શાંતિભાઈ આચાર્ય

ગુજરાતી ભાષાવિદ અને લોકસાહિત્ય સંશોધક
(શાંતિભાઇ આચાર્ય થી અહીં વાળેલું)

શાંતિભાઇ આચાર્ય એ ગુજરાતી ભાષાવિદ્‌ અને લોકસાહિત્ય સંશોધક છે.[]

તેમનો જન્મ ૨૫-૧૦-૧૯૩૩ના દિવસે પુરુષોતમ આચાર્યના ઘેર સૌરાષ્ટ્રના જામનગર જીલ્લાના લતીપુર ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ મેળવ્યું અને વધુ અભ્યાસ માટે તેઓ જામનગરની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા જ્યાં તેમણે સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ ગુજરાત વિશ્વવિદ્યાલયના સાહિત્ય ભવનમાંથી તેમણે એમ.એ.ની પદવી મેળવી. તેઓ એક જીજ્ઞાસુ વિદ્યાર્થી હતા. ઉમાશંકર જોશી અને રમણલાલ જોષીની પ્રેરણાથી, ૧૯૬૦માં ડૉ.પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ ‘હાલારી બોલી’ પર સંશોધનકાર્ય કરીને તેમણે પી.એચ.ડી.ની પદવી મેળવી હતી.[] તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રમાં નિયામક તરીકે જોડાયા હતા. આ માટે તેઓ આદિવાસી પ્રજાની મુલાકાતો લેતાં, અને તે દરમ્યાન મેળવેલી માહિતીને સંકલિત કરી તેમણે લોકકલાના ગ્રંથોનું સંપાદન કર્યું હતું. ડૉ. હરિવલ્લભ ભાયાણી અને ડૉ.યોગેન્દ્ર વ્યાસ તેમના માર્ગદર્શક હતા.[]

૧૯૭૯માં તેઓ અમેરિકાના વરમોન્ટ રાજ્યના બ્રેટલબરો નગરની ‘સ્કુલ ઓફ ઇન્ટરનનેશનલ’ ટ્રેનિંગમાં અમેરિકન વિદ્યાથીઓને ગુજરાતી શીખવવા ગયા હતા. []

તેમણે લોકસાહિત્ય ક્ષેત્રે ઘણા ગ્રંથો રચ્યા છે.[][]

કોશકાર્ય

ફેરફાર કરો
  • કચ્છી શબ્દાવલી (૧૯૬૬)
  • ચૌધરી અને ચૌધરી શબ્દાવલી (૧૯૬૯)
  • ભીલ ગુજરાતી શબ્દકોશ (૨૦૦૬)

બોલી અભ્યાસ

ફેરફાર કરો
  • સેગ્મેન્ટલ ફોનીમ્સ ઓફ કચ્છી(૧૯૬૬)
  • ગુજરાતી ભીલી વાતચીત (૧૯૬૭),
  • ભાષા વિવેચન (૧૯૭૩)
  • બોલીવિજ્ઞાન:કેટલાક પ્રશ્નો (૧૯૮૪)
  • ભાષાવિજ્ઞાન: ભીલી ગુજરાતી શબ્દાવલી (૧૯૮૫)
  • કચ્છી ગદ્ય(લોક કથા) અને તેમનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન (૧૯૮૭)
  • સીદી-કચ્છી વાર્તાઓ (૧૯૮૮)
  • હાલારી બોલી (૧૯૮૯)
  • હેંડો વાત મોડીએ (૧૯૯૦)
  • સાબરકાંઠાની ભીલી વાર્તાઓ (૧૯૯૨)
  • ઉત્તર ગુજરાતની ભાષા: સર્વેક્ષણ અને અભ્યાસ (૨૦૦૧)
  • અમે બોલીઓ છીએ (૨૦૦૯)

લોકસાહિત્ય

ફેરફાર કરો
  • સિંધી કચ્છી વાર્તાઓ (૧૯૮૮)
  • સંખેડા તાલુકાના તડવીઓમાં મંડાતી લવઘણાની વાર્તા:તેના પરિસરમાં (૧૯૯૧)
  • લોક સાહિત્યમાં કથનશેલી (૧૯૯૩)
  • આદિવાસી લોકસાહિત્ય (૨૦૦૧)
  • દક્ષિણ ગુજરાતની કુંકણી વાર્તાઓ (૨૦૦૧)
  • (બગડાવત લોકકથાનું ભીલી રૂપાંતર) ગુજરાનો અરેલો: એક તુલનાત્મક સમીક્ષા (૨૦૦૨)
  • દેવ કનસરીની કથા: એક તુલનાત્મક સંશોધન (૨૦૦૩)

પ્રકીર્ણ:

ફેરફાર કરો
  • ડૉ.પ્રબોધ પંડિત (૧૯૭૭)
  • રૂસી શીખીએ હોંશે હોંશે (૧૯૯૬)

ઉતર ગુજરાતની ભાષા:સર્વેક્ષણ અને અભ્યાસને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.[]

લોકસાહિત્ય ક્ષેત્રે તેમણે કરેલી સાહિત્ય રચનાઓને ઘણી સંસ્થાઓ તરફથી પુરસ્કાર મળ્યા છે.[] તેમને ૨૦૧૪નો ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "શાંતિભાઈ આચાર્યએ લોકશાહીત્ય ક્ષેત્રે કરેલું પ્રદાન|Shantibhai Aachary Lok Sahity". મેળવેલ 2021-10-12.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Sahityasetu#ISSN:2249-2372". www.sahityasetu.co.in. મેળવેલ 2021-10-12.
  3. "લોકસાહિત્ય ક્ષેત્રમાં હવે મશાલો આપવી જરૂરી : બાપુ". divyabhaskar. 2014-12-08. મેળવેલ 2019-09-15.