સભ્યની ચર્ચા:Dsvyas/Archive 15
વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન થયેલો સંદેશાવ્યવહાર |
---|
How we will see unregistered users
ફેરફાર કરોHi!
You get this message because you are an admin on a Wikimedia wiki.
When someone edits a Wikimedia wiki without being logged in today, we show their IP address. As you may already know, we will not be able to do this in the future. This is a decision by the Wikimedia Foundation Legal department, because norms and regulations for privacy online have changed.
Instead of the IP we will show a masked identity. You as an admin will still be able to access the IP. There will also be a new user right for those who need to see the full IPs of unregistered users to fight vandalism, harassment and spam without being admins. Patrollers will also see part of the IP even without this user right. We are also working on better tools to help.
If you have not seen it before, you can read more on Meta. If you want to make sure you don’t miss technical changes on the Wikimedia wikis, you can subscribe to the weekly technical newsletter.
We have two suggested ways this identity could work. We would appreciate your feedback on which way you think would work best for you and your wiki, now and in the future. You can let us know on the talk page. You can write in your language. The suggestions were posted in October and we will decide after 17 January.
Thank you. /Johan (WMF)
૨૩:૪૫, ૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)
Indic Hackathon | 20-22 May 2022 + Scholarships
ફેરફાર કરોHello Dsvyas/Archive 15,
(You are receiving this message as you participated previously participated in small wiki toolkits workshops.)
We are happy to announce that the Indic MediaWiki Developers User Group will be organizing Indic Hackathon 2022, a regional event as part of the main Wikimedia Hackathon taking place in a hybrid mode during 20-22 May. The regional event will be an in-person event taking place in Hyderabad.
As it is with any hackathon, the event’s program will be semi-structured i.e. while we will have some sessions in sync with the main hackathon event, the rest of the time will be upto participants’ interest on what issues they are interested to work on. The event page can be seen at https://meta.wikimedia.org/wiki/Indic_Hackathon_2022.
We have full scholarships available to enable you to participate in the event, which covers travel, accommodation, food and other related expenses. The link to scholarships application form is available on the event page. The deadline is 23:59 hrs 17 April 2022.
Let us know on the event talk page or send an email to contact indicmediawikidev.org if you have any questions. We are looking forward to your participation.
Regards, MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૧૩, ૧૨ એપ્રિલ ૨૦૨૨ (IST)
Translation request
ફેરફાર કરોHello.
Can you translate and upload the article en:List of World Heritage Sites in Azerbaijan in Gujarati Wikipedia?
Yours sincerely, Multituberculata (ચર્ચા) ૧૫:૫૪, ૮ મે ૨૦૨૨ (IST)
મદદ
ફેરફાર કરોનમસ્તે ધવલભાઈ મારા ઇ પત્ર નો જવાબ આપવા બદલ આભાર.
ઇ મેઇલ માં જેમ તમને જણાવ્યું કે મારે અહીં પેજ બનાવવું છે અને કીર્તિ મંદિર પોરબંદર વાળા પેજ માં ઘણા સુધારા કરવા ના છે તો તેના સંદર્ભે મારે તમારી મદદ ની થોડી આવશ્યકતા છે.
હું મૂળ પોરબંદર નો વતની છું હાલ રાજકોટ રહ્યુ છું વિકિપીડિયા પર પોરબંદર વિશે માહિતી જોતા મને કીર્તિ મંદિર પોરબંદર ના પેજ પર સુધારા કરવા નું લાગ્યું.-- Saurang Vara (ચર્ચા) ૧૮:૦૨, ૭ સપ્ટેમ્બર ૨૦૨૨
- નમસ્તે સૌરંગભાઈ @Saurang Vara:, ફરી એક વખત આપનું સ્વાગત છે. મેં ઇ પત્રના પ્રત્યુત્તરમાં જણાવ્યું છે તેમ તમારાં ચર્ચાનાં પાને મૂકેલા સ્વાગતસંદેશાને ધ્યાનથી વાંચી જાવ અને તેમાં આપેલી કડીઓ પરનાં પાનાઓની મુલાકાત લો, આમ કરવાથી તમને પ્રારંભિક જ્ઞાન તો મળી જ રહેશે. એક વખત આ બધું કરી લો પછી કીર્તિ મંદિર, પોરબંદર પર જઈ ને પાનામાં ઉપરની જમણી બાજુએ ફેરફાર કરો લખેલા વાદળી ટેબ પર ક્લિક કરવાથી તે પૃષ્ઠ એડિટ મોડમાં ખૂલી જશે, તેમાં તમારે જે સુધારાવધારા કરવા છે તે કરી શકો છો. પણ હા, વિકિપીડીયાના નીતિનિયમોનું ધ્યાન રાખવું પડશે. બાકી ક્યાંય અટવાવ તો કહેજો, હું મદદ માટે તૈયાર છું.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૪, ૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
ઇતિહાકારો નું લખાણ એક તરફુ છે
