વૈશાખ
હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ
વૈશાખ હિંદુ વૈદિક પંચાગ વિક્રમ સંવતનો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. હિંદુ વૈદિક પંચાગ શક સંવતનો આ બીજો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
તહેવારો
ફેરફાર કરો- વિક્રમ સંવત વૈશાખ સુદ ત્રીજ: અખાત્રીજ - જે દિવસે ભગવાનની મુર્તિઓને એક મહિના સુધી ચંદનથી શણગારવામાં આવે છે. અખાત્રીજને "અક્ષય તૃતીયા" તરીકે પણ ઓળખાય છે.
- વિક્રમ સંવત વૈશાખ સુદ તેરસ: નૃસિંહ જયંતિ - રાક્ષસ-રાજા હિરણ્યકશિપુ પર વિજય મેળવનાર ભગવાન નૃસિંહનો જન્મદિવસ.
- વિક્રમ સંવત વૈશાખ પુનમ: બુદ્ધ જયંતી - બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનો જન્મદિવસ.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |