૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

 • ૧૩૮૬ – ઇંગ્લેન્ડ અને પોર્ટુગલ વિન્ડસરની સંધિ પર હસ્તાક્ષર સાથેના તેમના જોડાણને ઔપચારિક રીતે બહાલી આપે છે, જે તેને વિશ્વનું સૌથી જૂનું રાજદ્વારી જોડાણ બનાવે છે જે હજી પણ અમલમાં છે.
 • ૧૪૫૦ – અબ્દ અલ-લતીફ (તિમુરિદ રાજા)ની હત્યા કરવામાં આવી.
 • ૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા (અમેરિકા)ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું.
 • ૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે (ટ્રામ !) પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ
 • ૧૯૦૧ – ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં તેની પ્રથમ રાષ્ટ્રીય સંસદ ખોલી.
 • ૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' (City of Truro),૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું.
 • ૧૯૨૩ – દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો.
 • ૨૦૧૦ – * રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા.
 • ૨૦૧૦ – પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકારને સિંધ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની જેલ સુધાર સમિતિની બેઠક પછી જેલમાં બંધ ૫ વર્ષથી વધુ સમય જેલમાં ગુજારી ચુકેલા કેદીઓને દર ત્રણ મહીના બાદ પત્ની સાથે એક રાત રહેવાની અનુમતિ આપવાનો ફેંસલો સુણાવ્યો.
 • ૨૦૧૦ – ભારત દેશની વંદના શિવાને વિકાસશીલ દેશોમાં મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વર્ષ ૨૦૧૦ના સિડની શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા.
 • ૨૦૧૫ – રશિયા એ વિજય દિવસની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી માટે મોસ્કોના રેડ સ્ક્વેરમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી પરેડનું પ્રદર્શન કર્યું.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

 1. "મહેર ઓનલાઇન.કોમ". મૂળ માંથી 2009-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-27.