શ્રીકાંત વલ્લભદાસ શાહ (૨૯ ડિસેમ્બર ૧૯૩૬ – ૨૨ જાન્યુઆરી ૨૦૨૦) એ ભારતીય ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક હતા. તેઓ મુખ્યત્વે તેમની પ્રયોગાત્મક નવલકથા અસ્તી (૧૯૬૬) માટે જાણીતા હતા.

શ્રીકાંત શાહ
૮ જુલાઈ ૨૦૦૬ના દિવસે શાહ અમદાવાદમાં
૮ જુલાઈ ૨૦૦૬ના દિવસે શાહ અમદાવાદમાં
જન્મ૨૯ ડિસેમ્બર ૧૯૩૬
બાંટાવા, જુનાગઢ જિલ્લો, ગુજરાત
મૃત્યુ૨૨ જાન્યુઆરી ૨૦૨૦
અમદાવાદ
ઉપનામનિરંજન સરકાર
વ્યવસાયપ્રાધ્યાપક, કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.
માતૃ શિક્ષણ સંસ્થાબહાઉદ્દીન કૉલેજ, જુનાગઢ
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
નોંધપાત્ર સર્જનોઅસ્તી (૧૯૯૬)
જીવનસાથી
રુતા શાહ (લ. 1963)

જીવનચરિત્ર

ફેરફાર કરો

તેમનો જન્મ ૨૯ ડિસેમ્બર ૧૯૩૬માં ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા બાંટવામાં, વલ્લભદાસ અને વસંતબહેનને ઘેર થયો હતો. તેમણે તેમના ગામ બાંટવામાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ૧૯૫૯માં બી.એ. અને ૧૯૬૧માં બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે માસ્ટર ઑફ આર્ટ્સની પદવી મેળવી.[]

તેમણે ૧૯૬૨–૬૩માં એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં વ્યાખ્યાતા (લેક્ચરર) તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે જામનગરમાં દૈનિક જનસત્તાના રોજગાર અધિકારી તરીકે, રાજકોટમાં દૈનિક જનસત્તાના મેનેજર અને અમદાવાદ ખાતે જનસત્તાના જનરલ મેનેજર તરીકે કાર્ય કર્યું. અંતે તેઓ અમદાવાદની વિવેકાનંદ કૉલેજમાંથી વ્યાખ્યાતા તરીકે નિવૃત્ત થયા.[]

તેમણે ૯ નવેમ્બર ૧૯૬૩ના રોજ રૂતા શાહ સાથે લગ્ન કર્યા. તેમના સંતાનોમાં એક પુત્રી અને એક પુત્ર હતા.[]

તેમણે નિરંજન સરકાર ઉપનામ હેઠળ લખવાનું શરૂ કર્યું.

૧૯૬૨માં તેમનો એક કવિતા સંગ્રહ પ્રકાશિત થયો. તેમણે એક અસ્તિત્વવાદી નવલકથા અસ્તી લખી જે ૧૯૬૬માં પ્રકાશિત થઇ હતી. ત્યાર બાદ રહસ્ય નવલકથા ત્રીજો માણસ" પ્રકાશિત થઇ. તિરાડ અને બીજા નાટકો, નેગેટિવ, કેનવાસ પર ના ચહેરા, ...અને હું અને એકાંત નંબર ૮૦ તેમના નાટકો છે. ૨૦૦૩માં તેમનો કાવ્યસંગ્રહ એક માણસનું નગર ગુજરાતી લેખક નિરંજન ભગત દ્વારા લખાયેલ પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયો. તેમના કેટલાક પુસ્તકો ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરકૃત થયા છે.[]

અસ્તિ એ તેમની પ્રાયોગિક નવલકથા છે, જેને તેમની આધુનિક નવલકથાનો પ્રયાસ માનવામાં આવે છે.[] આ નવલકથામાં કોઈ કથાવસ્તુ નથી અને તે એક નામ વગરની વ્યક્તિની આસપાસ કેન્દ્રિત છે, જેને "તે" કહેવાયો છે. આ અજ્ઞાત પાત્ર અસ્તિત્વના કપરા અનુભવમાંથી પસાર થાય છે અને મૃત્યુની ઇચ્છા કરે છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Bhuptani, Maulik. "SHRIKANT SHAH, Gujarat Sahitya Academy, સર્જક અને સર્જન, શ્રીકાન્ત શાહ". Gujarat Sahitya Akademi. મેળવેલ 19 January 2017.
  2. Sharma, Radheshyam (2010). Saksharno Sakshatkar (Question-based Interviews with biographical literary sketches). Vol. 16. Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 362. |volume= has extra text (મદદ)
  3. K. M. George (1992). Modern Indian Literature, an Anthology: Surveys and poems. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 141–. ISBN 978-81-7201-324-0. મેળવેલ 20 January 2017.
  4. P. K. Rajan (1989). The Growth of the Novel in India, 1950-1980. New Delhi: Abhinav Publications. પૃષ્ઠ 74. ISBN 978-81-7017-259-8. મેળવેલ 20 January 2017.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો