રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદી

રણજી ટ્રોફી ક્રીકેટર

રજનીકાંત ત્રિવેદી (જન્મ: જાન્યુઆરી ૪, ૧૯૪૦ ) પ્રથમ કક્ષાના ક્રિકેટર અને ગુજરાતના અને રાજસ્થાનનાં રણજી ટ્રોફીમાં વિકેટકીપર રહી ચુક્યા છે.[]

રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદી
જન્મ૪ જાન્યુઆરી ૧૯૪૦ Edit this on Wikidata
બોટાદ Edit this on Wikidata

જન્મ અને કૌટુંબીક જીવન

ફેરફાર કરો

રજનીભાઈનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ શહેરમાં ૧૯૪૦ના વર્ષમાં થયો હતો અને એમનું શરૂઆતનું બાળપણ ઉમરાળામાં વિત્યુ હતું અને અભ્યાસ ભાવનગરમાં કરેલ હતો. ૧૯૬૭માં રજનીભાઈના લગ્ન ભારતીબેન સાથે થયા. એમના સંતાનોમાં વૈશાલીબેન, પલ્લવીબેન અને ચિંતનભાઈ છે.

કારકિર્દી

ફેરફાર કરો

ક્રિકેટ

ફેરફાર કરો
 
રજનીકાંત ત્રિવેદી અને અન્ય ક્રીકેટરોનું અભિવાદન કરી રહેલા ત્યારના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી

રજનીકાંતભાઈ રાજસિંહ ડુંગરપુર, કિશન રૂંગટા, કૈલાશ ગટ્ટાણી, સુંદરમ જી. આર., વિજય માંજરેકર, સલિમ દુરાની, હનુમંતસિંઘ, સુર્યવિરસિંહ, પાર્થસારથી શર્મા વગરે સાથે રણજી ટ્રોફીની ટીમમાં વિકેટકીપર અને જમણેરી બૅટ્સમેન હતા. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ૯ નવેમ્બર ૧૯૬૩ના રોજ ૧૯૬૩-૬૪ની રણજી ટ્રોફીમાં રાજસ્થાન તરફથી કરી હતી.[]

 
ભાવનગર શહેરના ક્રીકેટ સંઘ તરફથી એનાયત થયેલ ટ્રોફી
  • ભાવનગર ક્રીકેટ અકાદમી તરફથી રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદીને ૨૦૧૫ની સાલમાં એક સમારંભ દરમ્યાન સન્માન કરીને યાદગીરી રૂપે એક ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. (જુવો બાજુમાં એ ટ્રોફીનો ફોટો)
  1. "Rajnikant Trivedi". ESPN Cricinfo. મેળવેલ ૨૯ નવેમ્બર ૨૦૧૬.
  2. "Rajasthan v Madhya Pradesh, Ranji Trophy 1963/64 (Central Zone)". cricketarchive.com. મેળવેલ ૨૯ નવેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો