સભ્યની ચર્ચા:Ashok modhvadia/Archive 8
અશોકભાઈ, આ ઢાંચા પર મેં થોડો પ્રયોગ કરેલ છે અને તેથી આપણે જ્યાં પણ આ ઢાંચો મૂકી અને લેખને વિકિડેટા સાથે જોડશું ત્યાં ઈન્ફોબોક્ષમાં ધ્વજનો ફોટો આપોઆપ વિકિડેટા પરથી આવી જશે. ઉદાહરણ તરીકે મેં અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજમાંથી ધ્વજનો ફોટો દૂર કરી દીધો છે છતાં લેખમાં ફોટો દેખાય છે. એટલે કે આપણે પ્રથમથી ધ્વજનો ફોટાની કડી મુકવાની જરૂર નહી. આ ગોઠવણ મેં પ્રાયોગિક કરી છે, આપ હવે જે ધ્વજનો લેખ બનાવો તેમાં આ ઈન્ફોબોક્ષ વાપરો અને તેમાં ધ્વજના ફોટાની કડી મૂક્યા વગર તે લેખને વિકિડેટા પર જોડશો એટલે ફોટો આપોઆપ આવી જવો જોઈએ. તમે પ્રયોગ કરો અને પરિણામ જણાવશો. ન ફાવે તો આપણે ઢાંચા પર કરેલ ફેરફાર ઉલટાવી નાખશું.--Vyom25 (talk) ૨૩:૫૫, ૧૭ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- વાહ ! આ તમે વિકિડેટા પર કામ કરેલું છે એથી આવેલી આવડત છે !! ચાલશે. મેં નવો લેખ બહામાનો રાષ્ટ્રધ્વજ બનાવી ચકાસણી કરી, કામ કરે છે. આ શ્રેણીના બધા લેખ વિકિડેટા સાથે જોડાશે જ, એટલે આ કિમિયો કામ કરશે. આગે બઢો, ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૧, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- આ જોડાણ ક્યાં, ક્યારે, કેવી રીતે, કોના દ્વારા અને કેમ થયું (લેખ વિકિડેટા સાથે જોડાશે જ ના સંદર્ભમાં સવાલોનો ખડકલો). અમારા જેવા પાષાણયુગના ગામમાં વસનારને પણ શીખવજો બાપા. --એ. આર. ભટ્ટ (talk) ૧૬:૦૨, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- અહીં, લેખ બનતી વખતે, આંગળાઓને તકલીફ આપીને, લેખ બનાવનાર દ્વારા અને (કેમ ?) વિકિડેટા પર વિગત હોવાથી થયું અને થશે !!!!!!!!!! પ્રભુ, પ્રશ્નોના જવાબ મળ્યા ? તો હવે પાનાઓ ચાલુ કરીએ ? કામ જથ્થાબંધ છે, સમય ઓછો છે, આંગળાઓને આરામની જરૂર છે, પણ મદદ ક્યાંય દેખાતી નથી. (માત્ર સવાલો જ દેખાય છે :-) ) આ તો મજાક કરી ! ગંભીરતાથી કહું તો આપને આ બાબતે કશો વાંધો હોય તો જણાવશો. ચિત્રની લિંક લેવા જવી ન પડે એ માટે વ્યોમજીએ આ કમઠાણ કીધું છે. મને તો ગમ્યું, આપને ન ગમ્યું હોય તો એનો વપરાશ ફરજિયાત નહી હોય. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૬, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- સુંદર કામ છે, અને ન ગમવા માટે કોઇ કારણ નથી. હમણા મદદ નથી કરી શકતો એ માટે અંતરના ઉંડાણેથી ક્ષમા યાચના. પણ સવાલ ખરેખર નિર્દોષ અને એ જોડાણ કેવી રીતે કરવાનું હોય છે તે વિષેના મારા અજ્ઞાનને દુર કરવાની ભાવનાથી હતા. આપના જવાબ એકદમ સાચા છે / હશે પણ મારા જ્ઞાનવર્ધન માટેની આપના જવાબોની ઉપયોગીતા વિષે અજાણ છું. અજાણતા અાપના દિલ, દિમાગ કે આંગળાઓની લાગણી દુભાઇ ગઇ હોય તો ફરી ક્ષમા પ્રાર્થના--એ. આર. ભટ્ટ (talk) ૧૬:૨૪, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- ભાઈ લોગ થોડી સ્પષ્ટતા કરી દઉં. આપણે લેખમાં ડાબી તરફ જે તે ભાષાની કડી દેખાય છે તે તે જ લેખની અન્ય ભાષાની કડી છે તે તો આપ જાણતા જ હશો (અને તે યાદીને અંતે રહેલ Edit links પર ક્લિક કરતાં તે વિકિડેટાનું પાનું ખૂલે છે). તે કડીઓ વિકિડેટા પરથી આવે છે અને વિકિડેટા પર વિવિધ માહિતી તે લેખને લગતી મૂકવામાં (property એટલે કે ગુણધર્મ સ્વરૂપમાં) આવે છે (જે હાલમાં બહુ સીમિત પ્રમાણમાં છે ભવિષ્યમાં વધશે કામ ચાલુ છે) તમે જે તે ઢાંચા પર ફેરફાર કરી અને માહિતી ત્યાંથી અહીં લાવવી કે કેમ તે નક્કી કરી શકો છો. આપણે ફક્ત પ્રયોગાત્મક રીતે તેને વપરાશ કરવાની કોશિષ કરી છે અને તેને લગતા હજુ ઘણા પ્રશ્નોનું સમાધાન મારા મનમાં નથી માટે વધુ બહોળો ઉપયોગ નથી કર્યો. પ્રશ્નોના જવાબ મને ખાતરી છે કે નહીં જ મળ્યા હોય કારણ કે મને પણ હજુ પૂરી સમજ નથી. અને વધુમાં અશોકભાઈ આપણે ઝંડાના રંગ તેના ડિઝાઈનર જેવી માહિતી આયાત કરી શકશું તો તે કરવી છે? વધુ પ્રયોગ કરી શકાય.--Vyom25 (talk) ૧૭:૩૨, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- અને શક્ય બને તો en:Module:Wikidataને આયાત કરશો.--Vyom25 (talk) ૨૩:૩૭, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૭, ૨૦ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- સુંદર કામ છે, અને ન ગમવા માટે કોઇ કારણ નથી. હમણા મદદ નથી કરી શકતો એ માટે અંતરના ઉંડાણેથી ક્ષમા યાચના. પણ સવાલ ખરેખર નિર્દોષ અને એ જોડાણ કેવી રીતે કરવાનું હોય છે તે વિષેના મારા અજ્ઞાનને દુર કરવાની ભાવનાથી હતા. આપના જવાબ એકદમ સાચા છે / હશે પણ મારા જ્ઞાનવર્ધન માટેની આપના જવાબોની ઉપયોગીતા વિષે અજાણ છું. અજાણતા અાપના દિલ, દિમાગ કે આંગળાઓની લાગણી દુભાઇ ગઇ હોય તો ફરી ક્ષમા પ્રાર્થના--એ. આર. ભટ્ટ (talk) ૧૬:૨૪, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- અહીં, લેખ બનતી વખતે, આંગળાઓને તકલીફ આપીને, લેખ બનાવનાર દ્વારા અને (કેમ ?) વિકિડેટા પર વિગત હોવાથી થયું અને થશે !!!!!!!!!! પ્રભુ, પ્રશ્નોના જવાબ મળ્યા ? તો હવે પાનાઓ ચાલુ કરીએ ? કામ જથ્થાબંધ છે, સમય ઓછો છે, આંગળાઓને આરામની જરૂર છે, પણ મદદ ક્યાંય દેખાતી નથી. (માત્ર સવાલો જ દેખાય છે :-) ) આ તો મજાક કરી ! ગંભીરતાથી કહું તો આપને આ બાબતે કશો વાંધો હોય તો જણાવશો. ચિત્રની લિંક લેવા જવી ન પડે એ માટે વ્યોમજીએ આ કમઠાણ કીધું છે. મને તો ગમ્યું, આપને ન ગમ્યું હોય તો એનો વપરાશ ફરજિયાત નહી હોય. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૬, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- આ જોડાણ ક્યાં, ક્યારે, કેવી રીતે, કોના દ્વારા અને કેમ થયું (લેખ વિકિડેટા સાથે જોડાશે જ ના સંદર્ભમાં સવાલોનો ખડકલો). અમારા જેવા પાષાણયુગના ગામમાં વસનારને પણ શીખવજો બાપા. --એ. આર. ભટ્ટ (talk) ૧૬:૦૨, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
અશોકભાઈ, સાર્વભૌમ દેશોના રાષ્ટ્રધ્વજોની ચિત્રગેલેરીમાં આ દેશની કડી સુધારવાની જરૂર લાગે છે, જરા નજર નાખી જશો.--Vyom25 (talk) ૨૩:૨૧, ૨૦ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- કામ થઈ ગયું - ધ્યાનાકર્ષણ બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૩, ૨૨ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
રાનીખેત
ફેરફાર કરોભાઈશ્રી, નમસ્કાર. વધુમાં રાનીખેત લેખની શરુઆત કર્યા પછી રાણીખેત પહેલાંથી હાજર છે એ ખબર પડી. રાનીખેત લેખ દૂર કરવા વિનંતી.--સતિષચંદ્ર (talk) ૦૩:૪૮, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
મળવાનાં ખેંચાણ
ફેરફાર કરોમા.પ્રબંધકશ્રી, અશોકભાઈ જય માતાજી, ઘણા દિવસથી તમારી સાથે વાત થઈ નથી અને આજે અવસર મળી ગયો છે. જુનાગઢ દર વર્ષની માફક આવવાનુ નજીકનાં સમયમાં થશે. હું તમને ફૉન કરીશ. બીજુ અમદાવાદનાં કાર્યક્રમ વિશે થોડી માહિતી આપશો તો હું પણ તમારી સાથે આવીશ... --જીતેન્દ્રસિંહ (talk) ૧૬:૧૧, ૧૯ માર્ચ ૨૦૧૫ (IST)
Vote for Bengali People
ફેરફાર કરોI got involved in an edit war with Bangladeshis in the picture collage of Bengali people in English Wikipedia . After that voting started to reach a consensus . Till now most voters are Bangladeshis .please vote here https://en.wikipedia.org/wiki/Talk:Bengali_people#List_of_People Subhash Chandra Bose , Mani Lal Bhaumik , Chaitanya Mahaprabhu , Gobar Guha , Meghnad Saha , Rash Behari Bose , Jagadish Chandra bose , Satyendra Nath Bose , Swami Vivekananda , Satyajit Ray , Sharadindu Bandyopadhyay needs few more votes . The names are not in Gujarati WP , so they are appearing red. The voting may close after two three days. thanksCosmicEmperor (talk) ૧૦:૪૫, ૬ એપ્રિલ ૨૦૧૫ (IST)
શ્રેણીઓનું સમારકામ
ફેરફાર કરોઅહીં શ્રેણીઓ સાથે કામ કરવા માટે ઘણા સાધનો છે. એકાદ કામ લાગે તેવું બની શકે નજર નાંખી જશો.--Vyom25 (talk) ૦૦:૪૫, ૨ મે ૨૦૧૫ (IST)
- ધન્યવાદ, જોઈ જઈશ. કોઈ કામની ચીજ નીકળે તો મજા થઈ જાય ! "ભારત" શ્રેણી જરાતરા ચાલેબલ જેવી ઠીકઠાક કરી, હવે "ગુજરાત" પર મથામણ કરીશ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૮, ૨ મે ૨૦૧૫ (IST)
જન્મદિવસ
ફેરફાર કરોપ્રિય સમ્રાટ અશોકભાઇ, આપને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના. આપના મારીપાસે હાથવગા નંબરો પર ફોન કરી જોયા. પણ કોઇ બેન બોલાતા'તા કે કોઇ વ્યક્તિ ફોન ઉપાડતા નથી. મેં માન્યું કે કદાચ ફોન બહુ ભારે હશે એેથી કોઇ નહી ઉઠાવી શક્યું હોય. મારી તો તમને મોઢા-મોઢ શુભકામના પાઠવવાની ઇચ્છા અધુરી રહી ગઇ. કાંઇ વાંધો નહી મારા પ્રયાત્નો ચાલુ છે. ફરી એક વખત જન્મદિવસની ખુબ ખુબ હાર્દિક શુભકામના. --એ. આર. ભટ્ટ (talk) ૧૦:૨૮, ૯ મે ૨૦૧૫ (IST)
- માનનિય અશોકભાઈ, મારા તરફથી પણ મોડીમોડી જન્મદિવસની વધાઈઓ સ્વીકારજો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૫, ૧૧ મે ૨૦૧૫ (IST)
ઢાંચો આયાત કરવા વિનંતી
ફેરફાર કરોઅશોકભાઈ, Template:Mumbai_Suburban_district_topics ગુજરાતી વિકિમાં આયાત કરવા વિનંતી છે. --KartikMistry (talk) ૧૯:૧૪, ૧૧ મે ૨૦૧૫ (IST)
- અને, {{Asia}} પણ. --KartikMistry (ચર્ચા) ૧૨:૪૫, ૧૬ મે ૨૦૧૫ (IST)
- આ મારા ધ્યાન બાર ગયેલું ?!!! SORRY ! જો કે હવે એ ઢાંચા તો આવી ગયા લાગે છે. નીચે અન્ય એકનું કહ્યું તે આયાત કરું છું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૭, ૨ જૂન ૨૦૧૫ (IST)
રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર
ફેરફાર કરોભાઈશ્રી અશોકભાઈ, નમસ્કાર. વધુમાં રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર લેખમાં ઢાંચો બનાવો ખરો પણ શ્વેત-શ્યામ ઢબનો બન્યો. એને જરા આધુનિક વાઘાઓ પહેરાવવાનું કાર્ય કરી દેશો. બીજું ખાસ તો સિંહોને જીવન માટે મોકળાશ આપવા બદલ સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને ખાસ કરીને જુનાગઢના લોકોને ધન્યવાદ.--સતિષચંદ્ર (talk) ૦૪:૦૦, ૧૨ મે ૨૦૧૫ (IST)
મોડું થવા બદલ માફ કરશોજી... આપને જન્મદિન નિમિત્તે અનેક ઉત્તમ શુભકામનાઓ--સતિષચંદ્ર (talk) ૦૪:૦૩, ૧૨ મે ૨૦૧૫ (IST)
- ઢાંચાને જરા ચમકાવવા પ્રયાસ કરી આપને જણાવીશ. અને હા, શુભકામના બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૭, ૧૨ મે ૨૦૧૫ (IST)
ઢાંચો:Location map Mumbai
ફેરફાર કરોઉપરોક્ત ઢાંચો આયાત કરવા વિનંતી છે. આભાર! --KartikMistry (ચર્ચા) ૧૬:૫૧, ૧ જૂન ૨૦૧૫ (IST)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૪, ૨ જૂન ૨૦૧૫ (IST)
અનુવાદ
ફેરફાર કરો- ગુજરાતીમાં "હાજી કાસમની વીજળી" તરીકે ઓળખાતી w:en:SS Vaitarna આગબોટ પર મેં હમણાં એક લેખ અંગ્રેજીમાં ઘણી શોધખોળ કરીને લખ્યો છે. અનુવાદ કરશો? કાર્તિક મિસ્ત્રીને પણ વિનંતી કરેલ છે. -Nizil Shah (ચર્ચા) ૦૦:૫૨, ૬ જૂન ૨૦૧૫ (IST)
- કાર્તિકભાઈએ અનુવાદ શરુ કરેલ છે. -Nizil Shah (ચર્ચા) ૧૬:૫૭, ૭ જૂન ૨૦૧૫ (IST)
ચોતરો સાઈડબારમાં...
ફેરફાર કરોઅશોકભાઈ, આ માટે, ૧. https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF:Village_pump-url માં ચોતરાની કડી ઉમેરવી. એટલે કે, https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B
૨. https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF:Sidebar બનાવી, તેમાં https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF:Village_pump-url ઉમેરવું.
પછી જોઇએ કે આપણે માંગીએ છીએ તે થાય છે કે નહી :) --KartikMistry (ચર્ચા) ૨૨:૧૮, ૧૦ જૂન ૨૦૧૫ (IST)
- હુર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્રે...........થઈ ગયું ! આભાર કાર્તિકભાઈ. હાલ, ચોતરાની લિંક ઉમેરી અને (ચર્ચામાં માંગ પ્રમાણે, બહુ કામની નહિ તેવી...) "સમાજ મુખપૃષ્ઠ" અને "વર્તમાન ઘટનાઓ"ની લિંક્સ હટાવી છે. જે જરૂર પડે તો નીચેથી કોપી-પેસ્ટ કરી ત્યાં ફરી લાવી શકાશે.
હટાવેલી લિંક્સ :
- portal-url|portal
- currentevents-url|currentevents
--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૬, ૧૧ જૂન ૨૦૧૫ (IST)
- સરસ! --KartikMistry (ચર્ચા) ૨૨:૩૫, ૧૧ જૂન ૨૦૧૫ (IST)
દિવસના ચોઘડિયા
ફેરફાર કરોસમ્રાટ, દિવસનાં ચોઘડીયા તૈયાર છે. નમુનો આ રહ્યો...
આ પાનું જોનાર સભ્યના સ્થળે અંગ્રજી તારીખ પ્રમાણે જે વાર હશે તે વાર ના ચોઘડીયા આવી જશે.
શનિવારનાં દિવસનાં ચોઘડિયા | |||
---|---|---|---|
ક્રમ | સમયગાળો | ચોઘડીયાનું નામ | શુભ કે અશુભ |
પહેલું | સવારે ૬:૦૦ થી ૭:૩૦ | કાળ | અશુભ ચોઘડીયું |
બીજું | સવારે ૭:૩૦ થી ૯:૦૦ | શુભ | શુભ ચોઘડીયું |
ત્રીજું | સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ | રોગ | અશુભ ચોઘડીયું |
ચોથું | સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૦૦ | ઉદ્વેગ | અશુભ ચોઘડીયું |
પાંચમું | બપોરે ૧:૩૦ થી ૩:૦૦ | ચલ | મધ્યમ ચોઘડીયું |
છઠ્ઠું | બપોરે ૩:૦૦ થી ૪:૩૦ | લાભ | શુભ ચોઘડીયું |
સાતમું | બપોરે ૩:૦૦ થી ૪:૩૦ | અમૃત | શુભ ચોઘડીયું |
આઠમું | સાંજે ૪:૩૦ થી ૬:૦૦ | કાળ | અશુભ ચોઘડીયું |
- વાહ ! હવે આને આપણે ક્યાં મુકવાનું છે ? મુખ્યપાને એક ચોકઠું બનાવી મુકાશે કે અન્યત્ર કશે ગોઠવાશે ? એવું બની શકે (આટલું થયું તો એ હવે શક્ય હશે જ !) કે આપણે મુખપૃષ્ઠ પર જ્યાં તારીખ વગેરે દેખાય છે, અને કદાચ તિથી દેખાતી કરીશું, ત્યાં "આજના દિવસ-અત્યારના સમય-કરન્ટ" નું ચાલતું ચોઘડીયું સતત દેખાતું (અને સમય પ્રમાણે આપોઆપ બદલાતું) રહે ? અમારી માગણીઓ ’અપાર અને અઘરી’ હોય છે પણ શક્ય હોય તો કરવું, અન્યથા જેટલું છે એ પણ ઉત્તમોત્તમ જ છે. હાલ નવો ઢાંચો:ચોઘડિયાં બનાવ્યો છે જેમાં આપે બનાવેલી આ સઘળી વિગતો મુકી દીધી છે. જોઈ જશો. (નાનો સુધારો: સાચી જોડણી "ચોઘડિયાં" અને "ચોઘડિયું" એમ થશે એ ધ્યાને લેશોજી) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૯, ૧૧ જૂન ૨૦૧૫ (IST)
