વિશ્વ ક્ષય દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૪ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવામાં આવે છે.

વિશ્વ ક્ષય દિન
ઉજવવામાં આવે છેયુનાઇટેડ નેશન્સના બધાં સભ્યો
તારીખમાર્ચ ૨૪
આવૃત્તિવાર્ષિક

ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વને લપેટમાં લીધું છે. ઇ.સ. ૨૦૧૮માં આશરે ૧ કરોડ લોકોને ક્ષયનો ચેપ લાગ્યો હતો અને તેમાંથી ૧૫ લાખ લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના લોકો વિકાશશીલ દેશોમાંથી હતા.[] આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંર્તગત નિદાન, સારવાર અને ત્યારપછી સમયાંતરે તપાસ થાય તેવી યોજના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઘડી કાઢવામાં આવી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં પણ અલગ હોસ્પિટલો, મફત સારવાર તેમ જ સ્વતંત્ર ક્ષય નિયંત્રણ બોર્ડ બનાવવું જેવાં પગલાં લઇ આ રોગને નાથવા કમર કસી છે.

ક્ષય રોગને રાજ રોગ પણ કહેવાય છે, જેમાં દર્દીના સારવાર કરનારે પણ ખૂબ સાવચેતી રાખવી પડે છે, નહીંતર તેને પણ આ રોગ થઈ શકે છે.

વર્ષ ૨૦૨૨ માટે આ દિવસની થીમ - "ટીબીને ખતમ કરવા માટે રોકાણ કરો. જીવન બચાવો." છે.

  1. "Global Tuberculosis Report" (PDF). WHO. WHO. 2019. મેળવેલ 12 December 2020.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો