાલીમ લેવાનું શરુ કર્યું હતું.[૮] મેરી કોમના લગ્ન ૨૦૦૫ની સાલમાં કરુન્ગ ઓંકોલર કોમની સાથે થયા અને તેઓને રેચુંગવાર અને ખુપ્નેવાર નામે જોડિયા પુત્રો છે. [૧][૯][૧૦]
બોક્સિંગ (મુક્કેબાજીમાં) કારકિર્દી
ફેરફાર કરોશરુઆતમાં મેરી કોમે મુક્કેબાજીની રુચિ પરિવારથી છુપાવી હતી કારણ કે એ સમયે મુક્કેબાજીને મહિલાઓ માટે અયોગ્ય રમત ગણાતી હતી. [૧] ૨૦૦૦ની સાલમાં મણિપુર ખાતેની પ્રથમ રાજ્ય કક્ષાની આમંત્રિત મહિલા મુક્કેબાજીની સ્પર્ધામાં શ્રેષ્ઠ મુક્કેબાજ તરીકેની જીત સાથે મેરી કોમની કારકિર્દીની શરુઆત થઈ. [૧]
૨૦૦૧માં પશ્ચિમ બંગાળની એક પ્રાંતિય સ્પર્ધામાં જિત્યા પછી તેણીએ માત્ર ૧૮ વર્ષની વયે એક વર્ષની તાલીમ બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવાનું શરુ કર્યું અને અમેરિકા ખાતે યોજાયેલી પ્રથમ આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપના (First Women's World Amateur Boxing Championships) ૪૮ કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ (ચાંદીનો પદક) જિત્યો. ૨૦૦૨માં અંતાલ્યા, તુર્કી'' ખાતે યોજાયેલ આઇબા દ્વિતીય વિશ્વ કક્ષાની મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ સ્પર્ધામાં તેણીએ કારકિર્દીનો પ્રથમ સુવર્ણ પદક જીત્યો.[૮] ૨૦૦૩માં હિસાર, હરિયાણા ખાતે યોજાયેલી એશિયાઇ મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં (Asian Women's Boxing Championship) સુવર્ણ પદક જિત્યા બાદ ભારત સરકારે તેણીને બોક્સિંગમાં દેશનું નામ રોશન કરવા બદલ રાષ્ટ્રીય અર્જુન એવોર્ડ ખિતાબથી નવાજિત કરી. ૨૦૦૪માં નોર્વે ખાતે યોજાયેલ મહિલા મુક્કેબાજી વર્લ્ડકપ (Women's Boxing World Cup) તથા ૨૦૦૫માં તાઇવાન ખાતે યોજાયેલી એશિયાઇ મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ અને રશિયાની વિશ્વ કક્ષાની આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં સળંગ સુવર્ણ પદકો જીતીને તેણીએ દેશનું ગૌરવ વધાર્યું. ત્યાર પછીના વર્ષે તેણી ફરીથી ડેન્માર્ક ખાતે યોજાયેલ મહિલા મુક્કેબાજી વર્લ્ડકપ અને અને ભારતમાં યોજાયેલ આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદકો જીતી.[૮]
૨૦૦૬માં ભારત સરકારે તેણીને પદ્મશ્રીના ખિતાબથી સમ્માનિત કરી.[૧૧] ૨૯ જુલાઇ ૨૦૦૯ના રોજ તેણીને ભારતનો સર્વોચ્ચ રમતગમત ખિતાબ- રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એનાયત કરાયો.[૧૨] ઓગસ્ટ, ૨૦૧૩ની લંડન ઓલિમ્પિક્સમાં તેણી પોલેન્ડની કેરોલિના મિકાલઝુક અને ટ્યુનિશિયાની મરુઆ રહાલીને હરાવીને ભારત માટે મહિલા મુક્કેબાજીમાં કાંસ્ય પદક જીતી લાવી.[૧૩][૧૪] [૧૫] જાન્યુઆરી ૨૦૧૩માં મેરી કોમને ભારત સરકારે મેરી કોમને પદ્મ ભુષણથી સમ્માનિત કરી.[૧૬]
વર્ષ | દેશ | વજન | સ્પર્ધા | સ્થળ |
---|---|---|---|---|
૨૦૦૧ | દ્વિતીય | ૪૮ | Women's World Amateur Boxing Championships આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ |
સ્ક્રેન્ટન, પેન્સિલ્વેનિયા, અમેરિકા |
૨૦૦૨ | પ્રથમ | ૪૫ | Women's World Amateur Boxing Championships આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ |
અંતાલ્યા, તુર્કી |
૨૦૦૨ | પ્રથમ | ૪૫ | Witch Cup વિચ કપ |
પેક્સ, હંગેરી |
૨૦૦૩ | પ્રથમ | ૪૬ | Asian Women’s Championships એશિયાઇ મહિલાઓની ચેમ્પિયનશિપ |
હિસાર, ભારત |
૨૦૦૪ | પ્રથમ | ૪૬ | Women’s World Cup મહિલાઓનો વર્લ્ડ કપ |
ટન્સબર્ગ, નોર્વે |
૨૦૦૫ | પ્રથમ | ૪૬ | Asian Women’s Championships એશિયાઇ મહિલાઓની ચેમ્પિયનશિપ |