- અત્યારના જે તે સમયનું ચોઘડિયું આવી જાય એવું પણ બનાવી રહ્યો છું. આ કોડમાં ક્રમ નામનો વેરીયેબલ રાખવા પાછળનો હેતુ જ એ છે. હવે પછી જે લખાશે તે કોડ હાલના સમય પરથી ક્રમ નક્કી આ વારપ્રમાણેચોઘડિયાનામકરણ ઢાંચાને આપશે અને આ વારપ્રમાણેચોઘડિયાનામકરણ ઢાંચો ચોઘડિયું નક્કી કરીને આપશે. ફક્ત થોડસ સમયની જરૂર છે. માગણી અઘરી કે અપાર જરા પણ નથી જ. જોડણીની ભૂલો તરફ ધ્યાન દોરવા બદલ અને સુધારી આપવા બદલ આભાર. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૧૭:૪૨, ૧૧ જૂન ૨૦૧૫ (IST)
સંદર્ભ વિશે....
ફેરફાર કરોતમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.
આભાર
ફેરફાર કરોમુની સેવા આશ્રમ માં પહેલી વિકિપીડિયા મીટ અપ દ્વારા એક નવા પ્રવાસ ની શરુઆત થઇ છે. આ પ્રવાસ માં આપનો સાથ હમેશા માટે મળતો રહેશે તેવી આશા સાથે ,આભાર આ લખું છું ત્યારે તમને એક વખત આપના ઘરે સાથે જમ્યા હતા એ યાદ આવે છે. કદાચ તમને પણ યાદ હશે , હું સોમનાથ અને ગીરનાર ફરવા માટે આવેલો અને આપના પુત્ર હિરેન ના સમ્પર્ક થી તમારે ત્યાં મળવાનું થયું હતું, પછી તમે અમને શક્કર બાગ પ્રાણી સંગ્રહાલય અને ગીરનાર ની તળેટી જોવા માટે લઇ ગયા હતા. ખુબ મજા પડેલી આજે તમારો સંદેશો વાંચી ફરી એ સ્મરણો તાજા થઇ ગયા. ફરી એક વાર આભાર --મિહિર પાઠક (talk) 20:30 29 June 2015 (IST)
- અરે વાહ ! આ તો વિકિ પર સામાજીક મેળાવડા જેવું થયું ! જો કે મને નામથી એ યાદ નહોતું આવ્યું, પણ તમે અહીં યાદ અપાવ્યું તો યાદ તાજી થઈ. વાહ ભ‘ઈ વાહ, તમને વિકિ પર મળીને આનંદ થયો. હિરેનને પણ તમારી યાદ આપી. તમારા પૂ.માતાજી-પિતાજીને અમારા પ્રણામ પાઠવશોજી. અને ફરી સમય મળ્યે અહીં આવો એવું હાર્દિક નિમંત્રણ તો ખરું જ. હવે તો આપણે વિકિમિત્રો પણ છીએ. અને હા, આજે આનંદ સાથે કહેવાનું મન થાય છે કે, આ વિકિપીડિયા માત્ર જ્ઞાન-વિજ્ઞાન જ નથી આપતું, સાથે સદાકાળના મિત્રો અને મીઠા સંબંધો પણ આપે છે. વિકિ પર તમારું અમુલ્ય યોગદાન અને વિકિ માટેના આવા અનેરા કાર્યક્રમો આપતા રહેશો. ધન્યવાદ મિહિરભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૨, ૩૦ જૂન ૨૦૧૫ (IST)
હું પણ આભારી છૂં.