ફેરફાર કરોસૌરાષ્ટ્રની રસધારામાં ભાગ -૩ આભો સોરઠયો પ્રકરણ ઉપર ભાવનગર ના રાજા અને મહુવા ના રાજા બંને એક જ કુળ માં થી હોવા છતાં એક ને રાજા અને બીજાને કોળી દર્શાવેલ છે. આ માહિતીને સુધારો કરવા માટે યોગ્ય માર્ગદર્શન જરૂર છે હરિસિંહ ગોહિલ (ચર્ચા) ૦૫:૧૮, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- સૌરાષ્ટ્રની રસધારમાં સુધારો કરવા માટે તો તમારે તેના મૂળ લેખક જોડે વાત કરવી પડે. વિકિપીડિયામાં જાતે સંશોધન કરીને માહિતી મૂકાતી નથી, અહીં અન્ય દ્વારા સંશોધિત કરેલું કે સર્જન કરેલા લખાણનો સંદર્ભ જ અપાય છે. અને હા, લોકસાહિત્યનું લખાણ એ સંદર્ભ તરીકે ન લઇ શકાય - સિવાય કે તેનો સંદર્ભ માન્ય હોય -- કાર્તિક ચર્ચા ૧૦:૩૮, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- આભાર કાર્તિક ભાઈ એકદમ સચોટ ઉત્તર આપવા માટે. વધુમાં મને તો આ વિનંતી/ટિપ્પણી જ અહિં અસ્થાને લાગે છે કેમ કે ગુજરાતી વિકિપીડિયામાં સૌરાષ્ટ્રની રસધાર નામનો કોઈ લેખ છે જ નહીં. અને જો હરિસિંહભાઈ ખરેખર એ નવલકથામાં સુધારો કરાવવા માંગતા હોય તો તમે આપેલો જવાબ જ યોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૧, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- @Dsvyas મહુવાના વિકિપીડિયા માં જસાજી ગોહિલ જે મહુવાના રાજા હતા. તેમ નો ઇતિહાસ જસાજી ગોહિલ મહુવાના મીઠી વિરડી ના જળ સ્નાન બાબત દાણ ના મામલે પરાક્રમો એડ કરાવવા માંગીએ છીએ તો યોગ્ય સલાહ હ આપો. હરિસિંહ ગોહિલ (ચર્ચા) ૧૧:૩૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- @હરિસિંહ ગોહિલ મહુવાના ઇતિહાસમાં જસાજી ગોહિલના પરાક્રમો અસ્થાને છે. જસાજી ગોહિલનો કોઈ લેખ હોય તો તેમાં આપણે આ વિગતો ઉમેરી શકીએ. તમારે અહીં જે કંઈ પણ ઉમેરવું હોય, ખાસ કરી ને ઇતિહાસ સંદર્ભે તો તેના માટે પૂરતા સંદર્ભો જોઈએ. એ માહિતી ક્યાંક અન્ય અધિકૃત સ્રોતમાં ઉપલબ્ધ હોવી જોઈએ જેમ કે પુસ્તક, વર્તમાનપત્ર, વગેરે. ફેસબુક, યુટ્યુબ કે બ્લોગને સંદર્ભ ગણી ન શકીએ એ ધ્યાન રાખજો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૫, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- @Dsvyas સંદર્ભો સાથેની બધી જ માહિતી છે રાજવંશ આંબા, બારોટના ચોપડા, તેમજ ગેજેટ પેપરમાં પ્રકાશિત થયેલું છે. હરિસિંહ ગોહિલ (ચર્ચા) ૧૨:૦૭, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- @હરિસિંહ ગોહિલ તમે લખેલા સ્રોતો પૈકી ફક્ત ગેજેટ જ માન્ય સંદર્ભ ગણાય.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૪, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- @Dsvyas સંદર્ભો સાથેની બધી જ માહિતી છે રાજવંશ આંબા, બારોટના ચોપડા, તેમજ ગેજેટ પેપરમાં પ્રકાશિત થયેલું છે. હરિસિંહ ગોહિલ (ચર્ચા) ૧૨:૦૭, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- @હરિસિંહ ગોહિલ મહુવાના ઇતિહાસમાં જસાજી ગોહિલના પરાક્રમો અસ્થાને છે. જસાજી ગોહિલનો કોઈ લેખ હોય તો તેમાં આપણે આ વિગતો ઉમેરી શકીએ. તમારે અહીં જે કંઈ પણ ઉમેરવું હોય, ખાસ કરી ને ઇતિહાસ સંદર્ભે તો તેના માટે પૂરતા સંદર્ભો જોઈએ. એ માહિતી ક્યાંક અન્ય અધિકૃત સ્રોતમાં ઉપલબ્ધ હોવી જોઈએ જેમ કે પુસ્તક, વર્તમાનપત્ર, વગેરે. ફેસબુક, યુટ્યુબ કે બ્લોગને સંદર્ભ ગણી ન શકીએ એ ધ્યાન રાખજો.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૫૫, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- @Dsvyas મહુવાના વિકિપીડિયા માં જસાજી ગોહિલ જે મહુવાના રાજા હતા. તેમ નો ઇતિહાસ જસાજી ગોહિલ મહુવાના મીઠી વિરડી ના જળ સ્નાન બાબત દાણ ના મામલે પરાક્રમો એડ કરાવવા માંગીએ છીએ તો યોગ્ય સલાહ હ આપો. હરિસિંહ ગોહિલ (ચર્ચા) ૧૧:૩૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- @KartikMistry લેખક તો ઝવેરચંદ મેઘાણી હતા તે હાલ હયાત નથી તો આ બાબત યોગ્ય સલાહ દાખલ કરવા વિનંતી હરિસિંહ ગોહિલ (ચર્ચા) ૧૨:૧૨, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- @હરિસિંહ ગોહિલ ભાઈ એ બધું વ્યર્થ છે. નવલકથાઓ ફક્ત વાર્તા છે ઇતિહાસ નથી. કૃષ્ણાવતારમાં ક.મા. મુન્શીએ કૃષ્ણ વિષે ઘણું એવું લખ્યું છે જે સાચું નથી અને કદાચ અયોગ્ય પણ છે. તમને એ ધર્મસંલગ્ન માહિતી સુધારવાનો વિચાર ન આવ્યો પણ આ જ્ઞાતિવિષયક માહિતી સુધરાવવા નીકળ્યા છો એ કરુણતા છે. લેખકે વાર્તા સ્વરુપે જે લખ્યું હોય તે તેનો અધિકાર છે. અમે અહિં દુનિયાના બધા જ સાહિત્યનો પરવાનો લઈ ને નથી બેઠા. ઝવેરચંદ મેઘાણીએ ૭૦ વરસ પહેલા લખેલું તમે આજે કેવી રીતે સુધરાવડાવી શકો એની માહિતી કે માર્ગદર્શન અમે અહીંથી આપી શકીએ નહીં, એ અમારું કામ જ નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૨૦, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
- આભાર કાર્તિક ભાઈ એકદમ સચોટ ઉત્તર આપવા માટે. વધુમાં મને તો આ વિનંતી/ટિપ્પણી જ અહિં અસ્થાને લાગે છે કેમ કે ગુજરાતી વિકિપીડિયામાં સૌરાષ્ટ્રની રસધાર નામનો કોઈ લેખ છે જ નહીં. અને જો હરિસિંહભાઈ ખરેખર એ નવલકથામાં સુધારો કરાવવા માંગતા હોય તો તમે આપેલો જવાબ જ યોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૧, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)
30,000 શિખર ચંદ્રક
ફેરફાર કરો30,000 શિખર ચંદ્રક | |
ગુજરાતી વિકિપીડિયાને 30,000 લેખોના સીમાચિહ્નરૂપ શિખર પર પહોંચાડવામાં આપના અવિરત યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર. આપે તો એડમિનની જવાબદારી નિભાવી છે તેથી ખાસ આભાર. --Nizil Shah (ચર્ચા) ૨૦:૧૨, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST) |
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
ફેરફાર કરોDear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૫૪, ૧૬ નવેમ્બર ૨૦૨૨ (IST)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Help us organize!
