સપ્ટેમ્બર ૧૨
તારીખ
૧૨ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૪૮ – નવું બંધારણ અપનાવવાની સાથે સ્વિત્ઝરલૅન્ડ સંઘીય રાજ્ય બન્યું.
- ૧૯૪૦ – ફ્રાન્સના લાસ્કોમાં ગુફા ચિત્રો મળી આવ્યા.
જન્મ
ફેરફાર કરો- ૧૯૧૨ – ફિરોઝ ગાંધી, ભારતીય રાજકારણી અને પત્રકાર (અ. ૧૯૬૦)
- ૧૯૧૩ – જેસી ઓવેન્સ, (Jesse Owens) અમેરિકન ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ, ૧૯૩૬ની ઓલિમ્પિક ગેમ્સમાં ચાર વખત ગોલ્ડ મેડાલીસ્ટ (અ. ૧૯૮૦)
- ૧૯૪૦ – પ્રકાશ ન. શાહ, સંપાદક, પત્રકાર અને લેખક
- ૧૯૮૮ – પ્રાચી દેસાઈ, ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી
અવસાન
ફેરફાર કરો- ૧૯૬૨ – રાંગેય રાઘવ, ભારતીય લેખક અને નાટ્યકાર (જ. ૧૯૨૩)
- ૧૯૯૩ – હિતેન્દ્ર દેસાઈ, ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા (જ. ૧૯૧૫)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- સારાગઢી દિવસ (શીખ ધર્મ)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૦૮ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 12 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.