ફેરફાર કરોમારા નામનું નવું પૃષ્ઠ ખોલવામાટે આભાર....ज (ચર્ચા) ૧૭:૦૩, ૫ જુલાઇ ૨૦૧૫ (IST)
ઢાંચા વિનંતી
ફેરફાર કરોઅશોકભાઈ, https://en.wikipedia.org/wiki/Template:Merge ઢાંચો આયાત કરવા વિનંતી. ઘણાં લેખો એકબીજામાં ભેળવવા હોય તો નોંધ માટે કામમાં આવે તેમ છે. આભાર! --KartikMistry (ચર્ચા) ૧૮:૩૪, ૧૧ જુલાઇ ૨૦૧૫ (IST)
- કાર્તિકભાઈ, તકનિકી કારણે ફરજીયાત રજા પર હોવાને કારણે કામ ન કરી શક્યો એ બદલ ક્ષમાપ્રાર્થી છું. જો કે ધવલભાઈએ કામ પતાવી કાઢ્યું એ બદલ એમનો આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૧, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)
ઢાંચો:Article_issues
ફેરફાર કરોઉપરોક્ત ઢાંચો જોવા વિનંતી. તેમાં ખૂટતું મોડ્યુલ લાવવા પ્રયત્ન કર્યો છે, છતાં પણ એરર-ક્ષતિ જણાય છે! --KartikMistry (ચર્ચા) ૦૦:૩૯, ૨૩ જુલાઇ ૨૦૧૫ (IST)
ડીલીટ
ફેરફાર કરોકવિશ્વરજી એ કરી બતાવ્યુ !!! હું લખતો હતો એ Session એને લીધે Invalid થઇ ગયું એટલે મારો સંદેશ અહીંયા મુકુ છુ.
- @અશોકજી, એ નીયમ એવો હતો જ નહી. છાપામાં ખોટી કાગારોળ મચાવવામાં આવી છે. ઉપરાંત એ પાછો ખેંચવામાં નથી આવ્યો. ફક્ત સ્પષ્ટતા કરી છે કે છાપા વાળા ખોટું સમજ્યા હતા. આ વિષે વિગતે જાણવું હોય તો મારી વદનવહીની દિવાલ પર ગઇકાલનાં સંદેશમાં જોઇ શકશો. આભાર. --એ. આર. ભટ્ટ ૨૦:૫૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- શેની વાત ચાલી રહી છે ભાઈઓ?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૨, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- @ધવલભાઈ, પહેલાં માન.વિદ્વાન મિત્ર શ્રીમાન ભટ્ટજીને (કરારો !!) જવાબ આપી દઊં, પછી આપને સમજાવું !!! :-) @ ભટ્ટજી, આપને સ્વર્ગ કે એવી કોઈ ઈશ્વરીય કચેરીએથી, પીળા કે એવા કોઈ પ્રકારના રંગના કાગળ ઉપર, ખાસ પરવાનો આપવામાં આવ્યો છે કે..............મિત્રોની ટાંગ ખેંચવાનો ઈહ લોકમાં એકમાત્ર આપને જ હક્ક અપાયો છે !!!! જો હોય તો સસંદર્ભ (ઝેરોક્ષ ચાલશે !) જાહેર પ્રસ્તુતી કરવા વિનંતી. પ્રભુ, ભટ્ટજીના ચરણકમળ હાથ ચઢે તો ખેંચવા (ખેંચવા જ !!!) એવો અમારો જન્મસિદ્ધ અને અબાધિત અધિકાર અમે જાતે જ અમોને લખી આપ્યો છે !!! :-) અને હવે ફરી @ ધવલભાઈ, એમાં એવું હતું કે એકદા‘ડો સમાચારપત્રોએ જણાવેલું કે, સરકાર જણાવે છે કે વૉટ્સએપ વ.