ફેરફાર કરોDear Wikimedian,
You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.
If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૨૦:૫૧, ૧૮ નવેમ્બર ૨૦૨૨ (IST)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
ફેરફાર કરોDear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
On Behalf of, WCI 2023 Core organizing team.
WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022
ફેરફાર કરોDear Wikimedian,
As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.
- [WCI 2023] Open Community Call
- Date: 18 December 2022
- Time: 1900-2000 [7 pm to 8 pm] (IST)
- Google Link: https://meet.google.com/wpm-ofpx-vei
Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૪૧, ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
On Behalf of, WCI 2023 Organizing team
નમસ્તે ધવલભાઈ, અજાણ્યા આઈપી એડ્રેસ દ્વારા બનાવેલ લેખ ધ એટલાસ ઓફ ક્રિએશનમાં મેં યુરોપ કાઉન્સિલ સિવાયના માહિતીચોકઠા સહિતના બાકીના વિભાગો અંગ્રેજી લેખ પરથી મઠારેલ હતા, આપે લેખને નવા દિશાનિર્દેશ આપ્યા બાદ મારા દ્વારા સુધારવામાં આવેલા ફેરફારો ઉલટાવ્યા છે. મારા સંપાદનમાં કોઈ ક્ષતિ રહી હોય તો જણાવશો અથવા ઉતાવળમાં કોઈ ગેરસમજને આધારે ફેરફારો ઉલટાવાયા હોય તો એ તરફ આપનું ધ્યાન દોરુ છું. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૨:૩૩, ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ (IST)
- માફ કરજો સ્નેહરશ્મિભાઈ, ખબર નથી કે શું થયું અને કેવી રીતે એ બધાં ફેરફારો ઓવરરાઇડ થઈ ગયા. કદાચ એડિટ કોન્ફ્લિક્ટ હોય કે બીજું કોઈ કારણ, મેં તો ફક્ત પૃષ્ઠ રિડાયરેક્ટ કરી અને બીજા એડિટમાં ઉપર સુધારાનો ઢાંચો જ ઉમેર્યો હતો. પણ જે હોય તે, ધ્યાન પર લાવવા માટે આભાર, મેં પૂર્વવત્ કરી દીધું છે. ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૪, ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ (IST)
નમસ્તે ! ૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી શરૂ થઈ રહેલી નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩ સંપાદન પ્રતિયોગિતા માટે આપશ્રીને નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવવા અનુરોધ છે. આ ઉપરાંત, પ્રતિયોગિતા દરમિયાન વધુને વધુ લોકો સુધી આ વિષયની જાણકારી પહોંચે એ હેતુથી સ્પર્ધા સંબધિત સાઈટ નોટીસ મૂકવા પણ આપને અનુરોધ છે. સાઈટનોટિસ માટેનો નમૂનો આપ અહીંથી મેળવી શકશો. આભાર. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૨:૦૨, ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ (IST)
- કામ થઈ ગયું અને નિર્ણાયકની ભૂમિકા ભજવવાનાં આમંત્રણ બદલ ખૂબખૂબ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૩, ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ (IST)
- પરિણામ અને અહેવાલ
નમસ્તે ! આપશ્રીએ નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૩ સંપાદન પ્રતિયોગિતામાં નિભાવેલી નિર્ણાયક તરીકેની જવાબદારી માટે આભાર વ્યક્ત કરું છું. આ સાથે જ આપને જણાવવા ઈચ્છીશ કે પ્રતિયોગિતાનો કાચો અહેવાલ મેં તૈયાર કરી લીધો છે. આપને અનુરોધ કરું કે આપ વિધિવત રીતે પરિણામ જાહેર કરશો. તથા સ્પર્ધકો માટે સંપાદન પ્રક્રિયાને લગતા અન્ય કોઈ સૂચન કે માર્ગદર્શન હોય તો તે પણ જણાવશો. આભાર. --સ્નેહરશ્મિ (ચર્ચા) ૧૧:૩૮, ૧૬ એપ્રિલ ૨૦૨૩ (IST)
- @સ્નેહરશ્મિ આ પ્રતિયોગિતાનું અહિં ગુજરાતી વિકિપીડિયામાં મંડાણ અને સંચાલન કરવા માટે તમારો સવિશેષ આભાર અને સાથેસાથે પ્રથમ ક્રમે આવવા બદલ અભિનંદન.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૬, ૧૭ એપ્રિલ ૨૦૨૩ (IST)
ઢાંચો:______ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોનમસ્તે ધવલભાઈ,
કાર્તિકભાઈના ચર્ચા પાને ઉપરોક્ત વિષય સંબંધે શરૂ કરેલી ચર્ચાને આપના પાને ખસેડું છું. આપે બનાવી આપેલ નવા ઢાંચા અને એ સંબધિત માર્ગદર્શનને આધારે મેં જસદણ તાલુકામાં આવેલાં ગામોનો ઢાંચો અપડેટ કરેલ છે. જોકે તાલુકાના ગામોમાં આ ઢાંચો ઉમેરવા જતાં થોડાક સુધારા પછી જોવા મળ્યું કે કેટલાક ગામોમાં જસદણ તાલુકાનાં ગામો આ પ્રકારનો એક ઢાંચો પહેલેથી ઉમેરેલ હતો પરંતુ આ ઢાંચામાં માતૃ શ્રેણી (શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો) ઉમેરેલ ન હોઈ તે નજરે ચડેલ નથી.
હાલ પૂરતું તો નવો બનાવેલો ઢાંચો દરેક લેખમાં ઉમેરી દઉં છું કારણ કે તેમાં ગામોની સંખ્યા અને કક્કાવારીનો ક્રમ વધુ યોગ્ય છે. પરંતુ હવે પછીથી બનાવવાના થતા ઢાંચાઓનું શીર્ષક "_______ તાલુકામાં આવેલાં ગામો" રાખવું કે "_______ તાલુકાનાં ગામો" રાખવું એ સ્પષ્ટ કરશો. હવેથી નવો ઢાંચો તૈયાર કરતાં પૂર્વે અન્ય કોઈ શીર્ષકથી આવા જ સંદર્ભનો અન્ય કોઈ ઢાંચો ઉપલબ્ધ છે કે નહિ તેની ચકાસણી કર્યા પછી જ કામ આગળ વધારીશ જેથી ઢાંચા બેવડાય નહિ તેમજ એકસૂત્રતા જળવાઈ રહે. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૨:૧૩, ૧૫ જૂન ૨૦૨૩ (IST)
- નમસ્તે સ્નેહરશ્મિ, આપણે અહિં બીજા બધા જ આવા ઢાંચાઓ .... તાલુકામાં આવેલા ગામો શિર્ષક હેઠળ છે એટલે મારા મતે તમે બનાવેલો નવો ઢાંચો જ યોગ્ય છે અને આમે પણ તેમાં યાદી અંગ્રેજીના બદલે ગુજરાતી કક્કાવારી અનુસાર હોવાથી તે વધુ યોગ્ય છે. હું ગામોના લેખોમાં બોટ વડે ઢાંચો બદલવાની ગોઠવણ કરી દઈશ. ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૩, ૧૫ જૂન ૨૦૨૩ (IST)
- @સ્નેહરશ્મિ ઉપરોક્ત બન્ને ઢાંચાઓ બનાવવા બદલ ખૂબખૂબ આભાર. મેં નોંધ્યું કે તમે એકએક કરી ને જસદણના બધાં જ ગામોના લેખોમાં નવો બનાવેલો ઢાંચો ઉમેર્યો છે. ભવિષ્યમાં આવા રિપિટેડ કામો હાથે ન કરવા વિનંતી, એ કામો હું બોટ વડે સહેલાઈથી, ઓછા સમયમાં અને ઓછી મહેનતે કરી શકું છું વળી બોટ વડે થયેલા ફેરફારો મોટે ભાગે (બાય ડિફોલ્ટ) તાજા ફેરફારોમાં દેખાતા નથી જ્યારે વ્યક્તિગત રીતે કરેલા ફેરફારો દેખાય, એ કારણે તાજા ફેરફારો પર નજર નાખતી વખતે ક્યારેક એવું થાય કે આવા એકધારા ફેરફારોની વચ્ચે કોઈક નવાણિયાએ કરેલા વાંધાજનક ફેરફારો નજરમાંથી ચૂકી જવાય. ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૬, ૧૬ જૂન ૨૦૨૩ (IST)
- "...હું ગામોના લેખોમાં બોટ વડે ઢાંચો બદલવાની ગોઠવણ કરી દઈશ." આપના આ વિધાનથી થોડી સમજફેર થઈ ગઈ. મને સમજાયું કે જસદણ તાલુકાના ગામોનો જૂનો ઢાંચો જ્યાં હશે ત્યાં બોટ વડે નવો ઢાંચો તમે બદલી નાખશો, એટલે નવો બનાવેલ ઢાંચો મેં મેન્યુઅલી ઉમેરવાનું રાખ્યું. અલબત્ત, ચોખવટ બદલ ખૂબ ખૂબ આભાર. મારા સમય અને શક્તિ બન્નેનો બચાવ થશે. આપને આજ રોજ તાજા ફેરફારો પર નજર નાખતી વખતે પડેલી તકલીફને દરગુજર કરશો. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૦:૪૩, ૧૬ જૂન ૨૦૨૩ (IST)
- અરે ના ના, મરી ચિંતા ન કરશો. મારા કરતા વધારે તો કાર્તિકભાઈ ત્યાં નજર રાખતા હોય છે. હું તો વિહંગાવલોકન જ કરતો હોઉં છું, એટલે એવી તકલીફ-બકલીફની બહુ ચિંતા નહિં કરવાની. ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૧, ૧૬ જૂન ૨૦૨૩ (IST)
- "...હું ગામોના લેખોમાં બોટ વડે ઢાંચો બદલવાની ગોઠવણ કરી દઈશ." આપના આ વિધાનથી થોડી સમજફેર થઈ ગઈ. મને સમજાયું કે જસદણ તાલુકાના ગામોનો જૂનો ઢાંચો જ્યાં હશે ત્યાં બોટ વડે નવો ઢાંચો તમે બદલી નાખશો, એટલે નવો બનાવેલ ઢાંચો મેં મેન્યુઅલી ઉમેરવાનું રાખ્યું. અલબત્ત, ચોખવટ બદલ ખૂબ ખૂબ આભાર. મારા સમય અને શક્તિ બન્નેનો બચાવ થશે. આપને આજ રોજ તાજા ફેરફારો પર નજર નાખતી વખતે પડેલી તકલીફને દરગુજર કરશો. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૦:૪૩, ૧૬ જૂન ૨૦૨૩ (IST)
- @સ્નેહરશ્મિ ઉપરોક્ત બન્ને ઢાંચાઓ બનાવવા બદલ ખૂબખૂબ આભાર. મેં નોંધ્યું કે તમે એકએક કરી ને જસદણના બધાં જ ગામોના લેખોમાં નવો બનાવેલો ઢાંચો ઉમેર્યો છે. ભવિષ્યમાં આવા રિપિટેડ કામો હાથે ન કરવા વિનંતી, એ કામો હું બોટ વડે સહેલાઈથી, ઓછા સમયમાં અને ઓછી મહેનતે કરી શકું છું વળી બોટ વડે થયેલા ફેરફારો મોટે ભાગે (બાય ડિફોલ્ટ) તાજા ફેરફારોમાં દેખાતા નથી જ્યારે વ્યક્તિગત રીતે કરેલા ફેરફારો દેખાય, એ કારણે તાજા ફેરફારો પર નજર નાખતી વખતે ક્યારેક એવું થાય કે આવા એકધારા ફેરફારોની વચ્ચે કોઈક નવાણિયાએ કરેલા વાંધાજનક ફેરફારો નજરમાંથી ચૂકી જવાય. ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૬, ૧૬ જૂન ૨૦૨૩ (IST)
Need your input on a policy impacting gadgets and UserJS
ફેરફાર કરોDear interface administrator,
This is Samuel from the Security team and I hope my message finds you well.
There is an ongoing discussion on a proposed policy governing the use of external resources in gadgets and UserJS. The proposed Third-party resources policy aims at making the UserJS and Gadgets landscape a bit safer by encouraging best practices around external resources. After an initial non-public conversation with a small number of interface admins and staff, we've launched a much larger, public consultation to get a wider pool of feedback for improving the policy proposal. Based on the ideas received so far, the proposed policy now includes some of the risks related to user scripts and gadgets loading third-party resources, best practices for gadgets and UserJS developers, and exemptions requirements such as code transparency and inspectability.
As an interface administrator, your feedback and suggestions are warmly welcome until July 17, 2023 on the policy talk page.
Have a great day!Samuel (WMF), on behalf of the Foundation's Security team ૦૪:૩૨, ૮ જુલાઇ ૨૦૨૩ (IST)
ગુજરાતી દિવસ
ફેરફાર કરોસ્નેહી ધવલભાઈ,
વિશ્વ ગુજરાતી દિવસની તેમજ ચંદ્રયાનના સફળ ઉતરાણની શુભકામના.
આજે ૨૪ ઓગસ્ટ, એટલે કે વિશ્વ ગુજરાતી દિવસ. આ નિમિત્તે આપણા ગુજરાતી વિકિની મુખપૃષ્ઠ પર એની શુભકામનાઓ પોસ્ટ કરવી જોઈએ.
વળી, ગઈકાલે ચંદ્રયાન-૩ના વિક્રમ ઉતરાણ એકમનું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ નજીક સફળ ઉતરાણ થયું તે પણ લખવું જોઈએ એવું મારું નમ્ર સૂચન છે.
ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૨:૫૧, ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ (IST)
મારા બનાવેલા પેજને ડિલીટ કેમ કરાવાયા ?
ફેરફાર કરોમારા બનાવેલા પેજને ડિલીટ કેમ કરાવાયા ? 2401:4900:3619:DE7:DB50:8141:8171:6124 ૧૮:૦૨, ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- કેમકે અહિં એક-બે લીટીના લેખો કારણ વગર ન રાખવા એવું નક્કી થયેલું છે. વળી તમે જે લેખ બનાવી રહ્યા છો તેની કોઈ ખાસ અગત્યતા નથી. મંદિરો ગામેગામ ઢગલાબંધ હોય છે, સંપ્રદાયના કોઈ મુખ્ય મંદિર વિષે લેખ હોય તો ઠીક છે, પરંતુ દરેક ગામના દરેક સંપ્રદાયના લેખ બનાવવાથી જનતાને કોઈ લાભ નથી. ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૯, ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
એક વિનંતી
ફેરફાર કરો@Dsvyas @KartikMistry પ્રિય ધવલભાઈ,અનેકાર્તિકભાઈ,
આજે સરદાર પટેલ યુનિવર્સિટીનું પાનું જોતાં અમુક ફેરફારો માલુમ પડ્યા..
- પાનાંમાંથી શ્રેણી:યુનિવર્સિટી દૂર કરાઈ છે. આ પાનું તો યુનિવર્સિટીનું જ છે.
- કોઈપણ યુનિવર્સિટી માટે 2f અને 12b નું સ્ટેટસ ખૂબ મહત્વનું છે. યુજીસીનું પાનું અહી જુઓ આ ખૂબ જ મહત્વની વિગત પાનાંમાંથી નીકળી ગઈ છે.
- સંલગ્ન કોલેજમાં પી એમ પટેલ કોલેજ ઉમેરી છે. યુનિવર્સિટીને અંતર્ગત સામાન્ય રીતે ત્રણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ હોય છે. આ સંસ્થા સંલગ્ન કોલેજ નથી પણ માન્ય કોલેજ છે.
- વિભાગો (આ વિભાગો યુનિવર્સિટીના પોતાનાં હોય અને તે જુદા જુદા વિષયોના હોય.) સામાન્ય રીતે અનુસ્નાતક (postgraduate)ની ડીગ્રી માટે અભ્યાસ કરાવવામાં આવે. અહીં કામ કરતા કર્મચારીઓ યુનિવર્સિટીના પોતાનાં કર્મચારીઓ ગણાય છે.
- સંલગ્ન કોલેજો આ કોલેજોમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. અહીં કામ કરતા કર્મચારીઓ યુનિવર્સિટીના પોતાનાં કર્મચારીઓ ગણાય છે.
- માન્ય કોલેજો (અથવા સંબંધિત કોલેજો) affiliated colleges. આ કોલેજોમાં મુખ્યત્વે સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવવામાં આવે છે. જો તેમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલતા હોય, તો તેને pg centres કહેવાય છે. આ કોલેજોનો વહીવટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતો નથી. સામાન્ય રીતે તે ટ્રસ્ટ અથવા પ્રાઇવેટ સંસ્થા અને ક્યારેક સરકાર દ્વારા સંચાલિત હોય છે.