કેઓઝિયાંગ, તાઇવાન |
૨૦૦૫ | પ્રથમ | ૪૬ | Women's World Amateur Boxing Championships આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ |
પોડોલ્સ્ક, રશિયા |
૨૦૦૬ | પ્રથમ | ૪૬ | Women's World Amateur Boxing Championships આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ |
નવી દિલ્હી, ભારત |
૨૦૦૬ | પ્રથમ | ૪૬ | Venus Women’s Box Cup વિનસ મહિલા મુક્કેબાજી કપ |
વેજલ, ડેન્માર્ક |
૨૦૦૮ | પ્રથમ | ૪૬ | Women's World Amateur Boxing Championships આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ |
નિંગ્બો, ચીન |
૨૦૦૮ | દ્વિતીય | ૪૬ | Asian Women’s Championships એશિયાઇ મહિલાઓની ચેમ્પિયનશિપ |
ગુવાહાટી, ભારત |
૨૦૦૯ | પ્રથમ | ૪૬ | Asian Indoor Games એશિયન ઇન્ડોર ગેમ્સ |
હાનોઇ, વિયેતનામ |
૨૦૧૦ | પ્રથમ | ૪૮ | Women's World Amateur Boxing Championships આઇબા મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ |
બ્રિજટાઉન, બાર્બાડોઝ |
૨૦૧૦ | પ્રથમ | ૪૬ | Asian Women’s Championships એશિયાઇ મહિલાઓની ચેમ્પિયનશિપ |
અસ્તાના, કઝાકિસ્તાન |
૨૦૧૦ | ત્રિતીય | ૫૧ | Asian Games ૨૦૧૦ની એશિયાઇ ગેમ્સની ફ્લાઇવેઇટ મુક્કેબાજી સ્પર્ધા |
ગેન્ગઝૂ, ચીન |
૨૦૧૧ | પ્રથમ | ૪૮ | Asian Women’s Cup | હાઇકૂ, ચીન |
૨૦૧૨ | પ્રથમ | ૫૧ | Asian Women's Championships એશિયાઇ મહિલાઓની ચેમ્પિયનશિપ |
યુલાન બેટર, મોંગોલિયા |
૨૦૧૨ | ત્રિતીય | ૫૧ | Summer Olympics | લંડન, યુનાઇટેડ કિંગ્ડમ |
ઇનામો અને સમ્માન
ફેરફાર કરો- પદ્મભુષણ (રમતગમત), ૨૦૧૩ [૧૬]
- અર્જુન એવોર્ડ (મુક્કેબાજી), ૨૦૦૩ [૧૮]
- પદ્મશ્રી (રમતગમત), ૨૦૦૬[૧૧]
- પીપલ ઓવ ધી યર, લિમ્કા બૂક ઓવ રેકોર્ડ્સ, ૨૦૦૭
- સી.એન. એન આઇબીએન (CNN-IBN) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફ્થી રિયલ હીરોઝ એવોર્ડ, ૨૦૦૮
- પેપ્સી એમટીવી યુથ આઇકન, ૨૦૦૮"Catch the MTV Youth Icons". Mid Day. 15 January 2009. મેળવેલ 30 April 2013.
- મેગ્નિફિસન્ટ મેરી, આઇબા ૨૦૦૮ [૨]
- રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, ૨૦૦૯ [૧૯][૨૦]
- આઇબીએ (Interantional Boxing Association) તરફથી મહિલા મુક્કેબાજી પ્રતિનિધિનો ખિતાબ, ૨૦૦૯ [૨૧][૨૨]
- સ્પોર્ટસવુમન ઓવ ધ યર, સહારા ઇન્ડિયા પરિવાર, ૨૦૧૦ [૨૩]
- લંડન ઓલિમ્પિક્સ ૨૦૧૨ માં ભારત માટે કાંસ્ય પદક જીતવા માટે
- ₹૫૦ lakh (US$૬૬,૦૦૦) નું રોકડ ઇનામ રાજસ્થાન સરકાર તરફથી[૨૪]
- ₹૫૦ lakh (US$૬૬,૦૦૦) નું રોકડ ઇનામ અને ૨ એકર જમીન મણિપુર સરકાર તરફથી[૨૫]
- ₹૨૦ lakh (US$૨૬,૦૦૦) નું રોકડ ઇનામ આસામ સરકાર તરફથી[૨૬]
- ₹૧૦ lakh (US$૧૩,૦૦૦) નું રોકડ ઇનામ અરુણાચલ સરકાર તરફથી[૨૭]
- ₹૧૦ lakh (US$૧૩,૦૦૦) નું રોકડ ઇનામ મિનિસ્ટરી ઓવ ટ્રાઇબલ અફેર્સ તરફથી[૨૮]
- ₹૪૦ lakh (US$૫૨,૦૦૦) નું રોકડ ઇનામ ઉત્તર-પૂર્વીય કાઉન્સિલ તરફથી [૨૯]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Kom. "Bio & Stats". On Mary Kom. Mary Kom. મૂળ માંથી 18 જુલાઈ 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ""Indian Boxing entering new era", five-time World Champion Mary Kom". On Mary Kom. International Amateur Boxing Association (AIBA). મૂળ માંથી 4 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Chitra Garg (2010). Indian Champions: Profiles Of Famous Indian Sportspersons. Rajpal & Sons. પૃષ્ઠ 93–. ISBN 978-81-7028-852-7. મેળવેલ 30 April 2013.
