કોકમ (તા.ડેડીયાપાડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૮:
}}
 
'''કોકમ (તા.ડેડીયાપાડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા [[નર્મદા જિલ્લો|નર્મદા જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક અને [[મહારાષ્ટ્ર| મહારાષ્ટ્ર રાજ્ય]]ને અડીને આવેલા એવા [[ડેડીયાપાડા|ડેડીયાપાડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. અહિં પૂર્વા નદી વહે છે અને તેને કિનારે જળેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. પૂર્વ દિશા તરફનું વહેણ હોવાથી પૂર્વાનદી તરીકે ઓળખાય છે. આ ગામમાં મુખ્યત્વે [[આદિવાસી]] લોકોની વસ્તી રહે છે. કોકમ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]] અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી [[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, [[ખાખરો| ખાખરા]]નાં પાન, [[ટીમરુ]]નાં પાન, [[સાગ]]નાં બી, [[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો (જંગલમાંથી પ્રાપ્ત થતી ઈમારતી લાકડા સિવાયની ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
 
કોકમ ગામ ખાતે આવેલું જળેશ્વર મહાદેવનું પ્રાચિન મંદિર આવેલું છે. લોક માન્યતા મુજબ તે મહાભારત કાળનું હોવાનું મનાય છે. વળી આ મંદિરમાં શિવલિંગ ત્રણ ફૂટ ઊંડા ખાડામા છે જેના પર સતત વૃક્ષના મૂળીયામાંથી પાણીની ધારા પડવાથી અભિષેક થતો રહે છે. આ વન પ્રાચિન સમયમાં હેડંબવન તરીકે ઓળખાતું.
 
 
{{સ્ટબ}}