આમ પી એમ પટેલ કોલેજનું નામ સંલગ્ન કોલેજમાં નહીં પણ માન્ય કોલેજમાં આવવું જોઈએ. વળી પી એમ પટેલના નામથી ઘણી કોલેજો ઓળખાય છે, તેથી તેનું નામ યોગ્ય વિષય કે શાખા પ્રમાણે આવે.
આ પાનાં પર યુનિવર્સિટી માટેનો ઢાંચો વપરાયેલો છે. તેમાં કુલપતિને પણ ઉમેરીએ તો વધુ સારુ. વળી, કુલપતિ માટે હાલ ઢાંચો] છે તેના બદલે [ઢાંચામાં ] ફેરફાર કરીને જરૂર પડે ત્યાં હાલના ઢાંચામાંથી ફિલ્ડ ઉમેરીને નવો બનાવીએ અને તેના ફિલ્ડના નામ ગુજરાતી પણ કરીએ. આશા છે આપના તરફથી પરવાનગી અને માર્ગદર્શન મળશે.
હું જાણું છું કે વિકિપિડિયામાં દરેક વ્યક્તિ ફેરફાર કરી શકે છે. પણ હું વર્ષોથી કાર્યરત નહોતો, તે સંજોગોમાં તમારો એક દૃષ્ટિકોણ હોય, હવે હું આવીને ગમે તેમ ફેરફાર કરવાનું કહું તે યોગ્ય નથી. તેથી લખું છું.
ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૯:૨૬, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- મા. @દિનેશભાઈ, મેં આપના સૂચવ્યા મુજબ ઉપરના મુદ્દા ૨ અને ૩ને અમલમાં મૂકી દીધા છે. શ્રેણી:પુનિવર્સિટી બાબતે એવું છે કે આ યુનિવર્સિટી ગુજરતામાં આવેલી હોવાથી તેનો સમાવેશ શ્રેણી:ગુજરાતની યુનિવર્સિટીઓમાં કરવામાં આવ્યો છે. શ્રેણી:યુનિવર્સિટી એ વર્ગિકરણમાં માતૃ શ્રેણી છે માટે તે આ પૃષ્ઠમાંથી બાકાત રાખવામાં આવી છે.
- વળી, આપ ભલે ઘણા વર્ષે પાછા ફર્યા હોવ, છો તો તમે અનુભવી વિકિપીડિયન જ અને તમારા વ્યવસાય અને ભાષા સાથેના જોડાણને કારણે તમે કોઈ અજુગતો ફેરફાર કરો એવું તો બને જ નહીં અને એ કારણે જ તમે પી.એસ.એલ.વી. શ્રેણીના અને તેની ફરતેના જે નવા પાનાઓ બનાવ્યા છે તેને મારે જોવાની જરુર જ પડી નથી. તમે અહીં જણાવેલા બધા જ ફેરફારો બેધડક પણે કરતા રહેજો. આ પી.એમ. પટેલ કોલેજ વિષે જો તમને માહિતી હોય તો એનું સ્થળ (ગામ/શહેરનું નામ) મહેરબાની કરી ને લેખમાં ઉમેરશો. વળી જો યુનિવર્સિટીની વેબસાઇટ પર એવી કોઈ યાદી ઉપલબ્ધ હોય તો જરા જણાવશો જેથી અહિં ખરાઈ કરેલી કોલેજો જ રહેવા દઈ બાકીની બધી દૂર કરી શકીએ.
- અને છેલ્લે માહિતીચોકઠા વિષે, તો લેખમાં કુલપતિ અને ઉપકુલપતિના નામો દેખાય જ છે, જો તમે એમને લગતી અન્ય માહિતીઓની વાત કરતા હોવ તો એ યુનિવર્સિટીના પાને ન ઉમેરી શકીએ, એ વિગતો જેતે ઉપકુલપતિના પોતાના પાને જ શોભે. ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૫, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- @ધવલભાઈ, આભાર. હું આ જ યુનિવર્સિટીમાં અધ્યાપક હતો, તેથી તેના વિષે વધુ માહિતી ઉમેરવાનું મને ગમશે, અને હું ઉમેરીશ. અંગ્રેજીમાં પણ આ પાનું મેં બનાવ્યું હતું. તે પણ જોઉં છું. તેમાં પણ ઘણી માહિતી ખૂટે છે. એ તમામ હું એકાદ બે દિવસમાં ઉમેરીશ. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૨૦:૪૦, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- હતા? મને તો એમ કે તમે હજુ વિદ્યાનગરમાં જ છો. ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૧, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- જી, હતો એટલા માટે લખ્યું, કે ૨૦૧૮માં લગભગ સાત વર્ષની નોકરી બાકી હતી ને નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ત્યાર બાદ ઘરનો દરવાજો બે ત્રણ મહિને ઓળંગુ છું. પહેલાં તો વિકિ પર પાછો આવવાનો પ્રયત્ન કર્યો ત્યારે માનસિક વ્યથા ફરી વળી, કે કેટલાં અરમાનોથી વિકિનું કામ ચાલું કર્યું હતું, તે વર્ષોથી બંધ કરી દીધું હતું. હું મુક્ત જ્ઞાનમાં એટલું માનું છું કે વિદ્યાર્થીઓ માટે પ્રથમ પુસ્તક લખ્યું તેની રોયલ્ટી ન લીધી જેથી પુસ્તક વિદ્યાર્થીઓને સસ્તું મળે. નિવૃત્તિ બાદ બીજું પુસ્તક લખ્યું તે American Mathematical Societyની વેબ સાઇટ પર વિના સૌ કોઈ મૂલ્ય ડાઉનલોડ કરી શકે તેવી રીતે મૂક્યું પણ લોકો સુધી પહોંચતું નહોતું, તેથી Google books પર મૂક્યું. જો કે,ત્યાં તો કિંમત લખવી પડે તેથી કદાચ ₹50 કે એવી કોઈ કિંમત રાખીને ત્યાં મૂક્યું. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૨૧:૧૨, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- ઓહ, ફેસબુકમાં ક્યારેક તમારી પોસ્ટ્સ જોતો પણ એવો અંદાજો કદી ન આવ્યો કે તબિયત નાદુરસ્ત હતી. આશા રાખું કે હવે બધું બરોબર હશે. આનંદ એ વાતનો છે કે તમે હવે ફરી થી અહિં સક્રિય પણે યોગદાન કરી રહ્યા છો. તમારા પુસ્તક વિષે એક પૂછવું હતું કે તમે તેને વિકિસોર્સ પર મૂકવાનું વિચાર્યું ખરું? જેમ તમે કહ્યું તેમ, તમે મુક્તજ્ઞાનમાં માનો છો અને આ બન્ને પુસ્તકો રોયલ્ટી વિના પ્રકાશિત કર્યા છે તો તેમના કોપીરાઇટ જો જતા કરેલા હોય કે એને કોઈક રીતે ફ્રિ લાયસન્સ હેઠળ મૂકી શકો તો તેમને વિકિસ્રોત (અંગ્રેજી વિકિસોર્સ) પર પણ મૂકાવી શકો છો. ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૧, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- @ધવલભાઈ
- ઓહ ! આનંદાશ્ચર્ય. ફેસબુકમાં હું તમને પણ શોધીશ. આપની લાગણી બદલ આભાર. હા, હાલ સ્વાસ્થ્ય સુધારા પર છે.
