વિજયા એકાદશી એ એક હિંદુ ધર્મના લોકોનો તહેવાર છે. વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષના ચોથા માસની અગિયારસ, મહા વદ અગિયારસને વિજયા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે, જેની કથા સીતાની શોધ વખતે રામને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

આ દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે.