રવિ ઉપાધ્યાયનો જન્મ ૨૬ જૂન ૧૯૨૮ નાં કડોલી,સાબરકાંઠા જિલ્લો,માં થયેલ. અવસાન ૮ ફેબ્રુઆરી ૨૦૦૨, મુંબઇમાં થયેલ.

તેઓએ ગુજરાતી સાહિત્યમાં ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેનું પ્રદાન કરેલ છે. થોડા પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી ઘણું વેધક અને અર્થસભર સાહિત્યનું સર્જન એ એમની આગવી વિશિષ્ટતા હતી. તે ઉપરાંત તેઓ સંગીતનાં જાણકાર અને સારા ગાયક પણ હતા. તેઓ 'ઓલ ઇન્ડીયા રેડીયો'ના માન્યતા પ્રાપ્ત અને અધિકૃત કવિ હતા,મુંબઇના સાંસ્કૃતિક જગતમાં એમનું આદરણીય સ્થાન હતું. એમની કૃતિઓને ગુજરાતના ખ્યાતનામ સંગીતકારોએ સ્વરબધ્ધ કરી છે અને નામી ગાયકોએ ગાઇ, દેશ-વિદેશમાં ગુંજતી કરી છે.

  • રચનાઓ:
    • કવિતા – ઉરના સૂર
    • નાટક – સ્નેહયાત્રા, ભવ ભવના ભેરુ
  • સન્માન:
    • ૧૯૫૩ – ગરબી “રુમઝુમ પગલે ચાલ્યાં માં’ ને 'આઇ.એન.ટી.(INT)' આયોજીત રાજ્યસ્તરીય સ્પર્ધામાં શબ્દલાલિત્ય માટે પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલ.

સંદર્ભ ફેરફાર કરો