- મારાે પુસ્તકો LaTeXમાં ટાઇપ કર્યાં છે એટલે તે pdf formatમાં છે. તેને વિકિસોર્સ પર મુકી શકાય તે જાણીને આનંદ થયો. હું મુકીશ. આભાર.
- ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૮:૫૮, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- ઓહ, ફેસબુકમાં ક્યારેક તમારી પોસ્ટ્સ જોતો પણ એવો અંદાજો કદી ન આવ્યો કે તબિયત નાદુરસ્ત હતી. આશા રાખું કે હવે બધું બરોબર હશે. આનંદ એ વાતનો છે કે તમે હવે ફરી થી અહિં સક્રિય પણે યોગદાન કરી રહ્યા છો. તમારા પુસ્તક વિષે એક પૂછવું હતું કે તમે તેને વિકિસોર્સ પર મૂકવાનું વિચાર્યું ખરું? જેમ તમે કહ્યું તેમ, તમે મુક્તજ્ઞાનમાં માનો છો અને આ બન્ને પુસ્તકો રોયલ્ટી વિના પ્રકાશિત કર્યા છે તો તેમના કોપીરાઇટ જો જતા કરેલા હોય કે એને કોઈક રીતે ફ્રિ લાયસન્સ હેઠળ મૂકી શકો તો તેમને વિકિસ્રોત (અંગ્રેજી વિકિસોર્સ) પર પણ મૂકાવી શકો છો. ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૧, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- જી, હતો એટલા માટે લખ્યું, કે ૨૦૧૮માં લગભગ સાત વર્ષની નોકરી બાકી હતી ને નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ત્યાર બાદ ઘરનો દરવાજો બે ત્રણ મહિને ઓળંગુ છું. પહેલાં તો વિકિ પર પાછો આવવાનો પ્રયત્ન કર્યો ત્યારે માનસિક વ્યથા ફરી વળી, કે કેટલાં અરમાનોથી વિકિનું કામ ચાલું કર્યું હતું, તે વર્ષોથી બંધ કરી દીધું હતું. હું મુક્ત જ્ઞાનમાં એટલું માનું છું કે વિદ્યાર્થીઓ માટે પ્રથમ પુસ્તક લખ્યું તેની રોયલ્ટી ન લીધી જેથી પુસ્તક વિદ્યાર્થીઓને સસ્તું મળે. નિવૃત્તિ બાદ બીજું પુસ્તક લખ્યું તે American Mathematical Societyની વેબ સાઇટ પર વિના સૌ કોઈ મૂલ્ય ડાઉનલોડ કરી શકે તેવી રીતે મૂક્યું પણ લોકો સુધી પહોંચતું નહોતું, તેથી Google books પર મૂક્યું. જો કે,ત્યાં તો કિંમત લખવી પડે તેથી કદાચ ₹50 કે એવી કોઈ કિંમત રાખીને ત્યાં મૂક્યું. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૨૧:૧૨, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- હતા? મને તો એમ કે તમે હજુ વિદ્યાનગરમાં જ છો. ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૧, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- @ધવલભાઈ, આભાર. હું આ જ યુનિવર્સિટીમાં અધ્યાપક હતો, તેથી તેના વિષે વધુ માહિતી ઉમેરવાનું મને ગમશે, અને હું ઉમેરીશ. અંગ્રેજીમાં પણ આ પાનું મેં બનાવ્યું હતું. તે પણ જોઉં છું. તેમાં પણ ઘણી માહિતી ખૂટે છે. એ તમામ હું એકાદ બે દિવસમાં ઉમેરીશ. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૨૦:૪૦, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
INDIAN USER SIDE BOX CREATE ME
ફેરફાર કરોWikipedia:Babel | ||
---|---|---|
| ||
Search user languages |
THIS TYPE PAGE CREAT MY PROFILE USER PAGE CREATE LEARN ...SIR ..