ના સંદેશ, ગણીને દહાડા ૯૦ સુધી, ફરજીયાત સૌ વપરાશકર્તાઓએ સાચવી રાખવા ને એમ કરવામાં કસુરવારને ફાંસીથી જરા હલકી એવી કોઈ સજા થવા શક્યતા છે !!! (બોલો ! આને કે‘વાય ’કાગનો વાઘ’ કે ’છાપામાં ખોટી કાગારોળ’). વળી બીજા દહાડે ઈના ઈ અખબારોએ એ અર્થનું જણાવ્યું કે ’સરકાર જણાવે છે કે, સરકાર આવું કશું જણાવતી નથી !!! (બીચાડી સરકાર હજી મૂંજવણમાં હશે કે ખરેખર સરકારે શું જણાવ્યું ને વળી શું ન જણાવ્યું !) આ પાશ્ચભૂમિમાં ભટ્ટજીએ ક્યાંક કમેન્ટ કરી કે (ટાંગ ખેંચવા જ સ્તો !) હવે ડિલિટ કરતાં પહેલાં ૯૦ દિવસ ફરજીયાત રાહ જોવી એવો નીયમ છે (?) અને અમે પ્રત્યુત્તર આપ્યો કે એ નીયમ સરકારે પાછો ખેંચ્યો છે !! (મૂળમાં અમે બેઉ એકબીજાની ટાંગ ખેંચીયે છીએ !!! :-) ) સમજાયું ? ન સમજાય તો ચીંતા ન કરતા, આપણે ભાવનગરીઓ સાથે ભાનવગરીઓ થઈને બાધણું કીધે રાખવાથી મતલબ રાખવાનો ! એ બહાને ક્યારેક ભાવનગરી ગાંઠિયાનો મેળ પડી પણ જાય ! :-) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૪, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- આ વાંચીને આ વાંચક અવાચક બની ગયો છે. --એ. આર. ભટ્ટ ૧૦:૩૦, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- અશોકભાઈ, હવે બધું સમજાઈ ગયું. અને આ અવાચક વાચકની વાચા અવાચક રહીને પણ એવી ફુટે છે કે અચ્છા અચ્છા વાચકોની વાચા બંધ થઈ જાય, એટલે અવાચક વાચકે અવાચકતા છોડીને વાચકતાના પ્ંથે આગળ વધવું એવું સરકાર જણાવે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૨, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
- <મરક મરક હાસ્ય>સરકાર આ જણાવી રહી છે ત્યારે બેકગ્રાઉન્ડમાં 1971માં આવેલા એક ચલચિત્રનું લતા મંહેશકરના અવાજમાં ગવાયેલું એક ગીત વાગે છે. જેમાં ડાકુના વેશમાં વિનોદ ખન્ના કોઇ પ્રવાહી પી રહ્યો હોય છે અને મહુવાવાળા આશાબેન વારે વારે એક સવાલ થાંભલે બાંધેલા ધમાને પુછે છે. કેમેરો ધમા ઉપર ઝુમ થાય છે અને એમાં મારો ચેહરો દેખાય છે, cut... લ્યો આગળ વધ્યા બસ?</મરક મરક હાસ્ય સમાપ્ત>--એ. આર. ભટ્ટ ૨૦:૩૦, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)