શિવરાજપુર દરિયાકિનારો
શિવરાજપુર બીચ, ગુજરાતના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામની નજીક આવેલો દરિયાકિનારો છે. શિવરાજપુર ગામની રચના ૧૯મી સદીની શરૂઆતમાં બરોડા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. [૧] ઓક્ટોબર ૨૦૨૦માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા તેને પ્રતિષ્ઠિત 'બ્લુ ફ્લેગ બીચ' સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તે સફેદ રેતીનો બીચ છે જે નિસ્તેજ સાફ પાણી સાથે છે.[૨] [૩] [૪]
શિવરાજપુર દરિયાકિનારો | |
---|---|
દરિયાકિનારો | |
સૂર્યાસ્ત સમયે શિવરાજપુર દરિયાકિનારો | |
અક્ષાંશ-રેખાંશ: 22°20′N 68°57′E / 22.33°N 68.95°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વેબસાઇટ | https://www.gujarattourism.com/saurashtra/devbhoomi-dwarka/shivrajpur-beach.html |
શિવરાજપુર ઓખા-દ્વારકા માર્ગ પર દ્વારકાથી ૧૨ કિમીના અંતરે આવેલું છે.
સમુદ્રતળની ગુણવત્તા અને સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતી સહિત 'બ્લુ ફ્લેગ' પ્રમાણપત્ર મેળવવા માટે ત્યાં ૩૩ કડક માપદંડો છે.[૫] જે અન્ય માપદંડની સાથે સતત ખરા ઉતરવા જોઇએ.
પ્રવાસન
ફેરફાર કરોદરિયા કિનારે પ્રવાસન ધીરે ધીરે વધી રહ્યું છે. 'બ્લુ ફ્લેગ' બીચની ઘોષણા પછી , ગુજરાત સરકારે તેની સુંદરતા પાછળ નાણાં ખર્ચવા અને તેને આંતરરાષ્ટ્રીય ધોરણના એક મુખ્ય પર્યટક સ્થળો તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે.[૬] શિવરાજપુર બીચને બે તબક્કામાં વિકસાવવા માટે સરકાર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે.[૭]
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાન્યુઆરી ૨૦૨૧માં પ્રવાસન ગતિવિધિની પ્રવૃતિ માટે પાયાનો શિલાન્યાસ કર્યો હતો. [૮]
પ્રથમ તબક્કામાં ૨૦ કરોડના ખર્ચે સાયકલ ટ્રેક, ચાલવા માટેનો માર્ગ, વાહન મુકવાની જગ્યા (પાર્કિંગ) પીવાના પાણીની સુવિધા, શૌચાલય, અને પર્યટક સુવિધા કેન્દ્રનો વિકાસ કરવામાં આવશે. બીજા તબક્કામાં તેને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ બનાવવા માટે વધુ સુવિધાઓ ઉમેરવામાં આવશે. વિજય રૂપાણીને કહેતા ટાંકવામાં આવ્યા હતા કે, 'ગોવામાં કરતા શિવરાજપુર બીચ પર સારી સુવિધાઓ હશે'.[૯] [૧૦] [૧૧] [૧૨]
પ્રવૃત્તિઓ
ફેરફાર કરોબીચ પર કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ અને આઇલેન્ડ ટૂરનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેવી મંદિર અને દ્વારકા સનસેટ પોઇન્ટ જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.[૧૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kachhigadh Lighthouse - Lighthouses - Indian Logistics Directory - India". www.indianlogisticsinfo.com. મેળવેલ 2021-02-19.
- ↑ Oct 12, ByKuldeep TiwariKuldeep Tiwari / Updated:; 2020; Ist, 06:32. "Gujarat's Shivrajpur beach gets Blue Flag certification". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-19.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ Dec 29, TNN /; 2020; Ist, 04:07. "Blue flag flutters high in Shivrajpur beach | Rajkot News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-19.CS1 maint: numeric names: authors list (link)
- ↑ "દ્વારકાના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લુફ્લેગ સર્ટિફિકેટ". www.gujaratsamachar.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-23.
- ↑ "Checklist of 33 criteria – Blue Flag India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-19.
- ↑ World, Republic. "Guj govt to spend Rs 100 cr to develop Shivrajpur beach". Republic World (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-19.
- ↑ "Guj govt to spend Rs 100 cr to develop Shivrajpur beach". www.outlookindia.com/. મેળવેલ 2021-02-19.
- ↑ Jan 20, TNN / Updated:; 2021; Ist, 10:20. "Gujarat: Shivrajpur beach beautification project to be flagged off today | Rajkot News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-19.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ "ગોવા કરતાં પણ ચઢિયાતો બનશે શિવરાજપુર બીચ, આ રહી બ્લ્યૂ પ્રિન્ટ". Zee News Gujarati (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-23.
- ↑ Jan 18, Himanshu Kaushik / TNN /; 2021; Ist, 21:22. "Gujarat: Bhoomipujan ceremony of tourist amenities to be developed at Shivrajpur Beach on Wednesday | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-19.CS1 maint: numeric names: authors list (link)
- ↑ "Guj govt to spend Rs 100 cr to develop Shivrajpur beach". The Week (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-19.
- ↑ www.ETTravelWorld.com. "Gujarat govt to spend INR 100 cr to develop Shivrajpur beach - ET TravelWorld". ETTravelWorld.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-19.
- ↑ Dave, Harita (2021-02-16). "Shivrajpur Beach: Directions, Timings, Activities and everything you need to know". Ashaval.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-19.