મારા થી રાઈટ સાઈડ માં બોક્સ નથી બનતું હેલ્પ કરો , તમારા બોક્સ નું સેમ્પલ છે તેવું
MY USER ID : ASHVIN 29
મારું નામ અશ્વિન બોરડ છે, હું સુરત ગુજરાત, ભારતનો વતની છું, ગુજરાતી ભાષી પરિવારમાંથી આવું છું . મેં ફિલ્મ ઉદ્યોગમાં મારી કારકિર્દીની શરૂઆત 1998 માં પ્રોડક્શન આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. મેં મારી કારકિર્દી 2008 માં શરૂ કરી હતી. સ્થિર ફોટોગ્રાફર તરીકે. , એડ ફિલ્મ પ્રોડ્યુસર, હોર્ડિંગ ફોટો શૂટ, બ્રાન્ડ એમ્બેસેડર ઈવેન્ટ અને બ્રાન્ડ પ્રમોશન બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હસ્તીઓ સાથે કામ કર્યું છે, અને હવે લાઇન પ્રોડ્યુસર અને એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કરે છે. AD ફિલ્મ મેં નિર્માતા તરીકે ભી કરી છે . 2013 થી ફિલ્મ ક્રાફ્ટ્સ ફેડરેશન (FCF) ના સભ્ય પણ છે.
હું એમેઝોન કંપનીની સબસિડિયરી IMDb વેબ પોર્ટલ અને ભારતીય ફિલ્મ ઇતિહાસ વેબ પોર્ટલ પર કલાકાર , કસબી ની પ્રોફાઇલ ફિલ્મોની સૂચિબદ્ધ કરી રહ્યો છું. મારો વર્તમાન વ્યવસાય ફિલ્મ ફોટોગ્રાફી ને વેડિંગ ફંકશન શૂટ નો છે અને ડિજિટલ માર્કેટિંગ કરું છું ,સુરત અને મુંબઈમાં Ashvin29 (ચર્ચા) ૨૩:૪૪, ૨૭ નવેમ્બર ૨૦૨૩ (IST)
- @Ashvin29 તમારું સ્વાગત છે આ ગુજરાતી વિકિપીડિયા પર. મેં જોયું કે તમારા પાને આ યુઝરબોક્સ તો છે જ, જેમાં મેં હમણાં હિંદી ભાષા પણ ઉમેરી છે. માની લઉં છું કે તમને શરુઆતમાં તકલીફ પડી હશે પણ પછી તમે આ ચોકઠું ઉમેરતા શીખી ગયા છો. બીજી કોઈ મદદની જરુર હોય તો જણાવજો. ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૮, ૨૯ નવેમ્બર ૨૦૨૩ (IST)
- ધવલભાઈ તમારો ખુબ ખુબ આભાર Ashvin29 (ચર્ચા) ૧૮:૦૫, ૨૯ નવેમ્બર ૨૦૨૩ (IST)
Category:People from Surat
ફેરફાર કરોસુરત પ્રખ્યાત લોકો માં "Z " Zubeida
શ્રેણી માં add કરતા નથી આવડતું તમે add કરી આપશો ?
મેં add કર્યું તો ઉપર લિસ્ટ માં આવ્યું મારે લાસ્ટ માં add sequens કરવું હતું . https://en.wikipedia.org/wiki/Category:People_from_Surat Ashvin29 (ચર્ચા) ૦૦:૩૯, ૧ ડિસેમ્બર ૨૦૨૩ (IST)
- @Ashvin29, આપણા સભ્ય શ્રી @Snehrashmiએ તમારું આ કામ કરી આપ્યું છે જે કદાચ તમે નોંધ્યું હશે. ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૭, ૫ ડિસેમ્બર ૨૦૨૩ (IST)
- Thank you sir Ashvin29 (ચર્ચા) ૧૮:૦૪, ૫ ડિસેમ્બર ૨૦૨૩ (IST)
- Great Ashvin29 (ચર્ચા) ૧૮:૦૫, ૫ ડિસેમ્બર ૨૦૨૩ (IST)
ગુજરાતનાં હવાઈ મથકો
ફેરફાર કરો@Dsvyas, હું ગુજરાતનાં હવાઈ મથકોને મુખ્ય પૃષ્ઠ પર નામાંકિત કરવા માંગુ છું. ગુજરાતી વિકિપીડિયા પર મુખ્ય પૃષ્ઠ પર લેખને featured article તરીકે નામાંકિત કરવા માટેની શું માર્ગદર્શિકા છે? શું આ લેખ મુખ્ય પૃષ્ઠ પર ઉમેરી શકાશે? DSP2092 (ચર્ચા) ૧૩:૨૯, ૧૦ ડિસેમ્બર ૨૦૨૩ (IST)
- લેખ સારો બન્યો છે તેમાં કોઈ બેમત નથી પરંતુ મુખપૃષ્ઠ પર તેને મૂકવા માટે યોગ્ય ન ઠેરવી શકાય. એ લેખમાં ફક્ત બે ફકરા અને લાંબી યાદીઓ છે. સામાન્ય રીતે મુખપૃષ્ઠ પર એવા લેખોનો સમાવેશ કરીએ છીએ કે જેમાં વધુ શાબ્દિક માહિતી હોય, ગુજરાતી સંદર્ભો હોય, વગેરે. આ લેખમાં આ બન્ને વસ્તુઓ ખુટે છે. વળી લેખની શરુઆત જ બિનગુજરાતી વાક્યરચનાથી થાય છે. એક વખત જરા ધ્યાનથી આ વાંચો ગુજરાત, ભારતનું એક રાજ્ય, ૧૮ હવાઈ મથકો ધરાવે છે. શું તમે કોઈ ગુજરાતી અખબારમાં કે અન્ય કોઈ પણ સાહિત્યમાં આ પ્રકારની વાક્યરચના કદી વાંચી છે? એક વાતનું ધ્યાન રાખો કે અંગ્રેજી ભાષાનું શાબ્દિક ભાષાંતર કરવાથી લેખ તૈયાર નથી થઈ જતો. તમે જે ભાષામાં લખતા હોવ તે ભાષાનું જ્ઞાન હોવું જરુરી છે. બાકી તો ગુગલ ટ્રાન્સ્લેટ અને આપણું અહિંનું કન્ટેન્ટ ટ્રાન્સ્લેશન ટૂલ આખેઆખા અંગ્રેજી વિકિપીડિયાના લેખનું ભાષાંતર ફક્ત એક કે અમુક ક્લિકોમાં કરી આપે છે. ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૪, ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ (IST)