- ↑ I see India. "Magnificent Mary". On Mary Kom. I see India. મૂળ માંથી 22 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013.
- ↑ "Olympics: Mary Kom loses SF 6-11, wins bronze". IBN Live. મૂળ માંથી 9 ઑગસ્ટ 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "INDIA'S SHOT AT GOLD". On Mary Kom. The Economist. મૂળ માંથી 12 માર્ચ 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013.
- ↑ "NE India: Indigenous Women dream to win World Boxing Champion 2012".
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ Williams, Dee (6 February 2008). "Mary Kom". (WBAN) Women Boxing Archive Network. મૂળ માંથી 3 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013.
- ↑ Kumar, Priyanka (8 March 2012). "MC Mary Kom: Boxer, mother, icon". IBN Live. મૂળ માંથી 10 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013.
- ↑ "For Mary Kom, life comes second to Olympic dream". First Post. 23 May 2012. મેળવેલ 30 April 2013.
- ↑ ૧૧.૦ ૧૧.૧ IBNLive (27 January 2006). "Sania, Mary Kom get Padma Shree". મેળવેલ 30 April 2013.[હંમેશ માટે મૃત કડી]
- ↑ The Indian Express (29 July 2009). "Mary Kom, Vijender and Sushil get Khel Ratna". મેળવેલ 30 April 2013.
- ↑ AIBA (5 August 2012). php/news/535-women-make-history "Women make history" Check
|url=
value (મદદ). મેળવેલ 30 April 2013. - ↑ "Mary Kom proud to win on historic day". The Times of India. 5 August 2012. મેળવેલ 30 April 2013.
- ↑ "Mary Kom storms into semis, assures India of a medal". The Hindustan Times. 6 August 2012. મૂળ માંથી 6 ઑગસ્ટ 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૧૬.૦ ૧૬.૧ "Padma Awards Announced". Press Information Bureau, Government of India. મેળવેલ 30 April 2013.
- ↑ "AIBA Women's World Boxing Championships Qinhuangdao 2012 Athletes Biographies" (PDF). International Boxing Association. મૂળ (PDF) માંથી 4 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Reward for my sacrifices:Mary Kom". TimesNews Network. 21 July 2009. મેળવેલ 30 April 2013.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "President Pratibha Patil presents Khel Ratna, Arjuna awards". Hindustan Times. 29 August 2009. મૂળ માંથી 9 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Mary Kom, Vijender and Sushil get Khel Ratna". Chennai, India: The Hindu. 29 July 2009. મૂળ માંથી 7 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 April 2013.
- ↑ Manipur Express, 31 June 2006 Sat, Ed. L. Chinkhanlian, Lamka; The Sangai Express, 19 April 2008, Imphal
- ↑ Zamzachin, Dr. G. (3 November 2009). "MARY KOM MC (Mangte Chungneijang)". Zogam.Com. મેળવેલ 30 April 2013.
- ↑ "Sahara Sports Awards: Sushil Kumar, Mary Kom get top honours". 31 October 2010. મૂળ માંથી 13 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 એપ્રિલ 2013.
- ↑ PTI 13 August 2012, 05.17PM IST (19 September 2010). "Rajasthan announces cash awards for Olympic winners Vijay Kumar, Sushil Kumar, Mary Kom, Saina Nehwal and others - Economic Times". Economictimes. indiatimes.com.
- ↑ The writer has posted comments on this article (10 August 2012). "Manipur govt announces Rs 75 lakh award for Mary Kom - The Times of India". Timesofindia. indiatimes.com.
- ↑ Bikash Singh, ET Bureau 9 August 2012, 11.32PM IST (9 August 2012). "London Olympics: Assam announces Rs 20 lakh for Mary Kom - Economic Times". Articles. economictimes. indiatimes.com. મૂળ માંથી 25 ઑગસ્ટ 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 એપ્રિલ 2013. Check date values in:
|archive-date=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ By ANI (20 April 2011). "Arunachal Govt. honours Mary Kom, announces 10 lakh award - Yahoo! News India". In.news. yahoo.com. Text "ANI – Sat 11 August 2012" ignored (મદદ)
- ↑ "Rs 10 Lakh Reward to Mary Kom for Olympics Feat". news. outlookindia.com. 10 August 2012. મૂળ માંથી 30 જાન્યુઆરી 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 એપ્રિલ 2013.
- ↑ "Olympics 2012: Bronze medalist Mary Kom to get Rs40 lakh from NEC - Sport - DNA". Dnaindia.com.